During pregnancy your midwife or doctor will be checking to ensure that your baby is growing well. This is done at defined stages in the pregnancy, either by measuring your bump with a tape measure or by routine ultrasound scans. If there is a concern about the growth of your bump you may be referred for a growth scan. Your baby’s progress is plotted on a chart by the person taking the measurement (midwife, doctor or sonographer).If your baby is found to be growing smaller than expected you may require additional ultrasound scans and antenatal appointments to monitor your baby’s wellbeing.
ગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ એ હાઈ બ્લડ સુગર (ઉચ્ચ રક્ત શર્કરા) છે જે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે અને સામાન્ય રીતે જન્મ પછી અદૃશ્ય થઈ જાય છે. તે ત્યારે થાય છે જ્યારે શરીર ગર્ભાવસ્થાની વધેલી માંગને પહોંચી વળવા માટે પૂરતું ઇન્સ્યુલિન (રક્તમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે જવાબદાર હોર્મોન) ઉત્પન્ન કરી શકતું નથી. આનાં લક્ષણો સામાન્ય નથી, પરંતુ ઘણી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થિતિ માટે તપાસવામાં આવે છે, ખાસ કરીને જો તેમની પાસે ચોક્કસ જોખમી પરિબળો (કારણો) હોય. તમારી મિડવાઇફ (દાયણ) ને પૂછો કે શું તમને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવા જોખમ છે અને શું તમારે પરીક્ષણ કરાવવાની જરૂર છે.
SCAD એ એક દુર્લભ પરંતુ ગંભીર હૃદયની સ્થિતિ(સમસ્યા) છે જે કોરોનરી (હૃદય) ધમનીમાં ફાટી જવું
અથવા લિસોટોનું કારણ બને છે જેના પરિણામે બ્લૉકેજ થાય છે જે સામાન્ય રક્ત પ્રવાહને અટકાવે છે. તે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અથવા કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે અને તે જીવલેણ બની શકે છે.SCAD ગર્ભાવસ્થા દરમિયાન અને તમે જન્મ આપ્યાના અઠવાડિયા અને મહિનાઓ દરમિયાન થઈ શકે છે. લક્ષણોમાં સામેલ હોઈ શકે છે:
મધ્ય છાતીમાં દુખાવો
હાથનો દુખાવો અથવા નિષ્ક્રિયતા આવે છે
જડબા, પીઠ અથવા ખભામાં દુખાવો
ઉબકા
પરસેવો
શ્વાસ લેવામાં તકલીફ
કેટલાક લોકો અપચો જેવા છાતી અથવા ગળામાં દુખાવો અનુભવે છે જે અપચોના ઉપાયોને જવાબ આપતા નથી.જો તમને આમાંના કેટલાક/તમામ લક્ષણોનો અનુભવ થાય, તો 111 અથવા 999 પર કૉલ કરો અને કહો કે તમે તમને હૃદયમાં સમસ્યા છે.
ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા: વારંવાર પૂછાતા પ્રશ્નો
આનું નિદાન કઈ રીતે થાય છે?
પ્રી-એક્લેમ્પસિયા એ એવી સ્થિતિ છે જે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન અને સામાન્ય રીતે 20 અઠવાડિયા પછી થાય છે. આ સ્થિતિ હાઈ બ્લડ પ્રેશર (અથવા હાલના હાઈ બ્લડ પ્રેશરને વધુ ખરાબ બનાવે છે) અને પેશાબમાં પ્રોટીન સાથે લીક થતી કિડનીનું કારણ છે. તમારાં લક્ષણો, બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટના આધારે તેનું નિદાન કરવામાં આવે છે.
આનો અર્થ શું છે?
મારા માટે
પ્રી-એક્લેમ્પસિયાનો એકમાત્ર ઈલાજ તમારા બાળકને (અને પ્લેસેન્ટા) ને જન્મ આપવો છે, પરંતુ તમે અને/અથવા તમારું બાળક કેટલાં અસ્વસ્થ છો અને વહેલા જન્મની તમારા બાળક પર થતી અસરની સાથે જન્મનો સમય સંતુલિત હોવો જરૂરી છે.તમે માથાનો દુખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉલટી, હાથ અને ચહેરા પર સોજો અથવા સામાન્ય રીતે અસ્વસ્થતા અનુભવી શકો છો. સૌથી ખરાબ પ્રી-એક્લેમ્પસિયા કિડની અથવા લીવર ફેલ્યર, લોહી ગંઠાઈ જવાની સમસ્યા અને આંચકીનું કારણ બની શકે છે.
