પ્રારંભિક ગર્ભાવસ્થા ઘણા શારીરિક લક્ષણો અને મિશ્ર ભાવનાઓ (લાગણીઓ) સાથે આવે છે, જે માંથી કેટલાક તમારા ગર્ભાવસ્થા માટેનો પોઝિટિવ ટેસ્ટ થાય તે પહેલાં શરૂ થઈ શકે છે.આમાં સામેલ છે:
પીડાદાયક (સંવેદનશીલ), ભારે સ્તનો
ઉબકા અથવા ઉલ્ટી
થાક અથવા અનિન્દ્રા
વારે વારે પેશાબ કરવાની આવશ્યકતા
હળવા ધબ્બા (સ્પોટિંગ)અથવા રક્તસ્રાવ, ક્યારેક પેટમાં હળવા ખેંચાણ(દુખાવા) સાથે
પેટ (પેડુ) અને પીઠ અને તમારા પગના ઉપરના ભાગ પર ખેંચાણ અને તણાવની લાગણી
પીઠનો દુખાવો
વધારે ગેસ (હવા) સાથે ફૂલેલું અનુભવવું
ઝાડા અથવા કબજિયાત
માથાનો દુખાવો
ચક્કર આવવું અથવા લથડવું
ભાવનાત્મક રીતે તમે મૂડ સ્વિંગ(મૂડમાં સતત બદલાવ) અનુભવી શકો છો અથવા રડવાનું અનુભવી શકો છો અને સરળતાથી ચિડાઈ શકો છો. આ બધી સામાન્ય પ્રતિક્રિયાઓ છે કારણ કે તમારું શરીર ગર્ભાવસ્થાના હોર્મોન્સના વધતા સ્તરને અનુકૂળ થાય છે. ગર્ભાવસ્થા આગળ વધવાની સાથે આ લક્ષણો સામાન્ય રીતે ગાયબ થઈ જાય છે. જો તે જતાં નથી તો તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.