Chickenpox

અછબડાં

Close up of patient's arm being treated for chickenpox અછબડાં બિમારી વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસને કારણે થાય છે. અછબડાં અત્યંત ચેપી બિમારી છે અને તમારા બાળક માટે જોખમી બની શકે છે. જો તમને બાળપણમાં અછબડાં હતા, તો સંભવ છે કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત છે; તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાતરી ન હોય કે તમને પહેલાં અછબડાં થયા છે કે કેમ, તો તમને તમારી પાસે રોગપ્રતિકારક તાકાતની પુષ્ટિ કરવા માટે બ્લડ ટેસ્ટની માંગણી કરવામાં આવી શકે છે. જો તમને લાગતું હોય કે તમે અછબડાં વાળા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો અને તમે જાણો છો કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત નથી, તો સલાહ માટે કૃપા કરીને તમારા GP અથવા દાયણને ફોન કરો. જ્યાં સુધી તમારી દાયણ/ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી સલાહ માટે પ્રસૂતિ યૂનિટમાં ન જશો.

Leave a Reply