મારા બાળક માટે
પ્રી-એક્લેમ્પસિયા પ્લેસેન્ટાની કાર્ય કરવાની રીતને અસર કરે છે અને તેના કારણે બાળકો ગર્ભાશયમાં સારી રીતે વૃદ્ધિ પામતા નથી અને તેમનો જન્મ વહેલો થાય છે. વહેલા જન્મેલા બાળકોને શ્વાસ, ખોરાક અને તાપમાન નિયંત્રણમાં મદદ કરવા માટે નિયોનેટલ યૂનિટમાં રાખવાની જરૂર પડી શકે છે. દુર્ભાગ્યે, કેટલાક બાળકો પ્રી-એક્લેમ્પસિયાને કારણે ગર્ભાશયમાં જીવી શકતા નથી.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
તમારી તબીબી ટીમ નિયમિત તપાસની અને નજીકથી દેખરેખ માટે ક્યારેક-ક્યારેક હોસ્પિટલમાં દાખલ થવાની ભલામણ કરશે. તમારી કિડની, લીવર અને લોહીની તપાસ કરવા માટે નિયમિત બ્લડ ટેસ્ટ્સ થશે અને તમારા બ્લડ પ્રેશરને નિયમિતપણે મોનિટર કરવામાં આવશે. તમારૂં બાળક ગર્ભમાં સારી રીતે વૃદ્ધિ પામી રહ્યું છે કે નહીં, તે જોવા વધારાના સ્કેનની ભલામણ કરવામાં આવશે. જો તમને ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા પ્રી-એક્લેમ્પસિયા થાય છે, તો બાળકનો જન્મ વહેલો થઈ શકે છે અથવા 37 અઠવાડિયામાં લેબર ઇંડ્યુસ કરવાની ભલામણ કરવામાં આવે છે. જો તમને 37 અઠવાડિયા પછી પ્રી-એક્લેમ્પસિયા થાય છે, તો તરત જ લેબરની ભલામણ કરવામાં આવે છે.તમારા માટે અને તમારા પરિવાર માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે તેથી તમારે તબીબી ટીમ સાથે નિયમિત અને સ્પષ્ટ વાતચીત કરવી જરૂરી છે.
તમારા લોહી, કિડની અને લીવરનાં ફંક્શનની ટેસ્ટ્સ સાથે તમારા યુરિનમાં પ્રોટીનની માત્રાની પણ ટેસ્ટ કરવામાં આવશે. પ્લેસેન્ટલ ગ્રોથ ફેક્ટર નામની બ્લડ ટેસ્ટ દર્શાવે છે કે પ્લેસેન્ટા કેટલી સારી રીતે કામ કરી રહ્યું છે અને આ ટેસ્ટ ડોકટરો અને મિડવાઇફને 37 અઠવાડિયા પહેલા પ્રી-એક્લેમ્પસિયાનું નિદાન કરવામાં મદદ કરે છે.
મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?
માથાનો દુખાવો, તમારા હાથ અને ચહેરા પર સોજો, અસ્પષ્ટ દ્રષ્ટિ, તમારા પેટમાં દુખાવો, ઉલટી અથવા તમારાં બાળકનું હલનચલન સામાન્ય કરતા ઓછું હોવું.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમારું બાળક સામાન્ય રીતે હલનચલન કરતું નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.જો તમને પ્રી-એક્લેમ્પસિયાના ઉપર સૂચિબદ્ધ લક્ષણોમાંથી કોઈપણ દેખાતાં હોય તો તમારે તરત જ તમારા મેટર્નિટી યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.
સંભવિત ભલામણો
ઉપચારનાં વિકલ્પો
જો તમારું બ્લડ પ્રેશર રીડિંગ 140/90 mmHg કરતા વધારે અથવા એટલું જ હોય તો તમારા બ્લડ પ્રેશર માટે આ ટેબ્લેટ ટ્રીટમેન્ટની ભલામણ કરવામાં આવશે.સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ્સ આ છે:
લેબેટાલોલ
નિફેડિપિન
મેથાઈલડોપા
જન્મ આપવાનો સમય
જન્મ આપવાનો સમય ગર્ભાવસ્થામાં તમે અને તમારું બાળક કેટલા સ્વસ્થ છો તેના પર નિર્ભર રહેશે. 37 અઠવાડિયા પછી, પ્રસુતિ પીડા શરુ કરાવાની સલાહ આપવામાં આવશે કારણ કે જો તમે આ સમય પછી જન્મ આપો તો ગર્ભાવસ્થાનાં સમયગાળામાં વધારો તમારા અને તમારા બાળક માટે જોખમી બની શકે છે.
આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?
પ્રસુતિ દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારા પર સતત દેખરેખ રાખવાની ભલામણ કરવામાં આવશે, પછી ભલે તમને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થયું હોય કે ઇંડ્યુસ કરવામાં આવ્યું હોય. આવું એટલા માટે કારણ કે પ્લેસેન્ટા સારી રીતે કામ ન કરે એવું શક્ય છે અને આપણે હૃદયના ધબકારામાં થયેલાં ફેરફારને ચૂકવો ન જોઇએ જે સૂચવે છે કે બાળક પ્રસુતિમાં સ્વસ્થ નથી. આ હોસ્પિટલનાં લેબર વોર્ડમાં ઉપલબ્ધ હોય છે.
જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?
તમારે તમારા બ્લડ પ્રેશરને ખૂબ જ નિયમિતપણે તપાસવું પડશે અને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી તમારે હોસ્પિટલમાં રહેવું પડશે.
બ્લડ પ્રેશરની કોઈ પણ દવાને સ્તનપાન માટે યોગ્ય એવી દવા (એનાલાપ્રિલ અથવા એમ્લોડિપિન) વડે બદલવામાં આવશે.
તમારે મેગ્નેશિયમ લેવું જરૂરી છે અને તમારે કેટલું પ્રવાહી પીવાનું છે તેની માત્રા નક્કી કરો.
જન્મ પછી તમારા બ્લડ પ્રેશરની સતત દેખરેખ માટે અને સારવાર માટે તમારે GPની મુલાકાત લેવી પડશે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
જો તમારું વજન વધારે હોય અથવા તમે નિષ્ક્રિય હોવ તો આહાર અને કસરત દ્વારા હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે.તમને ભવિષ્યની ગર્ભાવસ્થામાં ફરીથી પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ ઘટાડવા માટે એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવશે કારણ કે એસ્પિરિન પ્લેસેન્ટાને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.
મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?
જે મહિલાઓને ગર્ભાવસ્થા સમયે પ્રી-એક્લેમ્પસિયા નથી, એમની સરખામણીમાં પ્રી-એક્લેમ્પસિયા ધરાવતી મહિલાઓને આજીવન હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ચારગણું વધારે હોય છે.સ્વાસ્થ્યપ્રદ ખોરાકની મદદથી, ખાસ કરીને મીઠાનું સેવન ઘટાડીને અને નિયમિત કસરત કરીને હાઈ બ્લડ પ્રેશર અને હ્રદયરોગનું જોખમ ઘટાડી શકાય છે.બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે બ્લડ પ્રેશરની સારવાર લેવાથી હૃદયરોગનું જોખમ પણ ઘટાડી શકાય છે અને તમારા GP તમને જણાવશે કે સારવાર દરમિયાન તેઓ તમારું બ્લડ પ્રેશર કેટલું ઓછું કરવા ઈચ્છે છે.
આ ગર્ભાવસ્થાની એક અસામાન્ય પરંતુ ગંભીર સ્થિતિ છે, જે સામાન્ય રીતે 20 અઠવાડિયા પછી થાય છે. તે વધેલા બ્લડ પ્રેશર અને પેશાબમાં પ્રોટીન મળી આવવાના સંયોજન દ્વારા સ્પષ્ટીકૃત કરવામાં આવે છે. ઘણીવાર કોઈ લક્ષણો હોતા નથી અને પ્રી-એક્લેમ્પસિયા સામાન્ય રીતે નિયમિત પ્રસૂતિ પહેલાની તપાસ દ્વારા શોધી કાઢવામાં આવે છે, અને કેટલીકવાર તે ઝડપથી વિકસી શકે છે.લક્ષણોમાં સામેલ છે:
ગંભીર માથાનો દુખાવો થવો
સોજા માં અચાનક વધારો – ખાસ કરીને ચહેરા, હાથ, પગ અથવા પગની ઘૂંટીઓમાં
તમારી દ્રષ્ટિની સમસ્યાઓ જેમ કે તમારી આંખોમાં અસ્પષ્ટતા (ઝાંખપ) આવવી અને આંખો સામે તેજસ્વી ટપકાં દેખાવા
તમારી પાંસળીની નીચે તીવ્ર દુખાવો થવો
ખૂબ જ અસ્વસ્થ લાગવું.
