Helping your premature baby to develop

તમારા પ્રિમેચ્યોર(અકાલીન) બાળકના વિકાસમાં મદદ કરવી

Premature baby in an incubator પ્રિમેચ્યોર(અકાલીન) બાળકનો જન્મ એ ઘરે જવા સુધી લાંબી અને ભાવનાત્મક યાત્રાની શરૂઆત છે. આ સમય તમારા આખા પરિવાર માટે ખૂબ જ તણાવભર્યો હોઈ શકે છે. પ્રિમેચ્યોર બાળકનો વિકાસ પણ એ જ ક્રમમાં થાય છે જે રીતે તમારા ગર્ભાશયમાં થયો હોત. જ્યારે તમારું બાળક સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને વિકાસનાં ચોક્કસ સીમાચિહ્નો પર પહોંચે છે, ત્યારે જ તમે તેને ઉંચકી શકશો. બધા બાળકો અલગ-અલગ હોય છે અને તેમનાં વર્તન અને વિકાસમાં પણ તફાવત હોય છે. પ્રિમેચ્યોર બાળકોમાં આ તફાવત તેઓ જન્મ સમયે કેટલા પ્રિમેચ્યોર હતા તેનાં પર આધારિત હોય છે. તમે તમારા પ્રિમેચ્યોર બાળક પાસેથી કેવા વિકાસની અપેક્ષા રાખી શકો છો અને તેમના વિકાસમાં મદદ કરવા માટે તમે શું કરી શકો છો એ અહીં જાણો.

23 થી 27 અઠવાડિયાની ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો તમે મદદ માટે શું કરી શકો
23 અઠવાડિયા: આંખો બંધ છે, હલનચલન નજીવું છે. તમે તમારા બાળકને કેવી રીતે સ્પર્શ કરી શકો તે તમારા બાળકની નર્સ પાસેથી શીખો. BLISS ફેમિલી હેન્ડબુકથી પરિચિત થાઓ.
24 અઠવાડિયા: બાળકની ત્વચા ખૂબ જ પાતળી અને પારદર્શક છે. તમારા બાળક સાથે ધીમેથી વાત કરો. તે તમને સાંભળી શકે છે.
25 અઠવાડિયા: તમારા બાળકનું શરીર ચરબી વગરનું અને દુર્બળ છે. તેના હાથ અને પગ પોચાં છે. તમારા બાળકમાં સ્નાયુ હજુ વિકસિત થયાં નથી. તમારા બાળકને કેવી રીતે પકડવું અને કઈ સ્થિતિમાં રાખવું તે વિશે તમારા બાળકની નર્સને પૂછો. કાપડનો એક નાનો ટુકડો તમારા બાળક પાસે રાખો જેમાં તમારી ગંધ હોય.
26 અઠવાડિયા: તમારા બાળકની આંખો ખુલવા લાગશે પરંતુ તે હજી ફોકસ કરી શકતું નથી. એ ખૂબ ઊંઘશે. તમારા બાળકના મગજના શ્વાસોચ્છવાસને ઉત્તેજિત કરતો ભાગ હજી સંપૂર્ણ રીતે વિકસિત થયો નથી, તેથી શ્વાસોશ્વાસ વચ્ચે વિરામ સામાન્ય છે. પ્રકાશ શક્ય તેટલો મંદ રાખો. તમારા બાળકની આંખોને તેજસ્વી પ્રકાશથી બચાવો જેથી તમારું બાળક આંખો ખોલવાનો પ્રયાસ કરી શકે.
27 અઠવાડિયા: તમારું બાળક મોટો અવાજ થતાં ચોંકી શકે છે. અચાનક થતાં અવાજને ટાળો. પોઝિશનિંગને યાદ રાખો.

28થી 32 અઠવાડિયાની ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો તમે મદદ માટે શું કરી શકો
28 અઠવાડિયા: તમારા બાળકની હિલચાલ આંચકાજનક અને ચીડભરી હોઈ શકે છે. તે હાથ પકડે છે અને ચૂસવાની પ્રતિક્રિયા બતાવે છે પરંતુ તે હજુ પણ અશક્ત છે. ત્વચાથી ત્વચાના સંપર્ક (કાંગારૂ મધર કેર) વિશે નર્સને પૂછો. તમારી આંગળી પકડવા દો. તમારું બાળક બિન-પૌષ્ટિક સાધન પકડી શકે છે.
29 અઠવાડિયા: સાંભળવાની અને સૂંઘવાની ક્ષમતાને લીધે તમારૂં બાળક તમને ઓળખશે. બાળકની મુલાકાત લેતી વખતે તેની સાથે હળવેથી વાત કરો. તેનાં માટે ટૂંકી વાર્તાઓ વાંચો અથવા બાળગીતો ગાઓ.
30 અઠવાડિયા: તમારૂં બાળક થોડી વાર સતર્ક અને થોડી વાર ઊંઘમાં રહેશે. એ હવે તમારો ચહેરો ઓળખી શકે છે. તમારા બાળકમાં સતર્કતાના સમયગાળાનું અવલોકન કરો, જેથી તે તમને જોઈ શકે અને તમારી સાથે સંપર્ક બનાવી શકે
31 અઠવાડિયા: તમારું બાળક થોડી વાર માટે તેની આંખો પહોળી રાખી શકશે. તમારા ચહેરાને ધીમે ધીમે આગળ અને પાછળ ખસેડશો તો તમારું બાળક તમને અને તમારી આંખોને અનુસરશે.
32 અઠવાડિયા: તમારા બાળકને ચૂસવામાં વધુ રસ હશે અને તે ફીડિંગ ટ્યુબને ચૂસતું દેખાઈ શકે છે. ટ્યુબ ફીડ્સ સાથે બિન-પૌષ્ટિક ફીડ ઓફર કરો. કપ ફીડ્સ યોગ્ય છે કે નહીં તે વિશે તમારા બાળકની નર્સ સાથે વાત કરો.

