Antenatal classes

પ્રસૂતિ પહેલાના વર્ગો

Mothers-to-be and their birth partners attending a antenatal class પ્રસૂતિ પહેલાનું શિક્ષણ (જેને જન્મ આપવા માટેની તૈયારી અથવા બાળઉછેરની કળા શીખવાનાં વર્ગો તરીકે પણ ઓળખવામાં આવે છે) તમને તમારા બાળકના જન્મ માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે, તમને વિશ્વાસ અને માહિતી આપી શકે છે. તમે તમારા બાળકનાં જન્મમાં ભાગીદાર વ્યક્તિ સાથે આ વર્ગોમાં હાજરી આપી શકો છો જેથી કરીને તમે તમારા બાળકના આગમન માટે સાથે મળીને તૈયારી કરી શકો. પ્રસૂતિ પહેલાંનું શિક્ષણ એ અન્ય માતા-પિતા સાથે મિત્રતા બનાવવાનો પણ સારો માર્ગ છે જેઓ તમારા જેવા જ સમયે બાળકોની અપેક્ષા રાખતા હોય છે. આ મિત્રતા માતા-પિતાને તેમના નવા બાળક સાથે શરૂઆતના થોડા મહિનાઓ દરમિયાન મદદ કરી શકે છે. પસંદ કરવા માટે બે પ્રકારના વર્ગ ઉપલબ્ધ છે:
  • તમારા સ્થાનિક પ્રસૂતિ યૂનિટ અથવા બાળકોના કેન્દ્રમાં મફત NHS દ્વારા લેવામાં આવતા પ્રસૂતિ પૂર્વેના વર્ગો ઉપલબ્ધ છે. તમારી દાયણને આ વર્ગો વિશે પૂછો
  • ખાનગી/સ્વતંત્ર પ્રસૂતિ પહેલાના વર્ગો.
જ્યારે તમે લગભગ 28-32 અઠવાડિયાની ગર્ભવતી હોવ ત્યારે મોટા ભાગના પ્રસૂતિ પહેલાના વર્ગો શરૂ કરી શકાય છે, પરંતુ ઘણી વખત અગાઉથી તેની નોંધણી થઈ જાય છે તેથી તમારી જગ્યા માટે વહેલી નોંધણી કરાવી લેવી સારું રહેશે. જોડિયા/ત્રણ બાળકોની અપેક્ષા રાખતી મહિલાઓ માટે પ્રસૂતિ પહેલાના વિશિષ્ટ વર્ગો છે અને તમારી દાયણ અથવા ડૉક્ટર તમને આ વિશે જરૂરી માહિતી આપશે. પ્રસૂતિ પહેલાના વર્ગો દ્વારા આવરી લેવામાં આવતા વિષયોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
  • ગર્ભાવસ્થામાં આરોગ્ય, તંદુરસ્ત આહાર સહિત
  • ગર્ભાવસ્થા દરમિયાન તમને તંદુરસ્ત અને સક્રિય રાખવા માટે કસરતો
  • શ્રમ અને જન્મ દરમિયાન શું થાય છે તેની જાણકારી
  • પ્રસૂતિની પીડાનો કરવાની તકનીકો અને પીડામાં રાહત વિશેની માહિતી
  • વિશ્રામ મેળવવાની તકનીક
  • જન્મના વિવિધ પ્રકારો વિશે માહિતી (યોનિમાર્ગ, વેન્ટાઉસ અથવા ફોર્સેપ્સની સહાયતા, સિઝેરિયન)
  • તમારા બાળકની સંભાળ રાખવી અને તેને ખવડાવવું
  • બાળકને જન્મ આપ્યા પછી તમારું સ્વાસ્થ્ય
  • સગર્ભાવસ્થા, બાળકનાં જન્મ અને ત્યાર પછીની ભાવનાઓ અને લાગણીઓ.
આ વર્ગોમાં કોઈ પણ વ્યક્તિ હાજરી આપી શકે છે – તે તમારું પ્રથમ બાળક છે કે તમારું પાંચમું બાળક છે તેનાથી કોઈ ફરક પડતો નથી! તેમના માટે ટૂંકી વિડિઓઝની શ્રેણી બનાવવામાં આવી છે: