When to get help

મદદ ક્યારે મેળવવી

Woman making a phone call જો આ સૂચનાઓ તમને મદદરૂપ ન થતી હોય, અને તમે બે અઠવાડિયાથી વધુ સમય માટે અલ્પતા કે ચિંતા અનુભવો છો, તો તે કંઈક વધુ ગંભીર હોઈ શકે છે. તમે સારું અનુભવવા માટે મદદ મેળવી શકો છો, તમારા વિકલ્પો વિશે તમારી મિડવાઇફ (દાયણ) અથવા ડૉક્ટર સાથે વાત કરી શકો છો અને કે તમને ક્યાં સહકાર મળી શકે છે. ગર્ભાવસ્થામાં તમારા મનોભાવને જાણવા માટે મોમેન્ટ હેલ્થ (ક્ષણિક સ્વાસ્થય) ઍપનો ઉપયોગ કરો.

Self-help

સ્વ-સહાય

Pregnant woman in sitting yoga position

વ્યાયામ કરો અને સારી રીતે ખાઓ

તરવું, ચાલવું, દોડવું, નૃત્ય કરવું, યોગ – જે પણ તમારા માટે કામ કરે છે – તે ગર્ભાવસ્થા દરમિયાન કરતા રહો. વ્યાયામ તમને કંઈક અલગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે, અને તે તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. એન્ડોર્ફિન્સનો ઉછાળો, અથવા તણાવ-મુક્ત સ્ટ્રેચ, તમને સારું અનુભવવામાં અને સારી ઊંઘમાં મદદ કરી શકે છે. સારું પોષણ તમને સ્વસ્થ રાખશે અને તમારા બાળકના વિકાસમાં અને ખીલવામાં મદદ કરશે.

દરરોજ પોતાના માટે સમય કાઢો

એવું કંઈક કરો જે તમને ગમે છે જે ફક્ત તમારા માટે છે. દાખલા તરીકે:
  • ગરમ સ્નાન લો
  • કેટલાક સંગીત સાંભળીને ખુશ રહો
  • તમારી આંખો બંધ કરો
  • ધીમેધીમે તમારા ઉપસેલા પેટને મસાજ કરો
  • રોજનિશી રાખો.
જે તમને શાંતિનો અનુભવ કરાવે તે પસંદ કરો. આમ કરવાથી તમારા બાળકનાં મગજના વિકાસમાં પણ મદદ થશે. તમારા બાળકને જાણવામાં ની લિંકમાં તમે તમારા અજાત બાળક સાથે સંબંધ બાંધવાથી સુખાકારીને કેવી રીતે મદદ મળી શકે તે વિશે વધુ વાંચી શકો છો.

ધ્યાન, શ્વાસ લેવાની તકનીકો અને સંમોહન દ્વારા જન્મ

અનેક મહિલાઓ જોવા મળે છે કે ધ્યાન અને શ્વાસ લેવાની તકનીકો તેમને માત્ર ગર્ભાવસ્થામાં આરામ કરવા માટે જ મદદ નથી કરતી, પરંતુ પ્રસૂતિ દરમિયાન પીડાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. તમારી દાયણને પૂછો કે તમારા મેટરનિટી યુનિટમાં કયા વર્ગો ઉપલબ્ધ છે.

તમે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો

તમે કેવું અનુભવો છો તે વિશે વાત કરો. તમારી છાતી પરથી ભાર ઉતારવાથી અને તમારી ચિંતાઓને સમજદાર અને વિશ્વાસપાત્ર મિત્ર, કુટુંબના સભ્ય અથવા કામ પરના સહકર્મી સાથે વાત કરવાથી બધો જ ફરક પડી શકે છે.

કુટુંબ અથવા મિત્રો પાસેથી વ્યવહારુ મદદ માટે પૂછો

જો તમે તમારી ગર્ભાવસ્થાનો શારીરિક અથવા ભાવનાત્મક રીતે સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં હોવ તો – થોડી મદદ મેળવો. પછી ભલે તે ઘરકામ, અથવા ખરીદી, અથવા બાળ સંભાળ (જો તમને અન્ય બાળકો હોય) માટે હોય, જો તમે કરી શકો તો મદદ માટે પૂછો. તમારી જાતને થકવી ન નાખો અને જ્યારે તમને જરૂર હોય ત્યારે આરામ કરો. જો તમારી પાસે નજીકના સહાયક સંબંધ નથી, તો તમારી દાયણ સાથે તમને કેવું લાગે છે તે વિશે વાત કરો.

