ટોક્સોપ્લાસ્મોસિસ (સંક્રમિત બિલાડીથી થતો એક ચેપી રોગ)
ટોક્સોપ્લાસ્મોસીસ એ એક ચેપ (સંક્રમણ) છે જે બિલાડીના મળ (પૂ), દૂષિત માટી અથવા દૂષિત માંસ સાથે સીધા સંપર્ક દ્વારા ગ્રસિત થવાય છે. મોટા ભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે તેમને આ રોગ છે, પરંતુ તે ફ્લૂ (ઇન્ફલુએન્ઝા) જેવા લક્ષણોનું કારણ બની શકે છે અને તે તમારા અજાત બાળકને નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભવતી મહિલાઓને બાગકામ કરતી વખતે અથવા બિલાડીના કચરાનું સંચાલન કરતી વખતે મોજા પહેરવાની અને માટીના તમામ નિશાનો દૂર કરવા માટે ફળો અને શાકભાજીને સારી રીતે ધોવાની સલાહ આપવામાં આવે છે. અમે ટોક્સોપ્લાસ્મોસિસ માટે નિયમિતપણે પરીક્ષણ કરતા નથી કારણ કે આ રોગ ખૂબ જ દુર્લભ છે.
ક્લેમીડિયા, હર્પીસ અને ગોનોરિયા જેવા જાતીય રોગો વધુને વધુ સામાન્ય બની રહ્યા છે અને જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન આ ચેપી રોગોની સારવાર ન કરવામાં આવે તો તમારા બાળક માટે જોખમી બની શકે છે. જો તમે ચિંતિત હોવ કે તમે અથવા તમારા જીવનસાથીને કોઈપણ જાતીય રોગના સંપર્કમાં આવ્યા હશે તો કૃપા કરીને સંપૂર્ણ જાતીય સ્વાસ્થ્ય તપાસ માટે તમારા સ્થાનિક જાતીય સ્વાસ્થ્ય સેવા ક્લિનિકમાં જાવ.
પારવો નામનો વાયરસ ખૂબ ચેપી હોય છે અને સામાન્ય રીતે બાળકોને અસર કરે છે. મુખ્ય લક્ષણમાં ચહેરા પર લાલ ફોલ્લીઓ થાય છે. તેની સાથે હળવો તાવ, માથાનો દુખાવો અને ગળામાં દુખાવો પણ હોઈ થઈ શકે છે. જો તમે તમને ગર્ભાવસ્થામાં પરવો નામના વાયરસનો ચેપ લાગે છે તો તે તમારા બાળક માટે હાનિકારક બની શકે છે. જો તમને લાગતું હોય કે તમે પરવો નામના વાયરસના સંપર્કમાં આવ્યા હોવ તો કૃપા કરીને તમારા GP અથવા દાયણ સાથે વાત કરો.
દુર્લભ હોવા છતાં, ગર્ભાવસ્થામાં લિસ્ટરિઓસિસ ચેપ નવા જન્મેલા બાળકોમાં કસુવાવડ, મૃત્યુ અથવા ગંભીર બીમારી તરફ દોરી શકે છે. લિસ્ટેરિયા બિનપાશ્ચરાઇઝ્ડ દૂધમાં અને પેટે સહિત ઘણા ઠંડા ખોરાકમાં જોવા મળે છે.
