પ્રસુતિ અને જન્મ દરમિયાન તમારા સહયોગીને સહકાર આપવો એ તમારા બંને માટે લાભદાયી અને બંધનનો અનુભવ હોઈ શકે છે. પ્રસુતિ અને જન્મ વિશેની તમારા બંનેની જરૂરિયાતો અને પસંદગીઓ વિશે વિચારવામાં તમારી સહાયતા કરવા માટે ઍપમાં પર્સનલાઈઝ્ડ બર્થ પ્રેફરન્સ પ્લાન્સનો ઉપયોગ કરો.પ્રસૂતિ દરમિયાન સારી રીતે હાઇડ્રેટેડ અને પોષણયુક્ત રહેવાથી તમને સજાગ રહેવામાં મદદ મળશે, તેથી નૉન-પેરિશેબલ નાસ્તા અને પીણાં સાથે રાખો. જો પ્રસૂતિ લાંબી હોય, તો પ્રસંગોપાત વિરામ પણ લઈ શકો છો. ખાસ કરીને પ્રસુતિ પહેલાં તમારા જીવનસાથી સાથે આ વિશે વાત કરો જેથી દરેકની અપેક્ષાઓ પૂરી થઈ શકે.જો તમે હોસ્પિટલની બૅગ પેક કરવામાં મદદ કરી હોય, તો તમારા નવજાત બાળક માટેની ટોપી અને નેપી ક્યાં છે એ તમને ખબર હશે, કારણ કે આ વસ્તુઓની સૌથી પહેલાં જરૂર પડશે.હોસ્પિટલની પોલિસીનાં આધારે પ્રસૂતિ દરમિયાન એક કરતાં વધુ સાથી રાખવાનું શક્ય બની શકે છે. પ્રસુતિ પહેલાં તમારી દાયણ પાસેથી આની માહિતી મેળવી લેવી જોઇએ.