Anxiety about childbirth

બાળજન્મ અંગે ચિંતા

Pregnant woman looking down anxiously at her bump ઘણી મહિલાઓ માટે બાળજન્મનો વિચાર ચિંતા-ઉશ્કેરણીજનક છે અને કેટલીક એવું કહી શકે છે કે આ એક અણધારી ઘટના માટેનો સામાન્ય પ્રતિભાવ છે જ્યાં પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, કેટલીક મહિલાઓ માટે બાળજન્મ વિશે ગંભીર ચિંતા તેમના ગર્ભાવસ્થા અને બાળકનાં જન્મના અનુભવ પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે, આ સ્થિતિને ક્યારેક ટોકોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સ્ત્રીઓને બાળકને જન્મ આપવા વિશે થોડો ડર હોય છે, પરંતુ તમને ગંભીર ચિંતા થવાની શક્યતા વધુ હોય છે જો:
  • તમને વ્યાપક સ્ત્રીરોગ વિશેની સમસ્યાઓ હતી
  • પ્રસૂતિનો ડર તમારા પરિવારમાં છે અને તમે કુટુંબમાંથી જન્મ વિશે ભયાનક વાર્તાઓ સાંભળી હોય
  • તમને ચિંતા/વ્યગ્રતાની સમસ્યા છે
  • તમારે દરેક સમયે નિયંત્રણમાં રહેવાની સખત જરૂર છે
  • તમને અગાઉ બાળજન્મનો આઘાતજનક અનુભવ થયો છે
  • તમે બાળપણમાં જાતીય શોષણનો અનુભવ કર્યો હતો
  • તમે જાતીય હુમલો અથવા બળાત્કારનો અનુભવ કર્યો છે
  • તમને ડિપ્રેશન છે.

તમારે શું કરવું જોઈએ?

શક્ય તેટલી વહેલી તકે તમારી ગર્ભાવસ્થામાં તમારા ડર વિશે તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો. તેઓએ તમને ગંભીર ચિંતા અનુભવતી સ્ત્રીઓને ટેકો આપવા માટે પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ પાસે મોકલવા જોઈએ. સંશોધન દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આધાર સાથે ડર ઘટાડી શકાય છે. તેઓ તમને જન્મના વિવિધ પ્રકારોના જોખમો અને ફાયદાઓ વિશે પણ માહિતી આપશે.

હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?

તમે જેટલી વહેલી મદદ મેળવી શકો તેટલી સારી:
  • તમારા જીવનસાથી અને કુટુંબીજનો/મિત્રો સાથે વાત કરો જો તમને આમ કરવામાં આરામદાયક લાગે તો
  • વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી વાંચો – બ્લોગ્સ અથવા ઇન્ટરનેટ ફોરમમાંથી માહિતી પર આધાર રાખશો નહીં
  • પ્રસૂતિ વિભાગ અથવા જન્મ કેન્દ્રની મુલાકાત લેવાની વ્યવસ્થા કરો જેથી કરીને તમે તેઓના વાતાવરણથી પરિચિત થઈ શકો
  • જો તમે પીડાનો સામનો કરવા અંગે ચિંતિત હોવ, તો તમારી દાયણ સાથે પીડા રાહત વિકલ્પોની ચર્ચા કરો અથવા તમારા જન્મસાથી અને દાયણ સાથે ભાગીદારીમાં વિગતવાર જન્મ આપવા વિશેની યોજના લખો.
તમને વાત કરવાનાં ઉપચારથી ફાયદો થઈ શકે છે. તમારી દાયણ, ઑબ્સ્ટેટ્રિશિયન અથવા GP તમને સંદર્ભ આપી શકે અથવા તમે તમારી સ્થાનિક ઇમ્પ્રૂવિંગ એક્સેસ ટુ સાયકોલોજિકલ થેરાપીઝ (IAPT) નો સંદર્ભ આપી છો.

