NHS સેવાઓમાં સુરક્ષા
આ ડોક્યુમેન્ટ મેટરનિટી સર્વિસિસમાં ગુણવત્તાસભર દેખરેખ અને મહત્તમ સલામતી આપવાનાં NHS ઇનિશિએટિવનાં ઉદ્દેશ્યને દર્શાવે છે. કેરને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને તમે વધુ સપોર્ટ કઈ રીતે મેળવી શકો છો એ સમજવામાં આ તમારી મદદ કરશે.
NHS લોંગ ટર્મ પ્લાન (2019)નું લક્ષ્ય છે:
- જન્મ આપનાર મહિલાઓ, તેમનાં પાર્ટનર્સ અને પરિવારોનાં માનસિક સ્વાસ્થ્યને શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વ આપીને તેમને અપાતા સપોર્ટનાં ઍક્સેસમાં સુધારો કરવો. ઍપમાં સ્થાનિક માહિતી જુઓ અથવા તમારા હેલ્થકેર પ્રોફેશનલ સાથે વાત કરો.
- NHS ઈંગ્લેન્ડ સેવિંગ બેબીઝ લાઈવ્સ કેર બંડલ સ્ટાન્ડર્ડ્સ સાથે નીચેની બાબતો દ્વારા બાળકની સલામતીમાં સુધારો કરવો:
- 1. ઑટોનોમી અને નિર્ણયોની પસંદગી સાથે વ્યક્તિગત દેખભાળની ઑફર કરવી.
- 2. ધૂમ્રપાન ઘટાડવા માટે સપોર્ટ ઑફર કરવો.
- 3. જે શિશુઓની વૃદ્ધિ ધીમી વૃદ્ધિ હોવાનું જોખમ છે તેમના માટે યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ
- 4. ગર્ભવતી મહિલાઓને બાળકની હલનચલનમાં થતાં ઘટાડા અંગે તાત્કાલિક જાણ કરવાનું મહત્વ સમજાવવું.
- 5. પ્રસૂતિ અને જન્મ દરમિયાન બાળકનાં સ્વાસ્થ્યનું અસરકારક મોનિટરિંગ કરવું.
- 6. પ્રિટર્મ જન્મોની સંખ્યા ઘટાડવી અને જો પ્રિટર્મ ડિલિવરી અટકાવી ન શકાય તો દેખરેખને ઑપ્ટિમાઇઝ કરવી
a) અનુમાન
- જન્મ આપનાર વ્યક્તિનું રિસ્ક એસેસમેન્ટ કરીને જોખમનું સ્તર નીચું, મધ્યવર્તી કે ઉચ્ચ છે, એ ધ્યાનમાં રાખીને પર્સનલાઈઝ્ડ કેર પ્લાન વિકસાવવો.
b) નિવારણ
- ગર્ભાવસ્થાના 12 અઠવાડિયાથી એસ્પિરિનની આવશ્યકતા છે કે કેમ તે તપાસો.
- ધૂમ્રપાન બંધ કરવામાં સપોર્ટ કરો.
- પેશાબના ચેપને સ્ક્રીન કરવા માટે એન્ટેનેટલ અપૉઇંમેંટ (બુકિંગ એપોઇન્ટમેન્ટ) સમયે યુરિન ટેસ્ટ કરો. જો સારવાર સૂચવવામાં આવે, તો સારવાર પછી ચેપ મટી ગયો છે તેની ખાતરી માટે ફરીથી યુરિન ટેસ્ટ કરવી જોઈએ.
c) તૈયારી
- તમારા બાળકને સપોર્ટ મળે તે માટે યોગ્ય નિયોનેટલ કેર સેવાઓ ધરાવતા મેટરનિટી યૂનિટમાં તેનો જન્મ થાય તેની ખાતરી કરવા માટે જન્મસ્થળને પહેલેથી ઑપ્ટિમાઇઝ કરો.
- જન્મ આપનારી મહિલાઓને 24 અને 33+6 અઠવાડિયાની વચ્ચે, ખાસ કરીને જન્મના 48 કલાક પહેલાં કોર્ટીકોસ્ટેરોઈડ ઈન્જેક્શન આપવામાં આવે છે. આ તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ, આંતરડાની સમસ્યાઓ અથવા મગજમાં રક્તસ્ત્રાવ થવાના જોખમને ઘટાડશે.