GBSએ એક સામાન્ય સૂક્ષ્મ જંતુઓ હોય છે જેનું દર 10 મહિલાઓમાંથી 2-4 મહિલા યોનિ અને ગુદામાર્ગમાં વહન કરે છે. GBS વહન કરવું તમારા માટે હાનિકારક નથી, અને એમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. જીબીએસ પ્રસંગોપાત નવજાત બાળકોમાં ગંભીર ચેપનું કારણ બને છે, અને એ પણ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પહેલા ખૂબ જ ભાગ્યે જ. GBS પેશાબ અથવા યોનિમાર્ગ/ગુદામાર્ગ માંથી રૂ માં લીધેલ નમૂનાનાં પરીક્ષણો દ્વારા શોધી શકાય છે. NHS નિયમિતપણે તમામ સગર્ભા મહિલા ઓનું GBS ટેસ્ટ કરતું નથી. જો કે, જો તે તમારી વર્તમાન અથવા પાછલી ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળ્યું હોય અથવા જો તમને ભૂતકાળમાં GBSનો ચેપ લાગ્યો હોય તો, તમારા નવજાત શિશુમાં ચેપનું જોખમ ઘટાડવા માટે તમને પ્રસૂતિ દરમિયાન નસમાં જીવાણુનાશક દવા આપવામાં આવશે.
ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ (GBS) એક બેક્ટેરિયમ છે જે શરીરમાં રહે છે અને તમને કોઈ નુકસાન પહોંચાડતું નથી; પણ તે જન્મ સમયે બાળકને ગંભીર ચેપ લગાવી શકે છે. GBS 40% મહિલાઓની યોનિ અથવા ગુદામાર્ગમાં થાય છે. તે યોનિમાર્ગનાં અથવા રેક્ટલ સ્વેબ અથવા યુરિન ટેસ્ટમાં પણ મળી આવે છે. યુકેમાં GBS ના કેરેજ માટે હાલમાં કોઈ સ્ક્રીનીંગ પ્રોગ્રામ નથી.
આનો અર્થ શું છે?
મારા માટે:
જો તમને તમારી વર્તમાન ગર્ભાવસ્થામાં GBS છે એવું જણાય તો તમારા બાળકને જીબીએસ ચેપ લાગવાની શક્યતા ઓછી થાય તે માટે તમને પ્રસૂતિ દરમિયાન નસમાં એન્ટિબાયોટિક્સ લેવાની ભલામણ કરવામાં આવશે.જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેશાબમાં GBS જોવા મળે, તો તમારે એન્ટિબાયોટિક સારવાર લેવી પડશે.
મારા બાળક માટે:
મોટા ભાગના બાળકો જે જન્મ દરમિયાન GBS ના સંપર્કમાં આવે છે તેઓ સ્વસ્થ હોય છે અને તેમને GBS ચેપ લાગતો નથી. જો બાળકમાં GBS ચેપના લક્ષણો દેખાય, તો તાત્કાલિક સારવારથી મોટા ભાગના બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. જીબીએસનો ચેપ ભાગ્યે જ નવજાત શિશુનાં મૃત્યુ અથવા લાંબા ગાળાની વિકલાંગતાનું કારણ બની શકે છે.
મેડિકલ ટીમ શું સલાહ આપશે?
પ્રસૂતિ દરમિયાન તમારા માટે ઇન્ટ્રાવેનસ એન્ટિબાયોટિક પ્રોફીલેક્સિસ (IAP). જો જન્મ પછી તમારા બાળકને કોઈ સમસ્યા હોય, તો નિઓનેટલ ટીમ તેમને એન્ટિબાયોટિક્સ આપી શકે છે.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને જાણ છે કે તમે GBS ધરાવો છો, તો જ્યારે તમારું પાણી તૂટી જાય અથવા જો તમને નિયમિત પ્રસૂતિની પીડા થતી હોય ત્યારે તમારે તમારા પ્રસૂતિ યૂનિટને તરત જ જાણ કરવી જોઈએ.
જન્મ સમયે
જો તમારી ગર્ભાવસ્થા ટર્મ તરફ વધતી હોય, (37+0 અઠવાડિયા પછી) તો તમને લેબર શરૂ થાય અથવા તમારું પાણી તૂટી જાય, ત્યારે તરત જ IAP શરૂ કરી દેવું જોઈએ. જો પ્રસૂતિ પહેલાં તમારું પાણી તૂટી જાય, તો તમારા બાળકને GBS બેક્ટેરિયાનો ચેપ લાગતો રોકવા માટે પ્રસુતિ પીડા શરુ કરવાની સલાહ આપવામાં આવશે.