Talking about your emotional health

તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે વાત કરો

Two women sitting together talking and smiling તમારી એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે, તમારી દાયણ તમને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછશે જેથી તેઓ શોધી જાણી શકે કે તમને કોઈ વધારાના સહકારની જરૂર છે કે નહીં. દરેક સ્ત્રીને આ પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમને કોઈ ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો પણ, જો તમે બેચેની અનુભવી રહ્યાં હોવ અથવા તમને લાગે કે તમે અલગ છો અને/અથવા તમારી પાસે કોઈ સહકાર નથી તો તમારી દાયણ સાથે વાત કરવી એ સારો વિચાર છે. તમારી દાયણ તમને પૂછશે:
  • તમે કેવું અનુભવો છો
  • શું તમને ક્યારેય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય છે કે ક્યારેય પહેલાં થઈ છે, જેમ કે બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોફેક્ટિવ ડિસઓર્ડર, અગાઉના પ્રસૂતિ પછીનું સાયકોસિસ, ગંભીર ડિપ્રેશન (હતાશા) અથવા અન્ય માનસિક બીમારી
  • શું તમે ક્યારેય નિષ્ણાત માનસિક આરોગ્ય સેવા દ્વારા સારવાર લીધી છે
  • ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકનાં જન્મ પછી નજીકના સંબંધીને ક્યારેય ગંભીર માનસિક બીમારી થઈ છે.
તમને કેવું લાગે છે તે વિશે તમારી દાયણ સાથે પ્રમાણિક રહેવું મહત્વપૂર્ણ છે. તેઓ તમારા માટે કોઈ મત બાંધશે નહીં, અને જો તમને તેની જરૂર હોય તો તેઓ તમને સહકાર અથવા સારવાર મેળવવામાં મદદ કરી શકે છે. જો તમારી દાયણને લાગે કે તમારી સાથે વાત કર્યા પછી તમને વધુ સહકારની જરૂર છે, તો તેઓ તમને તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય સેવા જેમ કે વાત કરવાના ઉપચારો, નિષ્ણાત દાયણ, નિષ્ણાત પેરીનેટલ સેવાઓ અથવા તમારા GP પાસે મોકલશે.

પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમો

કોમ્યુનિટી પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમ એવી માતાઓને મદદ કરે છે જેઓ મધ્યમથી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહી હોય. તેઓ હાલની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓને ગર્ભધારણ પૂર્વેની સલાહ પણ આપે છે જેઓ ગર્ભાવસ્થાનું આયોજન કરી રહી છે. તેઓ વ્યાવસાયિકોની શ્રેણી ધરાવે છે અને કુટુંબ કેન્દ્રિત મદદ આપે છે. આ ટીમો પ્રસૂતિ સેવાઓ, આરોગ્ય મુલાકાતીઓ, વાત કરવાનો ઉપચાર, GP, અન્ય સમુદાય સેવાઓ અને ત્રીજા ક્ષેત્રની સંસ્થાઓ સાથે નજીકથી કામ કરે છે.

Your emotional health and wellbeing in pregnancy

ગર્ભાવસ્થામાં તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી

બાળકની અપેક્ષા કરવી એ આનંદકારક અને ઉત્તેજક સમય હોઈ શકે છે. જો કે, સગર્ભા સ્ત્રીઓને ચિંતા, હતાશા અથવા ભાવનાત્મક તકલીફનો અનુભવ થવો એ પણ સામાન્ય બાબત છે. વધુ માં વધુ ચારમાંથી એક મહિલા ગર્ભાવસ્થા દરમિયાન ભાવનાત્મક મુશ્કેલીઓ અનુભવે છે. આ કોઈને પણ થઈ શકે છે, તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વધુ જાણવા માટે નીચેના પેજનું સંશોધન કરો.