- જન્મ આપનાર મહિલાઓ જેઓ કુદરતી રીતે લેબરમાં હોય અથવા આગામી 24 કલાકની અંદર આયોજિત પ્રિટર્મ જન્મ આપવાની હોય, તેમનાં બાળકમાં મગજનાં લકવાનું જોખમ ઘટાડવા માટે ગર્ભાવસ્થાના 24+0 અને 29+6 અઠવાડિયાની વચ્ચે મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્ફ્યુઝ કરવાની ઑફર કરવામાં આવે છે (અથવા આ ઇન્ફ્યુઝન માટે ગર્ભાવસ્થાના 30+0 અને 33+6 અઠવાડિયા વચ્ચેનો સમય ગણવામાં આવે છે.)
- તમારા અને તમારા બાળકનાં સામાન્ય સ્વાસ્થ્યમાં સુધારો કરવો.
- NHS ઈંગ્લેન્ડ તમારા હાલનાં સ્વાસ્થ્ય અને એને લગતી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે દર 6-8 અઠવાડિયે તમારા સામાન્ય પ્રેક્ટિશનર (GP) દ્વારા કરવામાં આવતી તમારી અને તમારા બાળકની તપાસને ફંડ કરે છે.
ઓકેન્ડેન રિપોર્ટ (2020)
આ રિપોર્ટનો ઉદ્દેશ્ય ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકનાં જન્મ પછી તમારા માટેની સલામતીમાં સુધારો કરવાનો છે:- જ્ન્મ આપનાર વ્યક્તિ માટે તૈયાર કરવામાં આવેલી કેર તેની જરૂરિયાતોને અનુરૂપ છે એની ખાતરી કરવા માટે તેનાં સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિનું રિસ્ક એસેસમેન્ટ કરીને મેટરનિટી યૂનિટની સલામતીમાં સુધારો કરવો.
- જન્મ આપનાર મહિલા, તેમનાં પાર્ટનર્સ અને તેમના પરિવારોની વાત સાંભળવામાં આવે એનું ધ્યાન મેટરનિટી સર્વિસે રાખવું જોઇએ.
- જટિલ ગર્ભાવસ્થામાં ચર્ચા કરીને યોગ્ય નિપુણતા ધરાવતા લોકો દ્વારા કેર મેનેજ કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યાં નિષ્ણાત કેન્દ્રો પર રેફરલ્સ કરવામાં આવે છે.
- પ્રસૂતિ સેવાઓ લેબર દરમિયાન બાળકની દેખરેખ માટે અનુરૂપ શ્રેષ્ઠ રીતને અનુસરે છે.
- ઇચ્છિત જન્મસ્થળ અને જન્મનાં પ્રકારની પસંદગીની સુવિધા માટે સચોટ માહિતીની ઍક્સેસ આપવી.
- જો અંગ્રેજીમાં વાતચીત મુશ્કેલ હોય તો ખાતરી કરો કે અનુવાદ સેવાઓ ઉપલબ્ધ છે.
ભાગીદારીમાં લેવાયેલ નિર્ણય
- તમામ વ્યાવસાયિકોએ તમને સચોટ, મૂલ્ય-આધારિત નિર્ણયો લેવામાં મદદ કરવી જોઈએ:
- તમને ઉપલબ્ધ વિકલ્પો તેમના ફાયદા અને ગેરફાયદા સહિત સમજાવવા જોઈએ, જેથી તમે એ મુજબ શ્રેષ્ઠ પસંદગી કરી શકો.
- િર્ણયો લેવા માટે તમને સક્ષમ બનાવવા – બધા વ્યાવસાયિકોએ તમને સચોટ, મૂલ્ય-આધારિત નિર્ણયો લેવામાં મદદ કરવી જોઈએ:
- તમે પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો:
- મારી પાસે કયા વિકલ્પો છે?
- આ દરેક વિકલ્પોનાં ફાયદા અને ગેરફાયદા શું છે?
- યોગ્ય નિર્ણય લેવા માટે હું કઈ રીતે સપોર્ટ મેળવી શકું?
