Ultrasound scans

અલ્ટ્રાસાઉન્ડનું સૂક્ષ્મ અવલોકન

Ultrasound screen close up of baby's head એ યાદ રાખવું અગત્યનું છે કે સૂક્ષ્મ અવલોકન એ તમારા બાળક વિશે વધુ જાણવામાં મદદ કરવા માટેનો બીજો પ્રકાર છે. અલ્ટ્રાસાઉન્ડ એ તબીબી તપાસ છે જેમાં સોનોગ્રાફરની એકાગ્રતા જરૂરી છે. જેમ કે, એવી ભલામણ કરવામાં આવે છે કે તમે અન્ય નાના બાળને (બાળકો) ઘરે છોડી દો, સિવાય કે આ અનિવાર્ય હોય. તમારી પાસે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન બે સૂક્ષ્મ અવલોકનની માંગણી કરવામાં આવશે. પ્રથમને ગર્ભાવસ્થાના લગભગ 12 અઠવાડિયામાં તારીખનું સૂક્ષ્મ અવલોકન તરીકે ઓળખવામાં આવે છે અને બીજું (ક્યારેક વિસંગતતાનું સૂક્ષ્મ અવલોકન તરીકે ઓળખાય છે) લગભગ 20 અઠવાડિયાના ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે છે. આ બીજું સૂક્ષ્મ અવલોકન તમારા બાળકના હાડકાં, હૃદય, મગજ, કરોડરજ્જુ, ચહેરો, કિડની અને પેટની વિગતવાર તપાસ કરશે. એ યાદ રાખવું અગત્યનું છે કે સૂક્ષ્મ અવલોકન તમારા બાળક વિશે ચિંતાજનક હોય તેવી દરેક વસ્તુ શોધી શકતું નથી. છબીઓની ગુણવત્તા શારીરિક વજનનો આંક કે ગર્ભાશયની ગાંઠો સહિત ઘણા પરિબળો પર આધારિત છે. જો તમે તમારા બાળકનું લિંગ જાણવા માંગતા હો, તો તમે સોનોગ્રાફરને પૂછી શકો છો, જો કે સ્પષ્ટપણે જોવાનું હંમેશા શક્ય નથી. યુકેમાં તમામ ગર્ભવતી મહિલેઓને પ્રસૂતિ પહેલાની ટેસ્ટ અને તપાસની માંગણી કરવામાં આવે છે. ગર્ભાવસ્થામાં ટેસ્ટ અને તપાસ તમને તમારા બાળકનેની કોઈ પરિસ્થિતિ અંગે હા/ના નો જવાબ આપી શકતી નથી. તે માત્ર તમને એટલું જ કહી શકે છે કે તમારા બાળકને અસર થવાની શક્યતાઓ શું છે. ગર્ભાવસ્થામાં ટેસ્ટ અને તપાસમાં બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકનનો સમાવેશ થાય છે (અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકન સૂચવે છે કે ત્યાં કોઈ પરિસ્થિતિ હોઈ શકે છે (જેમ કે ડાઉન્સ સિન્ડ્રોમના માટે ટેસ્ટમાં હોય છે) અથવા સમર્થન કરી શકે છે કે ત્યાં કોઈ પરિસ્થિતિ છે (જેમ કે સ્પાઇન બિફિડાના નિદાનમાં)).
  • પરિણામો મોટાભાગે આંકડાકીય તક તરીકે નોંધવામાં આવે છે અને કેટલીકવાર “વધેલી તક” અથવા “ઓછી તક” શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.
  • “જોખમ” અને “તક” શબ્દો ઘટના બનવાની સંભાવનાનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, 100 માંથી 1ની તકનો અર્થ એ છે કે આ પરિણામ ધરાવતી 100 સ્ત્રીઓમાંથી 1ને સહલક્ષણો વાળું બાળક હશે અને 99 ને નહીં. આ બાળકને સહલક્ષણ હોવાની 1% શક્યતા અને સહલક્ષણ નહીં હોવાની 99% શક્યતા છે.
  • મોટાભાગની મહિલાઓને પરિણામો દ્વારા આશ્વાસન મળશે પરંતુ કેટલીક (આશરે 5%) ને પરિણામ આપવામાં આવશે જે રોગનિદાન પરીક્ષણ વિશેના નિર્ણયો તરફ દોરી જાય છે. કોઈપણ પરીક્ષણ કરવું તે તમારી પસંદગી છે.
  • રોગનિદાન પરીક્ષણ જેવા કે CVS અને Amniocentesis માં કસુવાવડનું નાનું જોખમ (0.5 અને 1% ની વચ્ચે) હોય છે, જેનો અર્થ છે કે તેમને કરાવવું કે કેમ તે અંગેનો નિર્ણય મુશ્કેલ હોઈ શકે છે. કમનસીબે, તમારા બાળકને ડાઉન્સ સિન્ડ્રોમ અને અમુક અન્ય આનુવંશિક વિકૃતિઓ છે કે કેમ તેની ખાતરી કરવા માટે અન્ય કોઈ રીત નથી.
  • ગર્ભાવસ્થા દરમિયાન રોગનિદાન પરીક્ષણ તમને ચોક્કસ કહી શકે છે કે તમારા બાળકને કોઈ સ્થિતિ છે કે નહીં. સગર્ભાવસ્થામાં રોગનિદાન ટેસ્ટમાં CVS, એમ્નીયોસેન્ટેસીસ અને અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકન નો સમાવેશ થાય છે.
  • તમામ પરીક્ષણો થાય તે પહેલાં તમારા ડૉક્ટર અથવા દાયણ દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.
સોનોગ્રાફર સૂક્ષ્મ અવલોકન પૂર્ણ કરશે તે દિવસે તમારા સૂક્ષ્મ અવલોકનનાં પરિણામો તમને આપવામાં આવશે. મોટાભાગના પ્રસૂતિ એકમો તમને ઓછા ખર્ચે સ્કેન સૂક્ષ્મ અવલોકનનાં ચિત્રો પ્રદાન કરશે.