આ લક્ષણો ગંભીર છે અને અચાનક વિકસી શકે છે તેથી તમારે તાત્કાલિક મદદ લેવી જોઈએ. પ્રી-એક્લેમ્પસિયા લીવર, કિડની જેવા શરીરના સંખ્યાબંધ અવયવોને અસર કરી શકે છે અને જેમ જેમ તેની ગંભીરતા વધે છે, તેમ તેમ લોહી ગંઠાઈ જવાની સમસ્યા ઊભી થાય છે અને તેથી પ્રસૂતિ ટીમ તમારા સ્વાસ્થ્યની નજીકથી દેખરેખ રાખશે. પ્રી-એક્લેમ્પસિયા બાળકના વિકાસને પણ અસર કરી શકે છે અને બાળકની આસપાસના પ્રવાહી અને તેની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવશે.
તમારા પ્લેસેન્ટા (ગર્ભનું વેષ્ટન) નું સ્થાન તમારી ગર્ભાવસ્થાની મધ્યમાં એનોમલી અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દ્વારા શોધવામાં આવે છે.જો પ્લેસેન્ટા ગર્ભાશયની ગરદનને ઢાંકતું હોય તો તેને પ્લેસેન્ટા પ્રેવિયા કહેવામાં આવે છે; જો તે ગર્ભાશયની ગરદનને ઢાંકતું ન હોય, પણ ગર્ભાશયની ગરદનથી 20mm ની અંદર હોય તો તેને નીચાણવાળું પ્લેસેન્ટા કહેવામાં આવે છે.ગર્ભાવસ્થાના અંતિમ સમયની આસપાસ, સામાન્ય રીતે લગભગ 36 અઠવાડિયામાં પ્લેસેન્ટાનું સ્થાન ફરીથી તપાસવામાં આવે છે. 10 માંથી 9 મહિલાઓને તેમના ફોલો-અપ સ્કેન વખતે નીચાણવાળું પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા નથી હોતું.
આનો અર્થ શું છે?
મારા માટે
નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન રક્તસ્રાવ થવાની સંભાવના વધી જાય છે.ગર્ભાવસ્થાના અંત સમયે નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા ધરાવતી તમામ મહિલાઓને સિઝેરિયન જન્મની ભલામણ કરવામાં આવે છે.
મારા બાળક માટે
જો ગર્ભાવસ્થા દરમિયાન નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયાને લીધે યોનિમાર્ગમાંથી અત્યંત ભારે રક્તસ્રાવ થતો હોય, તો એનાંથી તમારા બાળકના સ્વાસ્થ્યને અસર થાય છે. જો કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન યોનિમાર્ગમાંથી અત્યંત ભારે રક્તસ્રાવ થાય તો સમય પહેલા બાળકનો જન્મ કરાવવાની જરૂર પડી શકે છે.જો તમને યોનિમાર્ગમાથી રક્તસ્રાવ, સંકોચન અથવા દુખાવો થાય તો તમારે વિના વિલંબ હોસ્પિટલમાં જવું જોઈએ.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેના વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ, સંકોચન અથવા દુખાવો થાય તો તમારે વિના વિલંબ હોસ્પિટલમાં જવું જોઈએ
આનાથી મારી જન્મની પસંદગી પર શી અસર પડશે?
ગર્ભાવસ્થાના અંત સુધી નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા ધરાવતી તમામ મહિલાઓને પૂર્વ આયોજિત સિઝેરિયન જન્મની ભલામણ કરવામાં આવે છે.સિઝેરિયન જન્મ દરમિયાન ભારે રક્તસ્રાવ થવાની શક્યતા છે અને રક્તસ્ત્રાવથી થતાં નુકશાનને ઓછું કરવા લોહી ચઢાવવાની અને દવાઓની જરૂર પડી શકે છે. જો રક્તસ્રાવને નિયંત્રિત કરવાનો બીજો કોઈ રસ્તો ન હોય તો, નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયાને લીધે સિઝેરિયન જન્મ સમયે તમારા ગર્ભાશય(હિસ્ટરેકટમી)ને દૂર કરવાની જરૂર ભાગ્યે જ પડી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા થવાનો આધાર અગાઉના સિઝેરિયન જન્મ, આસિસ્ટેડ પ્રજનન તકનીકો અને ધૂમ્રપાન પર રહેલો છે.