Vitamins and supplements and over the counter medicines

વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ અને દુકાન પરથી મળતી અનિર્ધારીત દવાઓ

Close up of pregnant woman comparing pill bottle label with information on hand-held notes સગર્ભાવસ્થા દરમિયાન તમામ મહિલાઓને ફોલિક એસિડ અને વિટામિન ડી નાં સપ્લિમેન્ટ લેવાની ભલામણ કરવામાં આવે છે. જો તમારી ત્વચા ઘેરી હોય, અથવા તમારી ત્વચાને હંમેશા ઢાંકેલી રાખો તો તમને વિટામિન ડીની ઉણપનું વધુ જોખમ હોઈ શકે છે. વધુ માહિતી માટે નીચેની સંબંધિત લિંક જુઓ. તમે આને કાઉન્ટર પર ખરીદી શકો છો અથવા વૈકલ્પિક રીતે તમારા જીપીને પ્રિસ્ક્રિપ્શન માટે કહી શકો છો. જ્યારે તમે 12 અઠવાડિયાના ગર્ભવતી હોવ ત્યારે ફોલિક એસિડ બંધ કરી શકાય છે, જ્યારે વિટામિન ડી ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન સુધી લઈ શકાય છે. જો તમે સ્વસ્થ અને સંતુલિત આહાર લેતા હોવ તો અન્ય વિટામિન્સની જરૂર પડવાની શક્યતા નથી. કેટલીક સ્ત્રીઓને જણાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમના લોહીમાં લોહતત્વનું સ્તર ઘટી જાય છે – તમને કોઈ આયર્ન સપ્લિમેન્ટ્સની જરૂર છે કે કેમ તે જોવા માટે તમારી પાસે રક્ત પરીક્ષણોની માંગણી કરવામાં આવશે. જો તમને અમુક લાભો પ્રાપ્ત થાય છે, તો તમે હેલ્ધી સ્ટાર્ટથી મફત વિટામિન્સ મેળવવા માટે હકદાર બની શકો છો. કેટલીકવાર સગર્ભાવસ્થામાં દવા લેવી જરૂરી છે, જો કે આ હંમેશા તમારી મિડવાઇફ અથવા ડૉક્ટરની ચોક્કસ સલાહ પર લેવી જોઈએ. કેટલાક સંજોગોમાં, પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાતને બદલે અનિર્ધારીત ખરીદી માટે અમુક પ્રકારની દવાઓની ભલામણ કરવામાં આવે છે. આ કેટેગરીમાં આવતી દવાઓના પ્રકારો છે: એન્ટાસિડ્સ રેચક વિટામિન્સ અને ખનિજો આયર્ન સપ્લિમેન્ટ્સ એનલજેસિયા (પેઇનકિલર્સ) મોઇશ્ચરાઇઝર્સ અને સ્ટેરોઇડ્સ એસ્પિરિન હેમોરહોઇડ્સ (પાઇલ્સ), થ્રશ, ઠંડા ચાંદા, ડેન્ડ્રફ વગેરેની સારવાર. જો તમારા હેલ્થકેર પ્રોફેશનલ ભલામણ કરે છે કે તમે આવી દવાઓ લો, તો દવા માટે તમને તમારા સ્થાનિક ફાર્માસિસ્ટને મળવાની સલાહ આપવામાં આવશે, જે ભલામણ કરેલ ઉત્પાદનો વિશે વધુ સલાહ અને માહિતી આપી શકશે.

Pre-existing conditions and pregnancy

પહેલેથી- મૌજુદ પરિસ્થિતિઓ અને ગર્ભાવસ્થા

Healthcare professional in discussion with pregnant woman તમારા GP, સ્ત્રીરોગ નિષ્ણાત અને/અથવા દાયણને અગાઉથી મૌજુદમાં રહેલી કોઈપણ શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ વિશે જણાવવું મહત્વપૂર્ણ છે. આમાં અગાઉની કોઈપણ સર્જરી (કોસ્મેટિક પ્રક્રિયાઓ સહિત) અથવા બાળપણની કોઈ પણ સ્થિતિ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે જેમાંથી તમે હવે સ્વસ્થ થઈ ગયા છો. આ માહિતી ટીમને ગર્ભાવસ્થા દરમિયાન તમને અને તમારા બાળકને સ્વસ્થ રાખવા માટે વધુ કંઈ જરૂરી છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. જો તમે તમારી તબીબી સ્થિતિ માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ છો, તો એ મહત્વપૂર્ણ છે કે તમે તેમની સાથે વાત કરો અને તમારી ગર્ભાવસ્થા પર તમારી સ્થિતિની કોઈ પણ અસર વિશે ચર્ચા કરો. તેમને સારાંશ માટે પૂછો અને આ માટે તમારી જન્મ પ્રસૂતિ પહેલાંની નોંધોમાં લખવામાં આવે. નોંધધો પ્રસૂતિ એકમો અને/અથવા વિભાગો વચ્ચે આપમેળે નથી, તેથી એમ ન માનો કે તમારી દાયણ અથવા ડૉક્ટર જાણે છે કે તમારા અગાઉના દેખભાળ કરનારાઓએ શું કહ્યું અથવા સૂચન કરી છે. જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન તમારી દવાની સલામતી તપાસવા માટે કૃપા કરીને નીચેની લિંક્સનો ઉપયોગ કરો. જે પરિસ્થિતિઓ વિશે આપણે વહેલા (12 અઠવાડિયા પહેલા) જાણવાની જરૂર છે તેમાં સામેલ છે:

ક્રોનિક હાયપરટેન્શન અને અન્ય તબીબી પરિસ્થિતિઓ જે તમને ગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશરની સમસ્યાઓ વિકસાવવાનું જોખમ વધારી શકે છે

ક્રોનિક હાયપરટેન્શન (દીર્ઘકાલીન અતિ માનસિક તણાવ) અને અમુક તબીબી પરિસ્થિતિઓ ધરાવતી મહિલાઓની પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ વધારે છે અને તેમને 12 માં અઠવાડિયાથી ઓછી માત્રામાં એસ્પિરિન નામની દવા સૂચવવામાં આવશે. આમાં નીચેનામાંથી કોઈપણ એક ઉ ચ જોખમી પરિબળોનો સમાવેશ થાય છે:
  • ક્રોનિક હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર લોહીનું ઊંચું દબાણ).
  • અગાઉની ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા.
  • દીર્ઘકાલીન કિડની મૂત્રપિંડનો રોગ, ડાયાબિટીસ મધુમેહ, અથવા બળતરા શરીરમાં સોજા ચડાવનારો રોગ, દા.ત., પ્રણાલીગત લ્યુપસ એરીથેમેટોસસ (SLE).
એક કરતાં વધુ માંથી મધ્યમ જોખમ પરિબળો:
  • પ્રથમ ગર્ભાવસ્થા.
  • માતાની ઉંમર 40 થી વધુ.
  • છેલ્લી ગર્ભાવસ્થા 10 વર્ષ પહેલાંની હતી.
  • બોડી માસ ઇન્ડેક્સ (BMI) (શારીરિક વજનનો આંક) 35 કે તેથી વધુ.
  • પ્રી-એક્લેમ્પસિયાનો કૌટુંબિક ઇતિહાસ.
  • આ ગર્ભાવસ્થામાં એક કરતાં વધુ બાળકની અપેક્ષા રાખવી.

થાઇરોઇડ રોગ

હાઇપોથાઇરોડિઝમ (સક્રિય થાઇરોઇડ હેઠળ)

જેવા તમે સગર્ભા થાઓ છો ત્યારે સામાન્ય રીતે સૂચન કરવામાં આવે છે કે તમારી લેવોથિરોક્સિનની માત્રા દરરોજ 25-50 mcg દ્વારા જેવી વધારવામાં આવે છે. પછી તમારે બ્લડ ટેસ્ટની વ્યવસ્થા કરવા માટે તમારા GPનો પણ સંપર્ક કરવો જોઈએ.

હાઇપરથાઇરોઇડિઝમ (ઓવરએક્ટિવ અતિસક્રિય થાઇરોઇડ)

તમારા રોગની સ્થિતિ અને તમે જે દવાઓ લઈ રહ્યા છો તેની સલામતીનું મૂલ્યાંકન કરવા માટે તમારે તમારા એન્ડોક્રિનોલોજિસ્ટ )અંતઃસ્ત્રાવીગ્રંથી) ના નિષ્ણાત સાથે ગર્ભાવસ્થા માટેની તમારી યોજનાઓની ચર્ચા કરવી જોઈએ.

