એવી ઘણી અસરકારક એન્ટી-સિકનેસ (રોગ નિરોધક) દવાઓ છે જે જરૂરી હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન પણ લઈ શકાય છે. હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) સામાન્ય રીતે પ્રથમ ત્રિમાસિકમાં વધુ ખરાબ હોય છે અને વિલંબ કર્યા વિના તેની સારવાર શરૂ કરવી મહત્વપૂર્ણ છે.ઉબકા અને ઉલટી માટે સૌથી વધુ અસરકારક દવાઓને ગર્ભાવસ્થામાં લેવા માટે લાઇસન્સ અપાતું નથી. આનો અર્થ એ બિલકુલ નથી કે તે દવાઓ સુરક્ષિત નથી અથવા તેમનો ઉપયોગ ન કરી શકાય. ગર્ભાવસ્થામાં દવા લેવી એટલે વ્યક્તિને સારવાર વિના છોડી દેવાના સંભવિત જોખમો સાથે દવાના સંભવિત ફાયદાઓની તુલના કરવી. જો HGની સારવાર ન થાય, તો એ માતા અને બાળક બન્ને માટે જોખમી પુરવાર થઈ શકે છે એ યાદ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે, દવા સંભવિત જોખમોને ઘટાડે છે.એક સમયે એક કરતાં વધુ પ્રકારની દવા લેવાથી વધુ અસર થાય છે. આનો કોઈ ઈલાજ તો નથી, પરંતુ તમને 48 કલાકની અંદર એ ચોક્કસ સમજાઈ જશે કે તમને પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી દવા તમારા પર અસર કરી રહી છે કે નહીં. જો દવા અસર ન કરતી હોય, તો તમે GP સાથે વાત કરીને બીજી દવાઓ અજમાવી શકો છો.