ગર્ભાવસ્થાની મધ્ય અવસ્થામાં નીચે સરી આવેલી નાળ તરીકે આ પરિસ્થીતિ અલ્ટ્રાસાઉન્ડના સૂક્ષ્મ અવલોકન વખતે જાણી શકાય છે. આવું ત્યારે થાય છે જ્યારે નાળ ગર્ભાશયના પ્રવેશદ્વારના તમામ અથવા થોડા ભાગને આવરી લે છે.જો તમને નીચે સરી આવેલી નાળ હોવાનું જણાયું, તો તમને 32-36 અઠવાડિયાની વચ્ચે ફરીથી સ્કેન (સૂક્ષ્મ અવલોકન) કરવામાં આવશે. મોટાભાગની નીચે સરી આવેલી નાળ 36 અઠવાડિયા સુધીમાં ગર્ભાશયના ઉપરના ભાગમાં જતી રહે છે, જો કે 10% કિસ્સામાં નીચે સરી આવેલી નાળ નીચે જ રહે છે. આને લીધે ગર્ભાવસ્થામાં અચાનક અને ગંભીર રક્તસ્રાવ થઈ શકે છે, જે હોય છે. ગંભીર નાળના અવરોધનાં કિસ્સામાં સિઝેરિયન દ્વારા બાળકનાં જન્મની ભલામણ કરવામાં આવી શકે છે, અને લોહી ચઢાવવાની જરૂર પડવાની સંભાવના વધારે હોઈ શકે છે.
પ્લેસેન્ટા એક્રેટા (નાળનું ગર્ભાશયની દિવાલ સાથે ચીપકી જવું)
નાળ ક્યારેક ગર્ભાશયની દિવાલમાં અસાધારણ રીતે પ્રત્યારોપણ કરી શકે છે. આ એક દુર્લભ સ્થિતિ છે જેને પ્લેસેન્ટા એક્રેટા તરીકે ઓળખવામાં આવે છે. જો ગર્ભાશય પર અગાઉના ઘા હોય તો પ્લેસેન્ટા એક્રેટા થવાનું જોખમ વધારે હોય છે, જેમ કે અગાઉની સિઝેરિયન શસ્ત્રક્રિયા, વખતે જો ગર્ભાશયમાં ઘા રહી ગયા હોય તો નાળ તેમાં પ્રવેશ કરી જાય છે. આ એક ખૂબ જ ગંભીર સ્થિતિ છે જેને સંભાળવી મુશ્કેલ હોઈ શકે છે અને પ્રસૂતિ સમયે ક્યારેક હિસ્ટરેકટમી (ગર્ભાશયને દૂર કરવા માટેની ઓપરેશન) કરવાની જરૂર પડે છે.
જો તમને સગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ, પ્રી-એક્લેમ્પસિયા અથવા ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસના કોઈપણ લક્ષણો હોય તો તરત જ તમારા મેટરનિટી ટ્રાયેજ (પ્રસૂતિ વખતની દેખભાળ)/મૂલ્યાંકન એકમને કૉલ કરો.
ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ ઓફ પ્રેગ્નન્સી (OC): વારંવાર પૂછાતા પ્રશ્નો
નિદાન કેવી રીતે થાય છે?
જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ફોલ્લીઓ વગર માત્ર ખંજવાળ આવે છે, તો તમારે લિવર ફંક્શન અને બાઈલ એસિડ લેવલ સહિતનાં બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. વધેલા બાઈલ એસિડ્સ ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ ઓફ પ્રેગ્નન્સી (ICP) નાં નિદાનની પુષ્ટિ કરશે જેને ઑબ્સ્ટેટ્રિક કોલેસ્ટેસિસ (OC) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આનો અર્થ શું છે?
મારા માટે
તમને ગંભીર ખંજવાળ આવી શકે છે જે ઘણીવાર હાથ અને પગથી શરૂ થઈને તમારા શરીર પર ગમે ત્યાં અસર કરી શકે છે. તમારા ડૉક્ટર તમને ખંજવાળ મટાડવા માટે દવા આપી શકે છે પરંતુ જ્યાં સુધી તમે બાળકને જન્મ ન આપો ત્યાં સુધી તે સંપૂર્ણપણે મટશે નહીં.
