Would you like to talk with somebody about your options for place of birth?
શું તમે બાળકને જન્મ આપવાના સ્થળ માટેના તમારા વિકલ્પો વિશે કોઈની સાથે વાત કરવા માંગો છો?
કેટલીક મહિલાઓને તેમના બાળકના જન્મના વિકલ્પો વિશે કોઈની સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે. આ ખાસ કરીને સાચું છે જો તેઓને પહેલાં ગર્ભાવસ્થા, પ્રસૂતિની પીડા અથવા બાળકના જન્મ વખતે કોઈ મુશ્કેલી પડી હોય, અથવા જો કંઈક અણધાર્યું બન્યું હોય. તમારા વિકલ્પો વિશે અથવા આ ગર્ભાવસ્થા અને જન્મ પર કોઈ પણ પસંદગીની શું અસર થઈ શકે છે એ વિશે અચોક્કસ હોવું અસામાન્ય નથી.તમે તમારી દાયણ સાથે વાત કરી શકો છો, અને જો જરૂર પડશે તો તે તમને બાળકને જન્મ આપવાના વિકલ્પો વાળી ક્લિનિકમાં મોકલશે, જે સામાન્ય રીતે તમારા પસંદ કરેલા મેટરનિટી યુનિટ (માતૃત્વ એકમ)માં કન્સલ્ટન્ટ (સલાહકાર) દાયણ દ્વારા ચલાવવામાં આવે છે.જો તમે પૂર્વઆયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા) દ્વારા બાળકને જન્મ આપવાની વિનંતી કરવાનું વિચારી રહ્યાં હોવ, તો આ નિર્ણય તમારી અને નિષ્ણાત મિડવાઇફરી અને પ્રસૂતિ નિષ્ણાત ટીમ સાથે લેવામાં આવશે. તમારી દાયણને તમને યોગ્ય ક્લિનિકમાં મોકલવા માટે કહો, જ્યાં તમે તમારા વિકલ્પોની ચર્ચા કરી શકશો.