Thinking about feeding your baby

તમારા બાળકને ખવડાવવા વિશે વિચારવું

Close up of baby latched onto the mother's nipple ગર્ભાવસ્થા દરમિયાન તમને તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મૂલ્ય વિશેની માહિતી અને સ્તનપાન કેવી રીતે કરાવવું તે સહિત તમારા બાળકની સંભાળ રાખવા અને તેને સ્તનપાન બંધ કરાવીને ઉપરનું ખાવાનું આપવાની સારી શરૂઆતની ચર્ચા કરવાની તક મળશે. તમે તમારા બાળકને કેવી રીતે ખવડાવશો તે વિશે વિચારવાનું શરૂ કરવું ક્યારેય વહેલું નથી, પરંતુ તમારું બાળક જન્મે ત્યાં સુધી તમારે તમારું મન બનાવવાની જરૂર નથી. તમારા બાળકને ખવડાવવા વિશે તમારા વિચારો અને લાગણીઓ વિશે તમારી દાયણ સાથે વાત કરવી ખરેખર ઉપયોગી થઈ શકે છે. તમે તમારા બાળકને જે પણ રીતે ખવડાવવાનું નક્કી કરો છો તેની માટે તમને સહાયતા આપવામાં આવશે. તમે તમારા બાળકને સારી રીતે ખવડાવી શકો તે માટે, તમારી દાયણને તમારા પ્રસૂતિ યૂનિટમાં અથવા તમારા સ્થાનિક વિસ્તારમાં પ્રસૂતિ પહેલાં સ્તનપાનના વર્ગો વિશે પૂછો. આ વર્ગો તમને અને તમારા જીવનસાથી/સહાયકને વધુ આત્મવિશ્વાસ અને તૈયારી કરવામાં મદદ કરી શકે છે અને તમને બાળકને ખવડાવતી વખતની કેટલીક સામાન્ય સમસ્યાઓને વહેલી તકે ટાળવામાં મદદ કરી શકે છે. જો તમને ખવડાવવા વિશે ચોક્કસ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન તમારી દાયણને શિશુ ખોરાક નિષ્ણાંત સાથે મુલાકાત માટે પૂછો. તમામ મહિલાઓને તેમના બાળકને જન્મ આપ્યા પછી તરત જ તમે ઇચ્છો ત્યાં સુધી સીધા જ ત્વચાથી ત્વચાના સંપર્કમાં રાખવાની તક આપવામાં આવે છે. તેઓ ત્યાં સુધી. તમારી દાયણ સાથે તમારા અને તમારા બાળક બંને માટે ત્વચા-થી-ત્વચાના સંપર્કના ફાયદાઓ અને તમે તેના વિશે કેવું અનુભવો છો તેની ચર્ચા કરો. એક મિડવાઇફ (દાયણ) તમને સ્તનપાન શરૂ કરવામાં મદદ કરશે, અથવા તમારું બાળક સામાન્ય રીતે જન્મ પછીના પ્રથમ કલાકમાં જ ખોરાક લેવા માટે તૈયાર હોવાના સંકેતો બતાવે કે તરત જ પ્રતિભાવપૂર્વક દૂધની બોટલ કેવી રીતે આપવી તે બતાવશે. તમારા બાળકને તમારાથી અલગ કરવામાં આવશે નહીં સિવાય કે તેને વિશેષ કાળજીની જરૂર હોય. તમારા બાળકના જન્મ પછી સ્તનપાનની સકારાત્મક શરૂઆત થાય તેની ખાતરી કરવા માટે તમને તમારી પ્રસૂતિ ટીમ તરફથી સપોર્ટ (સહકાર) આપવામાં આવશે. જ્યારે તમે ઘરે હોવ ત્યારે પણ તમને સપોર્ટ (સહકાર) ઉપલબ્ધ હશે.
Human milk
Colostrum: Liquid gold
શિશુ ખોરાક વિશે વધુ જાણવા માટે આ વિષય અને સંબંધિત લિંક્સ શોધો.

Vaginal birth after caesarean (VBAC)

v

સિઝેરિયન પછી યોનિમાર્ગ દ્વારા જન્મ (VBAC)

Woman showing a cesarean section scar on her belly

VBAC શું છે?

