Type 2 diabetes: Frequently asked questions
ટાઈપ 2 ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો
આનું નિદાન કેવી રીતે થાય છે?
આનું નિદાન ગર્ભાવસ્થા પહેલાં કરવામાં આવે છે. આદર્શ રીતે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતી તમામ મહિલાઓને શારિરીક રીતે સ્વસ્થ બનાવવા માટે પ્રિ-કંસેપ્શન કાઉંસેલિંગ ઑફર કરવામાં આવે છે.આનો અર્થ શું છે?
મારા માટે: ગર્ભાવસ્થા પહેલાથી અસ્તિત્વમાં રહેલાં આંખનાં ડાયાબિટીસને અથવા કિડનીની સમસ્યાઓને વધારી શકે છે અથવા વધુ બગાડી શકે છે. તમને ડાયાબિટીક કીટોએસિડોસિસ અને પ્રી-એક્લેમ્પસિયાનું જોખમ વધારે હોય છે. તમારે ગર્ભાવસ્થા દરમિયાન હોસ્પિટલની વધુ મુલાકાત લેવાની જરૂર પડશે અને તમારી ડિલીવરી જલ્દી(પ્રેગ્નન્સીનાં 3- 8 અઠવાડિયાની આસપાસ) થઈ જશે એવી સંભાવના છે. મારા બાળક માટે: કસુવાવડ અથવા મૃત બાળકનો જન્મ થવાનું જોખમ વધારે હોય છે. ગર્ભધારણ સમયે જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર સતત ઊંચું રહેતું હોય, તો બાળકમાં જન્મજાત ખામી હોવાનું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં હાઈ બ્લડ સુગર લેવલને લીધે તમારા બાળકના કદમાં વધારો થાય છે અથવા એનો વિકાસ રોકાઈ (વૃદ્ધિની ગતિ ધીમી થાય) શકે છે. આ બાબત તમારા બાળકની ડિલિવરી વધુ જટિલ બનાવી શકે છે. તમારા બાળકનાં જન્મ પછી તેનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા વધુ હોય છે અને સાથે જ તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે જેનાં માટે નિષ્ણાતની સહાયની જરૂર પડે છે.મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
તમારે સંયુક્ત ડાયાબિટીસ અને પ્રેગ્નન્સી ક્લિનિકની અવારનવાર મુલાકાત લેવી પડશે. તમારું પ્રથમ સ્કેન 7-9 અઠવાડિયામાં થવું જોઈએ અને તમારે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્કેન કરાવવાની જરૂર પડી શકે છે. તમને તમારા આહારમાં ફેરફાર કરવા અને તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવા/વધારવાનું કહેવામાં આવશે.કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?
તમને તમારા બ્લડ શુગર લેવલને દિવસમાં ઓછામાં ઓછા 4 વાર માપવાનું કહેવામાં આવશે: એક વાર નાસ્તો કરતાં પહેલાં (ઉપવાસ પછી) અને દરેક ભોજનનાં એક કલાક પછી. તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે વધુ સપોર્ટ આપવામાં આવશે અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર આપવામાં આવશે. ગર્ભાવસ્થા દરમિયાન તમારે નિયમિત આંખની તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા બ્લડ પ્રેશરને પણ નિયમિત રીતે તપાસવામાં આવશે.મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?
પ્રથમ ત્રિમાસિકમાં મોર્નિંગ સિકનેસ તમારા બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમને ઉલટી થતી હોય તો તમને એન્ટિ-સિકનેસ દવાઓની જરૂર પડી શકે છે, તેથી તમારી નિષ્ણાત પ્રસુતિ ટીમને જણાવો. ગર્ભાવસ્થા દરમિયાન એન્ટિ-સિકનેસ દવા વાપરવામાં સલામત હોય છે.એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમે નિયમિત ઇન્સ્યુલિન લેવામાં અસમર્થ હોવ, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો પેટમાં તમારું બાળક હલતું ન હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.ઉપચારનાં વિકલ્પો વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
તમારે ગર્ભધારણનાં ઓછામાં ઓછા 3 મહિના પહેલાં અને ગર્ભાવસ્થાનાં 16 અઠવાડિયા સુધી દરરોજ 5mg ફોલિક એસિડ લેવું જોઈએ. પ્રી-એક્લેમ્પસિયાના જોખમને ઘટાડવા માટે તમારે 12થી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg-150mg એસ્પિરિન લેવી જોઈએ. મેટફોર્મિન અને ઇન્સ્યુલિન ગર્ભાવસ્થામાં ઉપયોગ માટે સલામત દવાઓ છે. જેમ જેમ તમારી ગર્ભાવસ્થા પ્રગતિ આગળ વધે છે, તેમ તેમ તમને વધુ ઇન્સ્યુલિનની જરૂર પડી શકે છે.જન્મનાં સમય વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
તમને લગભગ 38માં અઠવાડિયે ડિલિવરી કરવાની સલાહ આપવામાં આવશે. ડિલીવરી વહેલી પણ થઈ શકે છે જો તમને, તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અથવા તમારા બાળકને કોઈ સમસ્યા હોય. 36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને જન્મ માટે યોજના બનાવવી જોઇએ.આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?