Screening tests for chromosomal anomalies

રંગસૂત્રોની વિસંગતતાઓ માટે ટેસ્ટ

Microscope close up of chromosomes સ્વાસ્થ્ય તપાસ એ શોધી શકે છે કે તમને, અથવા તમારા બાળકને સ્વાસ્થ્ય સમસ્યા થવાની સંભાવના વધારે કે ઓછી છે કે નહીં. આપણા શરીરના કોષોની અંદર રંગસૂત્રો નામની નાની રચનાઓ હોય છે. આ રંગસૂત્રો જનીનોનું વહન કરે છે જે નક્કી કરે છે કે આપણે કેવી રીતે વિકાસ કરીએ છીએ. તમારા બાળકના રંગસૂત્રો (ડાઉન્સ, એડવર્ડ્સ અથવા પતાઉ સિન્ડ્રોમ) માં અસામાન્યતા હોવાની કેટલી શક્યતા છે તે જોવા માટે તમને સ્વાસ્થ્ય તપાસની માંગણી કરવામાં આવશે. આ ટેસ્ટ 11 થી 20 અઠવાડિયાની વચ્ચે થઈ શકે છે અને તેમાં તમારું અલ્ટ્રાસાઉન્ડ તપાસ અને બ્લડ ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ સમય નિર્ણાયક છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારી સુનિશ્ચિત મુલાકાત માટે હાજરી આપો. જો તમે હાજરી આપવા માટે અસમર્થ હોવ તો શક્ય તેટલી વહેલી તકે ફરીથી મુલાકાત ગોઠવવા માટે અલ્ટ્રાસાઉન્ડ વિભાગનો સંપર્ક કરો. ટેસ્ટના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી આ અંગે વહેલી તકે સંશોધન કરવું અથવા વધુ માહિતી માટે તમારી દાયણને પૂછવું યોગ્ય છે. જો પરિણામો ઉપરોક્ત રંગસૂત્રોની સ્થિતિઓમાંની એક હોવાની ઉચ્ચ સંભાવના દર્શાવે છે તો પ્રસૂતિ એકમ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. જો તમે ઇચ્છતા ન હોવ તો તમારે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. બિન-આક્રમક જન્મ પૂર્વેનાં પરીક્ષણની માંગણી એ મહિલાઓને કરી શકાય છે જેઓનાં સંયુક્ત અથવા ચાર ગણા ટેસ્ટનાં પરિણામમાં ઉપરોક્ત કોઈ પણ સ્થિતિ હોવાની ઉચ્ચતર તક છે. ઉચ્ચ સ્તરિય પરિણામ એ 150 માં 1 સુધીનું છે. નિમ્ન સ્તરિય પરિણામ 151 માં 1 અને તેથી વધુ છે. યારે સગર્ભા સ્ત્રીને નીચેનામાંથી કોઈ પણ હોય ત્યારે NIPTની માંગણી કરી શકાતી નથી અને અમલમાં મૂકી શકાતી નથી:
  • કેન્સર, ઘટાડા સિવાય
  • પાછલા 4 મહિનામાં લોહી ચઢાવવામાં આવ્યું હોય
  • અસ્થિ મજ્જા અથવા અંગની શસ્ત્રક્રિયા થઈ હોય
  • વર્તમાન ગર્ભાવસ્થામાં રોગપ્રતિકારક શક્તિનો ઉપચાર, નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIg) સારવારને બાદ કરતાં
  • ધાતુકોષની સારવાર થઈ હોય
  • જોડિયા ગર્ભાવસ્થાનો નાશ થયો હોય
  • ડાઉન્સ સિન્ડ્રોમ, અથવા ડાઉન્સ સિન્ડ્રોમનું સંતુલિત સ્થાનાંતરણ અથવા મોઝેકિઝમ, એડવર્ડ્સ સિન્ડ્રોમ અથવા પાતાઉ સિન્ડ્રોમ (આનુવંશિક પદાર્થ)