વાઈની બિમારી

ગર્ભાવસ્થા તમારા વાઈના હુમલા અથવા તમારી દવાની અસરને માં અસર કરી પરિણામ લાવી શકે છે. જો તમે તમારી દવા(ઓ) અંગે ચર્ચા કરવાનો મોકો મેળવ્યા વિના ગર્ભવતી થાઓ, તો એવી ભલામણ કરવામાં આવે છે કે તમે શક્ય તેટલી વહેલી તકે તમારા GP અથવા નિષ્ણાતને મળો. આ સમીક્ષા પહેલાં, તમારી એન્ટિ-એપીલેપ્ટિક (વાઈ વિરોધી દવાઓ) સામાન્ય તરીકે લેતા રહો. તમે ગર્ભવતી થાઓ તે પહેલાં અમુક દવાઓને રોકવાની અને વૈકલ્પિક દવામાં બદલવાની જરૂર પડી શકે છે, અથવા જો તમે પહેલેથી જ ગર્ભવતી હો, તો તે તમારા બાળકને જે જોખમ ઊભું કરે છે તેના કારણે શક્ય તેટલી વહેલી તકે. બીજી કેટલીક દવાઓ વધારવાની જરૂર છે. તમારા ડૉક્ટર ફોલિક એસિડ પૂરક (દિવસ દીઠ 5 મિલિગ્રામ) ની વધુ માત્રા લખશે.
અને સુખાકારીની સમસ્યા
માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને ચિંતાઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓની અસરો વિશે ચિંતા કરવી તે સમજી શકાય તેવું છે, પરંતુ તમારા જીપી અથવા નિષ્ણાત સાથે વાત કર્યા વિના તમારી દવાઓ લેવાનું બંધ ન કરવું તે મહત્વપૂર્ણ છે. આને લીધે પાછા લક્ષણો તરફ દોરી શકે છે, ખાસ કરીને જો દવા અચાનક બંધ થઈ જાય, તો તમારા લક્ષણોનું પુનરાવર્તન થઈ શકે છે અથવા તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ડાયાબિટીસ

પ્રકાર 1 અને 2 ડાયાબિટીસ ધરાવતી મહિલાઓએ સુવાવડ, જન્મજાત ખોડખાંપણ, મૃત જન્મ અને નવજાત મૃત્યુના જોખમને ઘટાડવા માટે ગર્ભાવસ્થા પહેલા અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તેમના ડાયાબિટીસ પર ચુસ્ત નિયંત્રણ રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ગર્ભાવસ્થા સામાન્ય રીતે સામાન્ય કરતાં ઇન્સ્યુલિનની વધુ માંગ રાખે છે અને તેથી ડાયાબિટીસનું નજીકનું નિરીક્ષણ અને નિયંત્રણ મહત્વપૂર્ણ છે.

ક્રોહન રોગ, અલ્સેરેટિવ કોલાઇટિસ (મોટા આંતરડાના પડદાનો સોજો) અને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (દાહક આંતરડાનાં રોગો) (IBD) ના અન્ય સ્વરૂપો

ગર્ભાવસ્થા દરમિયાન ક્રોહન અથવા કોલાઇટિસ (મોટા આંતરડાના પડદાનાં સોજાને) નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે અને જ્યાં સુધી તમારી IBD ટીમ તમને તેમ કરવાની સલાહ ન આપે ત્યાં સુધી તમારે તમારી કોઈપણ દવાઓ લેવાનું બંધ ન કરવું જોઈએ. મોટાભાગની દવાઓનું જોખમ ફ્લેર અપ (આકસ્મિક ભડકવાના) જોખમ કરતાં ઓછું છે.

હૃદયની સ્થિતિ સાથે ગર્ભાવસ્થા

જે મહિલાઓને હૃદયની બિમારીની જાણકારી હોય તેમને ગર્ભાવસ્થાના પ્રારંભમાં શક્ય તેટલી વહેલી તકે નિષ્ણાત પ્રસૂતિ સેવાઓ માટે સંદર્ભની જરૂર હોય છે અને આદર્શ રીતે ગર્ભાવસ્થા માટે પ્રયાસ કરતા પહેલા ગર્ભાવસ્થા પહેલાં થોડું માર્ગદર્શન લેવું જરુરી છે. આ એટલા માટે છે કારણ કે કેટલીક હૃદયની સ્થિતિઓ ગર્ભાવસ્થામાં જટિલતાઓનું જોખમ વધારી શકે છે અને કેટલીક દવાઓ બંધ કરવાની અથવા સમાયોજિત કરવાની જરૂર પડી શકે છે. કૃપા નહીં કરીને તબીબી સલાહ વિના કોઈપણ દવાઓ બંધ કરશો અથવા બદલશો નહીં. જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો કૃપા કરીને નીચેની લિંકનો ઉપયોગ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તમારી દવાની સલામતી તપાસો.