આનાથી મારા જન્મનાં વિકલ્પની પસંદગીને શું અસર થશે?
ઘરે અથવા અમુક દાયણ સંચાલિત એકમોમાં IAP ઉપલબ્ધ ન હોવાને લીધે જો તમે IAP લેવા માટે સંમત થાઓ છો, તો તમારે ઓબ્સ્ટ્રેટિક યૂનિટમાં લેબર અને જન્મ આપવાની તૈયારી કરવી પડી શકે છે.
જન્મ પછીની સંભાળ પર આ કેવી અસર કરી શકે છે?
તમારા બાળકના જન્મ પહેલાં તમે કેટલા સમય માટે IAP લો છો તેના આધારે, તમે ઘરે જઈ શકો તે પહેલાં તમારા બાળકને હોસ્પિટલમાં કેટલીક વધારાની દેખરેખની જરૂર પડી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
ભવિષ્યમાં ગર્ભાવસ્થા સમયે તમને પ્રસૂતિ વખતે ફરીથી IAP આપવામાં આવશે, અથવા જન્મનાં અપેક્ષિત સમયથી 3-5 અઠવાડિયા પહેલાં GBS કેરેજ માટે ટેસ્ટ કરવામાં આવશે.
સાયટોમેગાલો નામનો વાયરસ (CMV) એ એક સામાન્ય વાયરસ છે જે મોટાભાગના તંદુરસ્ત પુખ્ત વયના લોકો અને બાળકો માટે હાનિકારક નથી, પરંતુ જો સગર્ભા સ્ત્રી તેને તેના અજાત બાળક (જન્મજાત CMV) સુધી પહોંચાડે તો બાળક માટે તે ખતરનાક બની શકે છે. તે શારીરિક પ્રવાહી દ્વારા ફેલાય છે અને સંશોધન દર્શાવે છે કે સૌથી સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓ CMV પકડે છે તે એક નવું ચાલવા શીખતું બાળક અથવા નાના બાળકમાંથી છે, તેથી કામ કરતી સ્ત્રીઓ અથવા નાના બાળકો સાથે નિયમિત સંપર્કમાં રહેતી સ્ત્રીઓને વાયરસનો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે.સ્વચ્છતાની સરળ પદ્ધતિઓ CMV પકડવાનું જોખમ ઘટાડતું હોવાનું માનવામાં આવે છે અને નાના બાળકો સાથે કૃત્રિમ વસ્તુઓ અથવા ખોરાકના વાસણો શેર ન કરવા તેમજ નિયમિત હાથ ધોવાનીભલામણ કરવામાં આવે છે. જો તમે ચિંતિત હોવ કે તમે ગર્ભાવસ્થા વખતે CMV ના સંપર્કમાં આવ્યા હોવ, તો કૃપા કરીને તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરો. વધુ માહિતી માટે નીચેની લિંક્સને અનુસરો.
અછબડાં બિમારી વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસને કારણે થાય છે. અછબડાં અત્યંત ચેપી બિમારી છે અને તમારા બાળક માટે જોખમી બની શકે છે. જો તમને બાળપણમાં અછબડાં હતા, તો સંભવ છે કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત છે; તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાતરી ન હોય કે તમને પહેલાં અછબડાં થયા છે કે કેમ, તો તમને તમારી પાસે રોગપ્રતિકારક તાકાતની પુષ્ટિ કરવા માટે બ્લડ ટેસ્ટની માંગણી કરવામાં આવી શકે છે. જો તમને લાગતું હોય કે તમે અછબડાં વાળા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો અને તમે જાણો છો કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત નથી, તો સલાહ માટે કૃપા કરીને તમારા GP અથવા દાયણને ફોન કરો. જ્યાં સુધી તમારી દાયણ/ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી સલાહ માટે પ્રસૂતિ યૂનિટમાં ન જશો.