Screening tests and ultrasound scans

ટેસ્ટ, પૃથક્કરણ અને અલ્ટ્રાસાઉન્ડમાં ઝીણવટપૂર્વકની તપાસ

Utrasound screen image of baby ગર્ભાવસ્થા દરમિયાન તમને અથવા તમારા બાળકને અસર કરી શકે તેવી કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓને શોધવા માટે તમને અનેક ટેસ્ટ, પૃથક્કરણ આપવામાં આવશે. આમાંની કોઈ પણ તપાસ કરવી કે નહીં તે તમારો નિર્ણય છે. આ પૃષ્ઠના અંતે આપેલી લિંકમાંથી “તમારા અને તમારા બાળક માટે સ્ક્રીનીંગ ટેસ્ટ” પુસ્તિકા વાંચો. તમારી દાયણ સાથે તમારી પ્રથમ મુલાકાત પહેલાં આ પુસ્તિકા જોવી મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં તમારી ટેસ્ટની પસંદગીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી સામેલ છે. આ પુસ્તિકા વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
Antenatal screening

Blood tests

બ્લડ ટેસ્ટ

Pregnant woman having a blood test તમારી મુલાકાતની પ્ર઼થમ નોંધણી વખતે તમારી દાયણ હેપેટાઇટિસ B, HIV, સિફિલિસ, સંપૂર્ણ રક્ત ગણતરી, બલ્ડ ગ્રૂપ અને ઇલેક્ટ્રોફોરેસિસ (સિકલ સેલ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ) માટે બ્લડ ટેસ્ટની સલાહ આપશે. કેટલાક પ્રસૂતિ યૂનિટ તમારા લોહીમાં શર્કરાનું સ્તર પણ તપાસી શકે છે. ગર્ભાવસ્થા સમયના ડાયાબિટીસ નામની સ્થિતિની તપાસ કરવા માટે તમને ગર્ભાવસ્થાના અંતમાં ગ્લુકોઝ સહિષ્ણુતા માટે રક્ત ટેસ્ટની જરૂર પડી શકે છે. તમારા આયનનું સ્તર સામાન્ય રહે તે સુનિશ્ચિત કરવા માટે ગર્ભાવસ્થામાં પછીથી તમારી સંપૂર્ણ બ્લડ ટેસ્ટ ફરીથી કરવામાં આવશે. If your blood group is rhesus D negative, you may be offered a special blood test around 16 weeks of pregnancy. Where this test is not available, you will be offered an injection of Anti-D during pregnancy. Around 15% of women are rhesus negative. Small amounts of the unborn baby’s DNA are present in the mother’s blood. By isolating the baby’s DNA it is now possible to determine the unborn baby’s blood group. If the baby is predicted to be rhesus D negative then the mother will not require any prophylactic (preventative) Anti-D in this pregnancy before or after the birth. Paired samples (cord blood and mother’s blood) will be checked after birth to confirm the baby’s blood group. If the baby is predicted to be Rhesus D positive, or the result is inconclusive, you will be offered routine Anti-D prophylaxis at 28 weeks gestation and following any sensitising event, such as a fall, vaginal bleed or road traffic accident. Speak to your midwife or doctor for more information. જો તમને રક્ત આપવાની જરૂર હોય તો તમારા રક્ત જૂથને જાણવું ઉપયોગી છે – ઉદાહરણ તરીકે, જો તમને ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકને જન્મ આપ્યા પછી ભારે રક્તસ્રાવ (હેમરેજ) થતો હોય.