પ્રણાલીગત લ્યુપસ એરીથેમેટોસસ (SLE)

SLE એ લ્યુપસનો સૌથી સામાન્ય પ્રકાર છે, જે દીર્ઘકાલીન સ્વયં રોગપ્રતિકારક શક્તિ ઓછી કરનાર રોગ છે. લક્ષણો અને રોગની માત્રા નક્કી કરે છે કે ગર્ભાવસ્થા પહેલા અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે કાળજી લેવામાં આવે છે.

Pelvic floor exercises

પેડુની કસરતો

Cross section diagram of mature baby in the womb પેડુની કસરતો પેડુના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે ગર્ભાવસ્થા અને બાળજન્મ દરમિયાન વધારાના તાણ હેઠળ હોય છે. આ કસરતો નિયમિતપણે અપનાવવાથી તમને ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછીની અસ્વસ્થતા અનુભવવાની સંભાવના ઘટાડશે અને તમારા શરીરને પ્રસૂતિ પછી સ્વસ્થ થવામાં મદદ કરશે. આ વ્યાયામ ભવિષ્યમાં થવાની શક્યતા ધરાવનાર પેશાબ અને મળની સમસ્યાનું જોખમ પણ ઘટાડી શકે છે, તેમજ પેડૂને મૂળ જગ્યાએથી આગળ ધસી આવવાનાં કોઈપણ લક્ષણોને ઘટાડી શકે છે. તમે ગર્ભવતી થાવ તે સાથે જ આ વ્યાયામ શરૂ કરી દેવી જોઈએ અને તમારી ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન પણ આ કસરતો ચાલુ રાખવી જોઈએ.

તમારે પેડુની કસરતો કેવી રીતે કરવી

આરામથી સૂઈ જાઓ અથવા બેસો અનેશરૂઆતમાં કલ્પના કરો કે તમે યોનિમાર્ગ તરફ સંકોચન ચાલુ રાખીને પાછળના માર્ગની આસપાસના સ્નાયુઓને સ્ક્વિઝ કરીને તમારી જાતને પવન/પેશાબ પસાર કરવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છો. શૌચાલયમાં હોય ત્યારે આ ન કરો, અને તમારા પેશાબને રોકી રાખશો નહીં કારણ કે આ મૂત્રાશયના કાર્યમાં સમસ્યાઓ તરફ દોરી શકે છે. તમારે આ સ્નાયુઓ પાસેથી બે રીતે કામ લેવું જોઈએ:
  • થોડી સેકંડ માટે સ્નાયુઓને દબાવવાં અને હળવેથી છોડવાં. આને 10 વખત સુધી પુનરાવર્તિત કરો, ધીમે ધીમે સ્નાયુઓ પરનાં દબાવને લાંબા સમય સુધી પકડી રાખો (લગભગ 10 સેકન્ડ સુધી).
  • સ્નાયુઓને દબાવો અને તરત જ છોડો. આ ક્રિયાનું 10 વાર પુનરાવર્તન કરો.
જો તમને તમારા પેશાબ કરવાની, પવન(ગેસ) છોડવાની, આંતરડાની હિલચાલના નિયંત્રણમાં કોઈ સમસ્યા હોય અથવા યોનિમાર્ગમાં ભારેપણાંનાં કોઈપણ લક્ષણો હોય, તો તમારે તમારી દાયણ સાથે આ વિશે ચર્ચા કરવી જોઈએ અને તેઓ મહિલાના સ્વાસ્થ્ય ફિઝિયોથેરાપિસ્ટ (અંગવ્યાયામ ચિકિત્સક) ને મળવા જવાની ભલામણ કરી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી પણ નિયમિત પેડુની કસરતો ચાલુ રાખવાનું તમને પ્રોત્સાહન આપવા માટે NHSએ ભલામણ કરેલ સ્નાયુઓને દબાવવાની કસરતની ઍપનો ઉપયોગ કરો.