33થી 37 અઠવાડિયાની ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો તમે મદદ માટે શું કરી શકો
33 અઠવાડિયા: હવે ઊંઘવાનાં અને જાગવાનાં વારા સ્પષ્ટ છે. તમારું બાળક ખાટલા અને ઇન્ક્યુબેટરમાં ઘણું ફરતું હશે. તમારા બાળકનું ધ્યાન ચૂસવા, ગળે ઉતારવા અને શ્વાસ લેવા પર કેન્દ્રિત કરવા માટે ખોરાકના સમયની આસપાસ એને શાંત વાતાવરણ પ્રદાન કરો.
34 અઠવાડિયા: તમારું બાળક હાથ અને બિન-પૌષ્ટિક સાધનો ચૂસતું હોઈ શકે છે. સ્તન ઓફર કરો, અથવા તમારી પોતાની બોટલ અને ટીટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરો. તમારા બાળકને ધીમે-ધીમે પોઝીશનમાં થતા ફેરફારોની આદત પડી જાય તે માટે તેને હલાવતાં રહેવાને બદલે એક પોઝિશનમાં પકડી રાખો.
35 અઠવાડિયા: તમારું બાળક જ્યારે ભૂખ્યું હોય ત્યારે જાગી શકે છે, નેપ્પી ભીની અથવા ગંદી થતાં રડી શકે છે. તમારા બાળકને તમારા ચહેરા તરફ જોવા દો. જ્યારે તમારું બાળક હલકી ઊંઘમાં હોય ત્યારે હળવા અવાજમાં વાત કરો અથવા ગીત ગાઓ.
36 અઠવાડિયા: તમારા બાળકનું ઊંઘવાનું/જાગવાનું ચક્ર વધુ સુસંગત બની શકે છે. તમારૂં બાળક ઇચ્છે છે કે તમે તેને વધુ પકડી રાખો અને ગળે લગાવો. માતા-પિતાનો અવાજ, ગંધ અને ચહેરા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
37 અઠવાડિયા: તમારા બાળકનું વજન વધતું હોવું જોઈએ અને તેના ગાલ વધુ ભરેલાં હોવાં જોઈએ. તમારા બાળક સાથે બને તેટલો સમય વિતાવો. રાત્રિરોકાણ માટે આ યોગ્ય સમય છે. ટીમને રિસુસિટેશન ટ્રેઈનિંગ વિશે પૂછો.

37 અઠવાડિયા પછી

જો તમારું બાળક સ્વસ્થ છે, તો તમારી અને તમારા બાળકની છેલ્લાં 35 અઠવાડિયાની પ્રવૃત્તિને આગળ વધારવાનો સમય આવી ગયો છે. તમારા બાળકનું વજન સારી રીતે વધતું હોવું જોઈએ, ખુલ્લા પલંગમાં તેનું તાપમાન જળવાઈ રહેવું જોઈએ અને તેણે માતાનું અથવા બોટલનું દૂધ પીવું જોઈએ.
  • તમારા બાળક સાથે નાની વૉક લો અને બાઉન્સી ચેરમાં તમારા બાળક સાથે થોડો સમય પસાર કરો.
  • વધુ ઇન્ટરેક્ટિવ અને દેખાવમાં પ્રરણાદાયક રમકડાંનો ઉપયોગ કરો.
  • તમારા બાળકના આખા દિવસની યોજના બનાવવા વિશે નિયોનેટલ ટીમ સાથે વાત કરો જેમ કે દિવસ/રાત્રિ/નહાવાનો સમય/રમતનો સમય.
  • તમારું ઘર બાળકને આવકારવા માટે તૈયાર છે તેની ખાતરી કરો.
  • ખાતરી કરો કે બાળકની રેડ બુક (પર્સનલ ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડ બુક) હોસ્પિટલથી રજા પહેલાં પૂર્ણ થઈ છે.