VBACનો અર્થ છે ‘સિઝેરિયન પછી યોનિમાર્ગથી જન્મ’. આ શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે મહિલાઓ અગાઉના સિઝેરિયન જન્મ પછી બીજા બાળકને યોનિમાર્ગે જન્મ આપે છે અથવા જન્મ આપવાની યોજના ધરાવે છે. યોનિમાર્ગે થતાં જન્મમાં નોર્મલ ડિલિવરી અને ફોર્સેપ્સ અથવા વેક્યુમ કપ (વેન્ટાઉસ) દ્વારા આસિસ્ટેડ ડિલિવરીનો સમાવેશ થાય છે.

જન્મ આપવાની પદ્ધતિ નક્કી કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે?

જે મહિલાઓએ અગાઉ સિઝેરિયન દ્વારા જન્મ આપ્યો હોય તેઓ ગર્ભાવસ્થા દરમિયાન વ્યક્તિગત જોખમો અને વિકલ્પોની ચર્ચા કરવા માટે સલાહકાર પ્રસૂતિ નિષ્ણાત અથવા સલાહકાર દાયણ અથવા નિયુક્ત ડેપ્યુટી સાથે ચર્ચા કરી શકે છે. ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પછી બાળકને જન્મ આપવા માટે મહિલા VBAC અથવા આયોજિત વૈકલ્પિક સિઝેરિયન ઓપરેશન પસંદ કરી શકે છે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તમારી સાથે પ્લાનને રિવ્યુ કરવામાં આવશે. તમે તમારો વિચાર બદલી શકો છો અને તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત સાથે કોઈ પણ પ્રશ્નોની ચર્ચા કરી શકો છો. ઇમર્જન્સી સમયે કૃપા કરીને તમારા લોકલ પ્રસુતિ યૂનિટને કૉલ કરો.

શું બધી મહિલાઓ માટે VBAC યોગ્ય હોય છે?

તમામ મહિલાઓ માટે VBACની ભલામણ કરવામાં આવતી નથી. LSCS પછી તમારી પ્રથમ/અનુગામી ગર્ભાવસ્થામાં તમને એક પત્ર આપવામાં આવ્યો હશે જે તમને તમારા વિશે વિકલ્પો વિશે સમજાવે છે. કન્સલ્ટેશન સમયે ઓબ્સ્ટેટ્રિક ડૉક્ટર અથવા સ્પેશિયાલિસ્ટ દાયણ તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે અને જો ઉપલબ્ધ હોય તો તમારી અગાઉની નોંધો રિવ્યુ કરશે. એક વ્યક્તિગત પ્લાન પર તમારી સંમતિ લેવાશે જેને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તપાસ કરવામાં આવશે.

VBAC વિશેનાં તથ્યો

યુકેમાં દર પાંચમાંથી એક મહિલાએ LSCS દ્વારા જન્મ આપવાનો અનુભવ કર્યો છે. આમાંથી લગભગ અડધા આયોજિત હોય છે જ્યારે બાકીનાં અડધા ઇમર્જન્સીનાં સમયે કરવામાં આવે છે. VBAC સામાન્ય રીતે પહેલાં માત્ર એક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓને જ ઓફર કરવામાં આવે છે જેમાં બાળક હેડ ડાઉન પોઝિશનમાં હોય અને જેમને નીચેનાં ભાગમાં સિઝેરિયન સેક્શન (LSCS) કરવામાં આવ્યું હોય છે. આમાં સફળતાની શક્યતા લગભગ 72-75% છે. VBACની સફળતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આમાં માતૃત્વને લીધે વધેલું વજન, તમારું સ્વાસ્થ્ય અને તમારૂં લેબર આપમેળે શરૂ થાય છે કે નહીં તેનો સમાવેશ થાય છે. જે મહિલાઓમાં અગાઉના LSCSને એક વર્ષ કરતાં ઓછો સમય થયો હોય છે તેમને ઘા ફરી ખુલવાનું જોખમ વધારે નથી, પરંતુ બાળકનો જન્મ સમય પહેલાં થવાનુ જોખમ વધારે હોય છે. સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે બે બાળકોનાં જન્મ વચ્ચે ઓછામાં ઓછું એક વર્ષનું અંતર હોવું જોઈએ. જે મહિલાઓએ બે કે તેથી વધુ બાળકોને સિઝેરિયનથી જન્મ આપ્યાં હોય તેમને કાઉન્સેલિંગ પછી VBAC માટેની તક આપવામાં આવી શકે છે. એમાં પણ સફળતાનો દર સમાન છે (62-75%). જો તમે અગાઉ સફળ VBAC કરાવ્યું હોય તો ફરીથી તમારૂં VBAC સફળ થવાની તક 85-90% જેટલી છે.