જો તમારી ટીમને લાગે કે પ્રસુતિ પીડા શરુ કરાવવી તમારા માટે સુરક્ષિત છે, તો તમને તે ઑફર કરવામાં આવી શકે છે. લેબર દરમિયાન તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની જરૂર પડશે.જન્મ પછીની દેખભાળ પર આની શી અસર થાય છે?
જન્મ પછી તમારા પર અને તમારા બાળક પર ખૂબ નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. જન્મ પછી તમારા બાળકને લોહીમાં શુગરનું સ્તર ઓછું થવાનું જોખમ રહેલું છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોઈ શકો છો કે ફીડ કરતી વખતે અને તેનાં પછી તમારૂં ગ્લુકોઝનું સ્તર ઝડપથી ઘટી જાય છે. તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતને નિયંત્રિત કરવા માટે ડિલિવરી પહેલા જ જન્મની યોજના નક્કી કરી લેવી જોઈએ.ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
બે ગર્ભાવસ્થા વચ્ચે પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?
મેટરનિટી કેરમાંથી રજા મળતા પહેલાં તમારે ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન નક્કી કરી લેવો જોઈએ.Type 1 diabetes: Frequently asked questions
ટાઈપ 1 ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો
આનું નિદાન કેવી રીતે થાય છે?
આ નિદાન ગર્ભાવસ્થા પહેલા કરવામાં આવે છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી તમામ મહિલાઓને શારિરીક રીતે સ્વસ્થ બનવા માટે પ્રી-કન્સેપ્શન કાઉન્સેલિંગ ઑફર કરવામાં આવશે.આનો અર્થ શું છે?
મારા માટે: પહેલાથી અસ્તિત્વમાં રહેલાં આંખનાં ડાયાબિટીસને અથવા કિડનીની સમસ્યાઓને ગર્ભાવસ્થા વધારી શકે છે અથવા વધુ બગાડી શકે છે. પ્રથમ ત્રિમાસિકમાં તમને લો બ્લડ સુગર થવાનું જોખમ વધારે રહેલું છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં તમને ડાયાબિટીક કીટોએસિડોસિસ અને પ્રી-એક્લેમ્પસિયા અને પ્રિટર્મ ડિલિવરીનું જોખમ વધારે હોય છે. તમારે ગર્ભાવસ્થા દરમિયાન હોસ્પિટલની વધુ મુલાકાત લેવાની જરૂર પડશે અને તમે નિષ્ણાત ટીમની દેખરેખ હેઠળ હશો. મારા બાળક માટે: કસુવાવડ અથવા મૃત બાળકનો જન્મ થવાનું જોખમ વધુ રહે છે. ગર્ભધારણ સમયે અને પ્રથમ ત્રિમાસિક દરમિયાન જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું હોય, તો જન્મજાત અસાધારણતા (તમારા બાળકમાં જન્મજાત ખામી)નું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં હાઈ બ્લડ સુગર લેવલને લીધે તમારા બાળકના કદમાં વધારો થાય છે અથવા એનો વિકાસ રોકાઈ (વૃદ્ધિની ગતિ ધીમી થાય) શકે છે. આ બાબત તમારા બાળકની ડિલિવરી વધુ જટિલ બનાવી શકે છે. તમારા બાળકનાં જન્મ પછી તેનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા વધુ હોય છે અને સાથે જ તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે જેનાં માટે નિષ્ણાતની સહાયની જરૂર પડે છે.મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
તમારે ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીનાં સંયુક્ત ક્લિનિકની મુલાકાત અવારનવાર લેવી પડશે. તમારું પ્રથમ સ્કેન 7-9 અઠવાડિયામાં થવું જોઈએ અને તમારે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્કેન કરાવવાની જરૂર પડશે. તમને તમારા આહારમાં ફેરફાર કરવા અને તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવા/વધારવાનું કહેવામાં આવશે.કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?
તમને તમારા બ્લડ શુગર લેવલને અવારનવાર માપવાનું કહેવામાં આવશે. તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે વધુ સપોર્ટ આપવામાં આવશે અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર અને કીટોન મીટર આપવામાં આવશે. તમને યાદ અપાવવામાં આવશે કે તમારા લોહીમાં શર્કરાનું ટારગેટ સ્તર શું હોવું જોઈએ અને તમારે તમારા બ્લડ ગ્લુકોઝને ઓછામાં ઓછા 70% જેટલો સમય તે શ્રેણીમાં રાખવાનું ટારગેટ રાખવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારે નિયમિત આંખની તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા બ્લડ પ્રેશર અને કિડની બ્લડ ટેસ્ટને પણ ખૂબ બારીકીથી મોનિટર કરવામાં આવશે.મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન આપવું જોઈએ?
