Hyperemesis Gravidarum support

હાયપરમેસિસ ગ્રેવિડેરમ સહાયતા

Woman sitting in the bathroom suffering from sickness in early pregnancy હાયપરમેસિસ ગ્રેડિડેરમ (HG) નાં કેટલાક શારીરિક અને ભાવનાત્મક લક્ષણોમાં સારું સપોર્ટ નેટવર્ક ખરેખર મદદ કરી શકે છે. HGહોવાને કારણે થતી તણાવમાં આરામ મેળવવામાં એવા લોકો મદદરૂપ થઈ શકે છે, જેઓ તમને તમારી અને જો અન્ય બાળકો હોય, તો તેમની દેખભાળ કરવામાં મદદ કરે. મદદ માંગવી મુશ્કેલ હોય છે પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે HG એક ગંભીર બીમારી છે અને, જો તમારા મિત્રને આ બીમારી હોય, તો તમે જરૂર તેમને મદદ કરશો, તેથી મદદ માંગો અને લોકોને તમારી મદદ કરવા દો. HGથી પીડિત હોવ ત્યારે તમને કામમાંથી રજા લેવાની જરૂર પડી શકે છે અને તમને આમાં સહાયતા કરવાની તમારા નિયોક્તાની ફરજ છે. ગર્ભાવસ્થા માટે માંદગીની રજાની નોંધ અલગથી રાખવી આવશ્યક છે અને ગર્ભાવસ્થાની માંદગીને કારણે તમને તમારી નોકરી ગુમાવવાનો વારો નહીં આવે. પ્રેગ્નન્સી સિકનેસ સપોર્ટ પાસે એક ગોપનીય ફોરમ છે જ્યાં તમે અન્ય પ્રેગ્નન્સી સિકનેસ અથવા HGથી પીડિત લોકો સાથે ચૅટ કરી શકો છો. ચેરિટી એક હેલ્પલાઇન અથવા વેબચૅટ ઑફર કરે છે જ્યાં તમે દવાના વિકલ્પો, તમારા વિસ્તારમાં સેવાઓ અને સેલ્ફ-હેલ્પ સ્ટ્રૅટેજી વિશે સચોટ માહિતી મેળવી શકો છો. તમે હેલ્પલાઇન પર કૉલ કરીને પ્રેગ્નન્સી સિકનેસ સપોર્ટ તરફથી પીઅર (બારીકાઈથી તપાસ) સહાયતા પણ મેળવી શકો છો: 07899 245001 સોમ-શુક્ર 9.00-17.00.