VBAC સાથે કયા જોખમો સંકળાયેલાં છે?

ઘા ખુલી જવાની શક્યતા 1:200 (0.5%) છે, જો તમને ઇંડ્યુસ કરવામાં આવ્યાં હોય તો આ શક્યતામાં નોંધપાત્ર વધારો થાય છે. પ્રોસ્ટાગ્લાન્ડિન્સ(મેડિકલ પદ્ધતિ)નાં ઉપયોગની સરખામણીએ એમ્નીયોટોમી (પટલનું કૃત્રિમ ભંગાણ) અથવા બલૂન કેથેટર સાથેનાં ઇન્ડક્શનમાં ઘા ખુલી જવાનું જોખમ ઓછું છે. લગભગ 25% પ્રસૂતિમાં મહિલાઓને LSCSની જરૂર પડે છે. આયોજિત LSCS કરતાં ઇમર્જન્સી LSCSમાં વધુ જોખમ હોય છે અને તમને હેમરેજ થવાની સંભાવના વધારે હોય છે, જેના કારણે આ પરિસ્થિતિમાં લોહી ચઢાવવાની જરૂર પડે છે. આયોજિત પ્રોસીજર કરતાં ઇમર્જન્સી પ્રોસીજર દરમિયાન મૂત્રાશય અથવા આંતરડાની ઇજા થવાની શક્યતા પણ વધુ હોય છે. પહેલી વાર બાળકને જન્મ આપતી મહિલા જેટલી જ મુશ્કેલી બાળકને પણ થઈ શકે છે. તમને આસિસ્ટેડ જન્મની જરૂર પડી શકે છે અથવા પાછળના માર્ગ (ગુદા) ને સંડોવતા પેરીનેલ ટ્રૉમાનો અનુભવ થઈ શકે છે. જન્મ સમયેનું બાળકનું અનુમાનિત વજન પેરીનેલ ઇજાને અસર કરતાં જોખમનું પરિબળ હોઈ શકે છે.

સફળ VBACનાં લાભ શું છે?

જો તમારૂં VBAC સફળ રહ્યું હોય, તો તેમાં આયોજિત LSCS કરતાં ઓછી જટિલતાઓ છે. તમારી રિકવરી ઝડપી થવાની શક્યતા છે અને તમે સામાન્ય પ્રવૃત્તિઓ વહેલા શરૂ કરી શકશો. તમારું હોસ્પિટલમાં રોકાણ પણ ઓછું રહેશે. તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવાની શક્યતા પણ ઓછી છે.

VBAC ક્યારે સલાહભર્યું નથી?

જો તમે અગાઉ ગર્ભાશય ફાટવાનો અનુભવ થયો હોય અથવા ક્લાસિકલ સિઝેરિયનનો ઘા(પેટ પર વર્ટિકલ ઘા) હોય અથવા અન્ય ગર્ભાવસ્થા અથવા મેડિકલ/આરોગ્ય સંબંધી ગૂંચવણો હોય અથવા અગાઉ ગર્ભાશયની સર્જરી થઈ હોય તો આયોજિત VBACની ભલામણ કરવામાં આવતી નથી.

VBAC નો અનુભવ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ દરમિયાન શું થાય છે?

તમને સામાન્ય રીતે હોસ્પિટલના લેબર વોર્ડમાં પ્રસૂતિ કરાવવાની સલાહ આપવામાં આવશે. જ્યારે તમને નિયમિત સંકોચન થાય અથવા તમારું પાણી તૂટી જાય ત્યારે તમને હોસ્પિટલને કૉલ કરવાનું કહેવામાં આવે છે. બાળકના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પેઈન રિલીફનાં ઘણાં વિકલ્પો ઉપ્લબ્ધ છે અને પ્રવાહી વ્યવસ્થાપન માટે તમારા હાથમાં ઇન્ટ્રાવેનસ સોય દાખલ કરવા વિશે સલાહ આપવામાં આવશે. જો તમે હોસ્પિટલમાં જન્મ નથી આપી રહ્યાં, તો નિષ્ણાત દાયણ અથવા કન્સલ્ટન્ટ દાયણ તમારી સાથે વ્યક્તિગત યોજના બનાવશે.

જ્યારે પ્રસુતિ પીડા જાતે શરૂ ન થાય ત્યારે શું થાય છે?

