પ્રસૂતિ અને જન્મ માટેની સ્થિતિ
પ્રસૂતિ દરમિયાન, શક્ય તેટલું સક્રિય રહેવું અને અલગ-અલગ સ્થિતિઓ અજમાવવાનું સારું છે. આ કરવાથી તમે તમારા બાળકને જન્મ માર્ગ દ્વારા કુદરતી રીતે જન્મ માટે શ્રેષ્ઠ સ્થિતિમાં પ્રોત્સાહિત કરશો, જ્યારે તમારી પોતાની આરામ અને સામનો કરવાની ક્ષમતામાં પણ મદદ કરશો. સક્રિય અને સીધા રહેવાથી પ્રસૂતિની પીડાની લંબાઈ ઓછી થાય છે.
આને માટે તમે પ્રયાસ કરી શકો છો:
- ચાલવું
- તમારા જન્મસાથીના સમર્થન સાથે ઊભા રહો
- સીડી પર ઉપર અને નીચે જવું
- ડોલવું/હલવું
- બર્થિંગ બોલનો ઉપયોગ કરીવો
- સીધા બેસવું અથવા ઉક્ડા (ઉભડક) બેસવું
- બધી ચારની સ્થિતિ (તમારા હાથ અને ઘૂંટણ પર) અથવા ઘૂંટણિયે
- ઓશીકાનો સહારો લઈને તમારી એક બાજુ પર ફરીને સૂવું, (જ્યારે તમે આરામ કરવા માંગતા હોવ).
જન્મ માટેની સ્થિતિઓ
