કેટલીક વાર બાળકો ઘણું વહેલું જન્મે છે અથવા એટલા અસ્વસ્થ હોય છે કે સઘન સંભાળ લેવા છતાં તેમના માટે જીવવું ખૂબ મુશ્કેલ બને છે. તમારા માટે અને તમારા પરિવાર માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હશે. તમારા બાળકે તેના જન્મથી જ તમને મળવા અને તમારી સાથે રહેવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હશે.જ્યારે તમારું બાળક હજી જીવતું હોય, ત્યારે તમે તેમની સાથે યાદગીરી બનાવી શકો છો જેમ કે તેમના હાથ અને પગની પ્રિન્ટ બનાવવી, તમારા બધાનાં ફોટા અને વિડિઓ એકસાથે લેવા, તે હજુ સુધી મળ્યું ન હોય તેવા ભાઈ-બહેનો અને પરિવારજનો સાથે પરિચય કરાવવો, તેને તમારા મનપસંદ પુસ્તકો વાંચી સંભળાવવા અને તેનાં જન્મની ઉજવણી કરવી. તમારા બાળકની દેખભાળ કરવામાં તમને મદદ કરતી નિયોનેટલ ટીમ આ બધી બાબતો અને તમારી અન્ય કોઈ પણ વિનંતી પર તમારી મદદ કરી શકશે.
તમારા બાળકની લાઈફ કેરનો અંત
જો નવજાત ટીમે તમારા બાળકના મૃત્યુ વિશે તમને જાણ કરી હોય, તો તેઓ પોતાનું લક્ષ્ય તેની ઍક્ટિવ કેરથી બદલીને તેને મહત્તમ રાહત આપવા પર કેંદ્રિત કરી શકે છે. આમાં તમારા બાળક પર બને એટલી ઓછી પીડાદાયક પ્રક્રિયાઓ કરવી અથવા તેને રાહત આપવા માટે કેટલીક દવાઓ શરૂ કરવાનો સમાવેશ થઈ શકે છે.બની શકે ત્યારે ટીમ તમારી સાથે ચર્ચા કરશે કે જ્યારે બાળકને એક્ટિવ સારવાર આપવાનું બંધ કરીને તેને રાહત કેંદ્રિત દેખરેખ આપવાનું શરૂ થાય, ત્યારે તમે તેની સાથે ક્યાં રહેવા માંગો છો. સામાન્ય રીતે આ સ્થળ હોસ્પિટલ હોય છે, પરંતુ હોસ્પાઇસ અથવા ઘર પણ હોઈ શકે છે. નિયોનેટલ સ્ટાફ આ નિર્ણયો લેવામાં તમને મદદ કરશે. નિયોનેટલ ટીમ તમારો પરિચય પેલિએટિવ કેર ટીમ સાથે પણ કરાવશે, જેઓ મર્યાદિત આવરદા ધરાવતા બાળકોની દેખભાળ કરવામાં નિષ્ણાત છે.ટીમ તમારી સાથે એ પણ ચર્ચા કરશે કે તમારા બાળકને થયેલી બીમારી વિશે વધુ જાણી શકાય તે માટે તમે તમારા બાળકની પોસ્ટમોર્ટમ પરીક્ષા કરાવવા ઇચ્છશો કે નહીં. એવા કેટલાક કિસ્સા પણ છે કે જેમાં આ નિર્ણય કોરોનર લઈ શકે છે.
તમારું બાળક નિયોનેટલ વોર્ડમાં મૃત્યુ પામ્યા પછી
મૃત્યુ સમયે તમારા બાળકની દેખભાળ પૂરી પાડવા માટે નિયોનેટલ યૂનિટ સ્ટાફ તમને મદદ કરશે. તેઓ તમને મૃત્યુનું પ્રમાણપત્ર આપશે અને તમારા બાળકના મૃત્યુની નોંધણી કરવા વિશે તમને જરૂરી બધી માહિતી પ્રદાન કરશે. તમારા બાળકના મૃત્યુના થોડા અઠવાડિયા પછી તેનાં વિશે વાત કરવા માટે તમને બિરીવમેંટ અપૉઇંટમેંટ ઑફર કરવામાં આવશે. એક બિરીવમેંટ(વિરહ) નર્સ પણ તમારી સાથે નિયમિત સંપર્કમાં રહેશે.