જો તમને 40 અઠવાડિયા સુધી પ્રસુતિ પીડાઆપમેળે શરૂ ન થાય તો તમને સામાન્ય રીતે એન્ટેનેટલ ક્લિનિકમાં તપાસવામાં અને મૂલ્યાંકન કરવામાં આવશે. તમને પ્રોસ્ટાગ્લાન્ડિન્સ (મેડિકલ પદ્ધતિ) સાથે ઇન્ડક્શન (IOL), એમ્નીયોટોમી (પટલનું કૃત્રિમ ભંગાણ) અથવા બલૂન કેથેટર સાથે ઇન્ડક્શન અથવા હજુ એક અઠવાડિયાની રાહ જોવા જેવા વિકલ્પો આપવામાં આવશે. તમારી સાથે વ્યક્તિગત ધોરણે LSCS દ્વારા ડિલિવરીની ચર્ચા કરવામાં આવશે. પ્રસુતિ અથવા LSCS ને લગતા કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા અને તમારા બાળક પરનાં કોઈ પણ જોખમને ધ્યાનમાં રાખવામાં આવશે.

Your baby’s position

તમારાં બાળકની સ્થિતિ

Cross-section diagram of baby in the womb in the head down position ગર્ભાવસ્થાના 36 અઠવાડિયાથી, તમારા બાળકનું માથું જન્મની તૈયારીના ભાગ રુપે નીચે (સેફાલિક) સ્થિતિમાં ફરવું જોઈએ. નાની સંખ્યામાં બાળકો આ સ્થિતિમાં નહીં હોય, અને તેમની સ્થિતિ કાં તો બ્રીચ (શરીરનો નીચલો ભાગ પહેલા) અથવા ત્રાંસી/આડી (તમારા પેટ આડી સ્થિતિમાં પડેલા) હોઈ શકે છે. જો તમારી મિડવાઇફ (દાયણ) ને શંકા હોય કે તમારું બાળક હેડ ડાઉન (માથું નીચે)ની સ્થતિમાં નથી, તો તમારા વિકલ્પો વિશે ચર્ચા કરવા માટે તમને સ્કેન (સૂક્ષ્મપરીક્ષણ) અને ડૉક્ટર/નિષ્ણાત દાયણ સાથે મુલાકાતની ઑફર કરવામાં આવી શકે છે. આ વિકલ્પોમાં કાં તો તમારા બાળકને ફેરવવાનો પ્રયાસ (નીચે સંબંધિત લિંક્સ જુઓ), યોનિમાર્ગમાંથી બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ અથવા આયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા દ્વારા) જન્મનો સમાવેશ થઈ શકે છે. જો તમારુંરાં બાળકનું માથું નીચેની તરફ નથી, તો ચિંતા કરશો નહીં – તમારી પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને તમારી ટીમ તમને તમારી સંભાળને આગળ વધવા સંબંધિત કોઈપણ નિર્ણયો લેવામાં મદદ કરશે. વાંચીને યોનિમાર્ગ બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ વિશે વધુ જાણો:

Options to consider

ધ્યાનમાં લેવાના વિકલ્પો

Smiling health professional hold the arm of a pregnant woman in a reassuring gesture
  • તમારા બાળકનાં જન્મની પ્રક્રિયામાં તમારો સાથી કોણ હશે
  • પ્રસૂતિ/જન્મ દરમિયાન વિદ્યાર્થીની હાજરી વિશે તમને કેવું લાગે છે
  • પ્રસૂતિની પીડા અને જન્મ માટે વિવિધ પીડા રાહત વિકલ્પો
  • પ્રસૂતિની પીડા/જન્મ માટે વિવિધ સ્થિતિઓ
  • પીડાનો સામનો કરવાની વ્યૂહરચના અને પીડામાં રાહત
  • યોનિમાર્ગની તપાસ વિશે તમને કેવું લાગે છે
  • શું તમને પ્રસૂતિ દરમિયાન બાળકના હૃદયનું સતત અથવા તૂટક તૂટક નિરીક્ષણ કરવું ગમશે?
  • જો સહાયિત જન્મની ભલામણ કરવામાં આવે તો તમારી પાસે કોઈપણ પસંદગીઓ છે?
  • કોણ નાળ/શ્રેષ્ઠ નાળ ક્લેમ્પિંગને કાપશે
  • ત્વચા-થી-ત્વચા નો સંપર્ક
  • શિશુને ખવડાવવા વિશે તમારા વિચારો
  • તમે તમારી નાળને કેવી રીતે છૂટી કરશો (જન્મ પછી)
  • તમારા બાળક માટે વિટામિન K.
પ્રસૂતિ અથવા સિઝેરિયન જન્મ – આયોજિત અથવા બિનઆયોજિત થવાના કિસ્સામાં તમે તમારા બાળકનો જન્મ કેવી રીતે ઇચ્છો છો તે વિશે વિચારવું ઉપયોગી છે અને તમારી દાયણ અથવા ડૉક્ટરને પૂછવું કે વ્યક્તિગત સંજોગોમાં તમારે તમારા પોતાના માટે કઈ બાબતો ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે. જ્યારે તમે પ્રસૂતિમાં હોવ ત્યારે તમારી દાયણ તમારી સાથે તમારી પસંદગીઓ અને યોજના બદલવાનું વિચારવાના કોઈપણ કારણો વિશે ફરી ચર્ચા કરશે. જ્યારે તમે મેટરનિટી યુનિટ (પ્રસૂતિ એકમ) માં મળો ત્યારે (અથવા જો તમે ઘરે જન્મનું આયોજન કરી રહ્યાં હોવ તો) તમે તમારા બાળકનાં જન્મની યોજના તમારી દાયણ સાથે શેર કરી શકો છો. આ એપ્લિકેશનમાં તમારી વ્યક્તિગત જન્મ પસંદગીઓ યોજના પૂર્ણ કરો જે તમારી પ્રસૂતિ ટીમ સાથે શેર કરવા માટે પ્રિન્ટ કરી શકાય છે.