રક્તક્ષીણતા (ઓછું લોહતત્વ)

રક્તક્ષીણતા તમને થકવી નાખે છે અને જ્યારે તમે બાળકને જન્મ આપો છો ત્યારે લોહીની ખોટનો સામનો કરવા માટે ઓછા સક્ષમ બનાવે છે. તમને તમારી મુલાકાત નોંધણી પર અને ફરીથી 28 અઠવાડિયામાં રક્તક્ષીણતા માટે તપાસ ની માંગણી કરવામાં આવશે. જો ટેસ્ટ દર્શાવે છે કે તમને એનિમિયા છે, તો તમને કદાચ આયર્ન અને ફોલિક એસિડ આપવામાં આવશે.

સિકલ સેલ અને થેલેસેમિયા ટેસ્ટ

ઉપર જણાવ્યા મુજબ, તમે તમારા જનીનોમાં થેલેસેમિયા ધરાવો છો કે કેમ તે જાણવા માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. તમે જે હોસ્પિટલમાં નોંધણી કરાવો છો તેના આધારે તમારામાં સિકલ સેલ માટેનાં જનીન છે કે કેમ તે જાણવા માટે તમને બ્લડ ટેસ્ટની પણ માંગણી કરવામાં આવી શકે છે. સિકલ સેલ અને થેલેસેમિયા આપણા શરીરમાં ચોતરફ ઓક્સિજન વહન કરવાની રીતને અસર કરે છે. તમે સિકલ સેલ અથવા થેલેસેમિયાને ધરાવતા નથી અથવા વિકસિત કરતા નથી – તમે તેની સાથે જન્મ્યા છો. આ એવી સ્થિતિઓ હોય છે જે આપણે આપણા માતા-પિતા પાસેથી વારસામાં મેળવી શકીએ છીએ. જો તમને સિકલ સેલ અથવા થેલેસેમિયા માતા અથવા પિતા પાસેથી વારસામાં મળે છે, તો તમને ‘સ્વસ્થ વાહક’ કહેવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન તમને ખબર પડી શકે છે કે તમે તંદુરસ્ત વાહક છો. કેટલાક પરિવારો જાણે છે કે તેમના પરિવારના આનુવંશિક રચનામાં તેઓને સિકલ સેલ અથવા થેલેસેમિયા છે અને ગર્ભાવસ્થા પહેલા ટેસ્ટ કરાવે છે. જો તમે બંને માતા-પિતા પાસેથી સિકલ સેલ અથવા થેલેસેમિયા વારસામાં મેળવશો તો તમને આ સ્થિતિ હશે અને તમને આજીવન નિષ્ણાત સંભાળની જરૂર પડશે. જો તમારું ટેસ્ટ પરિણામ બતાવે છે કે તમે ‘સ્વસ્થ વાહક’ છો, તો પરિણામ સમજાવવા અને તમારા બાળકના પિતાને પરીક્ષણની માંગણી કરવા માટે પ્રસૂતિ પરીક્ષણ ટુકડી દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. નીચે સિકલ સેલ અને થેલેસેમિયા વિશે વધુ માહિતી માટેની લિંક્સ છે: Information for fathers Screening tests for you and your baby sickle cell and thalassaemia Sickle cell carrier Thalassaemia carrier Alpha Zero Thalassaemia Haemoglobin C carrier Haemoglobin Lepore carrier Haemoglobin O Arab carrier Haemoglobin Delta Beta Thalassaemia carrier Haemoglobin D carrier Haemoglobin E carrier