Oral health and eye care in pregnancy

ગર્ભાવસ્થામાં મોંનું આરોગ્ય અને આંખની સંભાળ

Pregnant woman cleaning her teeth

ગર્ભાવસ્થામાં મોંનું સ્વાસ્થ્ય

ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી દાંતની નિયમિત તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. NHS દ્વારા આપવામાં આવતી દાંતની સંભાળની સેવાઓ ગર્ભવતી મહિલાઓ માટે અને પ્રસૂતિ પછીના એક વર્ષ અથવા તમારા બાળકના અપેક્ષિત પ્રથમ જન્મદિવસ માટે મફત છે. ગર્ભાવસ્થા દરમિયાન તમામ ગર્ભવતી મહિલાઓને તેમના દંત ચિકિત્સકને મળવાની ભલામણ કરવામાં આવે છે. જો તમને સતત પેઢામાં દુખાવો થતો હોય અથવા લોહી નીકળતું હોય તો તમારા દંત ચિકિત્સકને મળવું ખાસ કરીને મહત્વનું છે. સગર્ભાવસ્થામાં આંતરસ્ત્રાવીય બદલાવોને કારણે પેઢામાંથી રક્તસ્ત્રાવ થઈ શકે છે. દાંતના સડો અને પેઢાના રોગને રોકવા માટે દાંતની સ્વચ્છતાનું સારું સ્તર રાખવું મહત્વપૂર્ણ છે. ઓછામાં ઓછા 1350 પીપીએમ ફ્લોરાઈડ ધરાવતી ફ્લોરાઈડ ટૂથપેસ્ટ સાથે દિવસમાં બે વાર બ્રશ કરવાની ભલામણ કરવામાં આવે છે (આ ગર્ભાવસ્થામાં વાપરવા માટે સલામત છે). તમે ખાઓ છો તે ખાંડયુક્ત ખોરાક અને પીણાની માત્રાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો અને પછી તેને નાસ્તાને બદલે ભોજન સમય માટે રાખો. ભોજન કર્યાનાં ઓછામાં ઓછા 1 કલાક સુધી તમારા દાંત સાફ કરવા માટે રાહ જોવાનું યાદ રાખો. આ દાંતના વધુ ધોવાણને અટકાવશે.

ગર્ભાવસ્થા દરમિયાન આંખની સંભાળ

ગર્ભાવસ્થા દરમિયાન તમે તમારી દ્રષ્ટિ અને/અથવા સૂકી આંખોમાં થોડો ફેરફાર અનુભવી શકો છો. દર બે વર્ષે આંખના પરીક્ષણની ભલામણ કરવામાં આવે છે. જો તમે સરકાર પાસે સામાજિક લાભો લેતા હોવ તો આંખની તપાસ મફત થાય છે. એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારા સ્થાનિક ચશ્મા બનાવનારનો સંપર્ક કરો. તમારા GP તમને પ્રસૂતિમાં અપાતી છૂટનાં પ્રમાણપત્ર માટે સહી કરેલ ફોર્મ પ્રદાન કરી શકે છે . આ તમને તમારા બાળકના જન્મ પછી એક વર્ષ સુધી મફત NHSની દવાની સૂચિ (યાદી)અને NHS દ્વારા મફત દાંતની સંભાળ માટે હકદાર બનાવશે.

Medications

દવાઓ

Open pill bottle spilling contents onto tabletop જો તમે કોઈ પણ લાંબા ગાળાની સ્થિતિ માટે દવાઓ લઈ રહ્યા હોવ, તો પહેલા તમારા GP સાથે વાત કર્યા વિના તેમને લેવાનું બંધ કરશો નહીં અથવા ડોઝ બદલશો નહીં. જો તમને અમુક દવાઓની સલામતી વિશે ખાતરી ન હોય, તો તમારા GP અથવા સ્થાનિક દવાવાળા સાથે વાત કરો. સ્તનપાન કરતી વખતે ઘણી દવાઓ સુરક્ષિત હોય છે પરંતુ તમારા GP સાથે વાત કરો જે પુષ્ટિ કરી શકે અથવા સુરક્ષિત વિકલ્પની ભલામણ કરી શકે. તમારા GP તમને પ્રસૂતિ મુક્તિ પ્રમાણપત્ર માટે સહી કરેલ ફોર્મ પ્રદાન કરી શકે છે. આ તમને તમારા બાળકના જન્મ પછી એક વર્ષ સુધી મફત NHS પ્રિસ્ક્રિપ્શન્સ માટે હકદાર બનાવશે.