Your birth preferences and plan

તમારી જન્મ આપવાની પસંદગીઓ અને યોજના

Pregnant woman sitting up on a bed with a note book and pen જન્મ આપવાની પસંદગી યોજના પૂર્ણ કરવાથી તમને અને તમારા જન્મ સાથીને પ્રસૂતિ દરમિયાન અને તમારા બાળકના જન્મ દરમિયાન તમારી પસંદગીઓ અને પ્રાધાન્યો વિશે વિચારવામાં મદદ મળી શકે છે. તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમને તમારી દાયણ/ડૉક્ટર સાથે મળવાની અને યોજના વિશે ચર્ચા કરવાની તક મળશે – તમારી 34 અથવા 36 અઠવાડિયાની એપોઇન્ટમેન્ટના સમયની આસપાસ આ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારી ટીમને તમે કયા પ્રકારે જન્મ આપવા ઈચ્છો છો તે સમજવામાં મદદ મળશે. પ્રસૂતિની પીડા અને જન્મ વિશે ઍપમાં સામગ્રી વાંચો, પછી પર્સનલ કેર અને સપોર્ટ પ્લાન વિભાગમાં જન્મ આપવાની પસંદગી યોજનાનો ઉપયોગ કરીને તમારા વિચારો અને પસંદગીઓ લખો. કયા વિકલ્પો ધ્યાનમાં લેવા તે માટે નીચે જુઓ.

Would you like to talk with somebody about your options for place of birth?

શું તમે બાળકને જન્મ આપવાના સ્થળ માટેના તમારા વિકલ્પો વિશે કોઈની સાથે વાત કરવા માંગો છો?

Mother to be and birth partner attend maternity appointment કેટલીક મહિલાઓને તેમના બાળકના જન્મના વિકલ્પો વિશે કોઈની સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે. આ ખાસ કરીને સાચું છે જો તેઓને પહેલાં ગર્ભાવસ્થા, પ્રસૂતિની પીડા અથવા બાળકના જન્મ વખતે કોઈ મુશ્કેલી પડી હોય, અથવા જો કંઈક અણધાર્યું બન્યું હોય. તમારા વિકલ્પો વિશે અથવા આ ગર્ભાવસ્થા અને જન્મ પર કોઈ પણ પસંદગીની શું અસર થઈ શકે છે એ વિશે અચોક્કસ હોવું અસામાન્ય નથી. તમે તમારી દાયણ સાથે વાત કરી શકો છો, અને જો જરૂર પડશે તો તે તમને બાળકને જન્મ આપવાના વિકલ્પો વાળી ક્લિનિકમાં મોકલશે, જે સામાન્ય રીતે તમારા પસંદ કરેલા મેટરનિટી યુનિટ (માતૃત્વ એકમ)માં કન્સલ્ટન્ટ (સલાહકાર) દાયણ દ્વારા ચલાવવામાં આવે છે. જો તમે પૂર્વઆયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા) દ્વારા બાળકને જન્મ આપવાની વિનંતી કરવાનું વિચારી રહ્યાં હોવ, તો આ નિર્ણય તમારી અને નિષ્ણાત મિડવાઇફરી અને પ્રસૂતિ નિષ્ણાત ટીમ સાથે લેવામાં આવશે. તમારી દાયણને તમને યોગ્ય ક્લિનિકમાં મોકલવા માટે કહો, જ્યાં તમે તમારા વિકલ્પોની ચર્ચા કરી શકશો.