મારા બાળક માટે
જો બાઈલ એસિડ ખૂબ વધારે હોય (100 થી વધુ) તો ગર્ભમાં જ બાળકના મૃત્યુનું જોખમ વધી જાય છે, આથી નિદાન થયા પછી દર અઠવાડિયે એક વાર અથવા જ્યાં સુધી તમને ખંજવાળ આવે છે ત્યાં સુધી બાઈલ એસિડના સ્તરનું નિરીક્ષણ કરવામાં આવે તે જરૂરી છે.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
જો તમને ખંજવાળના લક્ષણો હોય અને તમને ICPનું નિદાન થાય, તો તમારી મેડિકલ ટીમ ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર બ્લડ ટેસ્ટની ભલામણ કરશે
તમારા લિવરના કાર્ય માટે બ્લડ ટેસ્ટ અને તમારા લોહીમાં બાઈલ એસિડની સાંદ્રતાની તપાસ નિયમિતપણે કરવામાં આવશે.
મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?
ગર્ભાવસ્થામાં ફોલ્લીઓ વિનાની ખંજવાળ, ખાસ કરીને તમારા હાથની હથેળીઓ અથવા તમારા પગના તળિયામાં.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમારૂં બાળક સામાન્ય રીતે હલનચલન કરતું નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.
ભલામણો
ઉપચારનાં વિકલ્પો
જો તમારું બાઈલ એસિડ 40 mmol/L કરતાં વધુ હોય, તો તમારા ડૉક્ટર ursodeoxycholic acid અથવા ગંભીર કિસ્સાઓમાં, રિફામ્પિસિન જેવી અન્ય દવાઓ સાથેની સારવારની ભલામણ કરી શકે છે. તમારી ખંજવાળની સારવાર એન્ટિહિસ્ટામાઈન ગોળીઓ અને મેન્થોલ સ્કીન ક્રીમથી કરી શકાય છે. જો તમને આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવે તો તમારી મેડિકલ ટીમ તમને એનું પ્રિસ્ક્રિપ્શન આપશે.
જન્મ આપવાનો સમય
જન્મ આપવાનો સમય તમારા બાઈલ એસિડના લેવલ પર નિર્ભર રહેશે પરંતુ જો બાઈલ એસિડ 100 mmol/L કરતાં ઓછું હોય તો જન્મ આપવાનો સમય સામાન્ય રીતે 38 અઠવાડિયા પછી અને જો બાઈલ એસિડ 100 mmol/L અથવા તેથી વધુ હોય તો લગભગ 36 અઠવાડિયા પછી હશે.
આની મારી જન્મ આપવાની પસંદગી પર શું અસર થશે?
આ સમય દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાને સતત મોનિટર કરવાની સૂચન કરવામાં આવશે, પછી તમને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થાય કે તમને પ્રેરિત કરવામાં આવે, આવું એટલા માટે કે ICP તમારા બાળકના હૃદયના કાર્યને અસર કરી શકે છે.
જન્મ પછીની દેખભાળ પર આની શું અસર થશે?
જો તમારૂં લિવર અસાધારણ રીતે ફંક્શન કરતું હોય, તો તમારે તમારા લિવર ફંક્શન લેવલની પુનઃતપાસ કરીને લિવર ફંક્શન હવે સામાન્ય છે એની ખાતરી માટે તમારા GPને મળવું પડશે.જન્મ પછી બાળકના ડૉક્ટર દ્વારા તમારા બાળકને તપાસવામાં આવશે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
એ પછીની સગર્ભાવસ્થામાં ICP થવાની શક્યતા લગભગ 50% જેટલી છે તેથી તમને ખંજવાળના લક્ષણો પર નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવશે અને તમારા ડૉક્ટર ગર્ભાવસ્થામાં તમારી દેખરેખના ભાગ રૂપે કેટલાક વધારાના બ્લડ ટેસ્ટ પણ કરી શકે છે.
મારા ભવિષ્ય/ લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આનો પ્રભાવ ઓછો કરી શકું?
ICP લાંબા ગાળે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી નથી કરતું, પરંતુ સંયુક્ત ઓરલ ગર્ભનિરોધક ગોળી લેતાં પહેલાં સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવે છે.આ રોગ મજબૂત આનુવંશિક જોડાણને કારણે પણ થાય છે તેથી તમે તમારી બહેનો અને પુત્રીઓને ચેતવી શકો છો કે તેઓને પણ ગર્ભાવસ્થા દરમિયાન આ માંદગી થવાનું જોખમ હોઈ શકે છે.