Which option is safest for me and my baby?

મારા અને મારા બાળક માટે કયો વિકલ્પ સૌથી સલામત છે?

Two midwives smile at newborn baby સલામતી હંમેશા પ્રાથમિકતા હોય છે, તેથી જો તમને તમારા સ્વાસ્થ્ય અને/અથવા ગર્ભાવસ્થામાં અમુક જરૂરિયાતો અથવા ગૂંચવણો હોય તો તેનો અર્થ એવો થઈ શકે કે લેબર વોર્ડમાં જન્મ આપવો એ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. જો તમારી દાયણ અથવા ડૉક્ટરની ભલામણ હશે તો તેઓ તમારી સાથે આ અંગે ચર્ચા કરશે. જો આ તમારું પહેલું બાળક છે, અને તમારી ગર્ભાવસ્થાને ઓછી જોખમી માનવામાં આવે છે, તો તમારા બાળકને દાયણની આગેવાની હેઠળના બર્થિંગ સેન્ટરમાં જન્મ આપવો એટલું જ સલામત છે જેટલું તમારા બાળકને લેબર વોર્ડમાં જન્મ આપવો. સંશોધન દર્શાવે છે કે જ્યારે ઘરે જન્મ આપવાનું આયોજન કરવામાં આવે ત્યારે બાળક માટેનું જોખમ થોડું વધી જાય છે. જો આ તમારું બીજું કે ત્યાર પછીનું બાળક છે, તો તમારા બાળકને ઘરે જન્મ આપવો એટલું જ સલામત છે જેટલું તમારા બાળકને દાયણની આગેવાની હેઠળના યૂનિટમાં અથવા લેબર વોર્ડમાં જન્મ આપવો. જે મહિલાઓ ઘરે અથવા દાયણની આગેવાની હેઠળના બર્થિંગ સેન્ટરમાં જન્મ આપે છે તેમને સિઝેરિયન વિભાગ, ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને એપિસોટોમી સહિતની તબીબી સહાયની જરૂર પડવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

Preparing for birth

જન્મની તૈયારી કરવી

Pregnant woman holds up a new born baby outfit ગર્ભાવસ્થાના અંત તરફ, જેમ-જેમ જન્મનો સમય નજીક આવે છે, તેમ-તેમ તમને વિવિધ પ્રકારની લાગણીઓનો અનુભવ થશે. તમને ઉત્તેજના, બેચેની અથવા ડરનો અનુભવ પણ થઈ શકે છે – આ બધું સામાન્ય છે. એવી ઘણી વસ્તુઓ છે જે તમને જન્મ આપવાની તૈયારી કરવામાં મદદ કરી શકે છે.

Packing your maternity unit bag

પ્રસૂતિ યૂનિટ માટે તમારી બૅગ પૅક કરવી

Pregnant woman with piles of folded baby clothes અહીં તમારી બૅગ સહિત ધ્યાનમાં લેવા જેવી બાબતોની સૂચિ છે. જો તમે બાળકને ઘરે જન્મ આપવાનું વિચાર કરી રહ્યાં હોવ તો પણ, જો પ્રસૂતિ પીડા પહેલા અથવા દરમિયાન તમારી યોજનાઓ બદલાય તો બૅગ પૅક કરીને રાખવી ઉપયોગી રહેશે:

Options for place of birth

જન્મસ્થળ માટેનાં વિકલ્પ

Place of birth choices
તમે તમારી પસંદગી અને જરૂરિયાતનાં આધારે બાળકને જન્મ ક્યાં આપવો છે – લેબર વૉર્ડમાં, બર્થ સેન્ટરમાં કે ઘરે તે તમે નક્કી કરી શકો છો. વિવિધ ઉપલબ્ધ વિકલ્પો વિશે જાણવા માટે વિડિઓ જુઓ. તમારી પસંદગીનાં પ્રસુતિ યૂનિટની દાયણ અથવા તમારા ડૉક્ટર તમને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે. વિડિઓ ક્રેડિટ: NHS નોર્થ વેસ્ટ લંડન પ્રસુતિ સર્વિસેસ