પ્રથમ ત્રિમાસિકમાં મોર્નિંગ સિકનેસ તમારા બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમને ઉલટી થતી હોય તો તમને એન્ટિ-સિકનેસ દવાઓની જરૂર પડી શકે છે, તેથી તમારી નિષ્ણાત મેટર્નિટી ટીમને આ બાબતની જાણ કરો. સગર્ભાવસ્થા દરમિયાન એન્ટિ-સિકનેસ દવા વાપરવામાં સલામત હોય છે. તમારી ઓછી બ્લડ શુગર વિશે તમે અજાણ હોવ એવી શક્યતા વધુ છે. તમારી પાસે ઘરે ગ્લુકોગન પેન હોવી જોઈએ અને તમે બીમાર હો તો કટોકટીમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તમારા જીવનસાથી/કુટુંબને જાણ હોવી જોઈએ.એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમે નિયમિત ઇન્સ્યુલિન લેવામાં અસમર્થ હોવ, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો પેટમાં તમારું બાળક હલતું ન હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.ઉપચારનાં વિકલ્પો વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
તમારે ગર્ભધારણનાં ઓછામાં ઓછા 3 મહિના પહેલાં અને ગર્ભાવસ્થાનાં 16 અઠવાડિયા સુધી દરરોજ 5mg ફોલિક એસિડ લેવું જોઈએ. પ્રી-એક્લેમ્પસિયાના જોખમને ઘટાડવા માટે તમારે 12થી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg-150mg એસ્પિરિન લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઇન્સ્યુલિનની માત્રા બદલાશે. ઉદાહરણ તરીકે, તમે ગર્ભાવસ્થાના પ્રારંભમાં (સામાન્ય રીતે 8-16 અઠવાડિયામાં) તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતમાં ઘટાડો અને ગર્ભાવસ્થાના બીજા ભાગમાં ઇન્સ્યુલિનની જરૂરિયાતમાં વધારો જોઈ શકો છો. હોસ્પિટલમાં તમારી નિષ્ણાત ટીમ સાથે તમામ સારવાર અંગે જરૂર ચર્ચા કરો.જન્મનાં સમય વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
તમને લગભગ 38માં અઠવાડિયે ડિલિવરી કરવાની સલાહ આપવામાં આવશે. ડિલીવરી વહેલી પણ થઈ શકે છે જો તમને, તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અથવા તમારા બાળકને કોઈ સમસ્યા હોય. 36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને જન્મ માટે યોજના બનાવવી જોઈએ.આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?
જો તમારી ટીમને લાગે કે લેબર ઇન્ડક્શન તમારા માટે સલામત છે, તો તેઓ તમને એ ઓફર કરરી શકે છે. લેબર દરમ્યાન તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની જરૂર પડશે.જન્મ પછીની સંભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?
જન્મ પછી તમારી અને તમારા બાળકની ખૂબ નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. જન્મ પછી તમારા બાળકને લોહીમાં શુગરનું સ્તર ઓછું થવાનું જોખમ રહેલું છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોઈ શકો છો કે ફીડ કરતાં હોવ ત્યારે અને તેનાં પછી તમારૂં ગ્લુકોઝનું સ્તર ઝડપથી ઘટી જાય છે. તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતને નિયંત્રિત કરવા માટે ડિલિવરી પહેલા જન્મની યોજના નક્કી કરી લેવી જોઈએ.ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
બે ગર્ભાવસ્થાની વચ્ચે તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?
તમને મેટર્નિટી કેરમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન નક્કી કરવો જોઈએ.Pre-existing conditions and pregnancy
પહેલેથી- મૌજુદ પરિસ્થિતિઓ અને ગર્ભાવસ્થા
તમારા GP, સ્ત્રીરોગ નિષ્ણાત અને/અથવા દાયણને અગાઉથી મૌજુદમાં રહેલી કોઈપણ શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ વિશે જણાવવું મહત્વપૂર્ણ છે. આમાં અગાઉની કોઈપણ સર્જરી (કોસ્મેટિક પ્રક્રિયાઓ સહિત) અથવા બાળપણની કોઈ પણ સ્થિતિ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે જેમાંથી તમે હવે સ્વસ્થ થઈ ગયા છો.
આ માહિતી ટીમને ગર્ભાવસ્થા દરમિયાન તમને અને તમારા બાળકને સ્વસ્થ રાખવા માટે વધુ કંઈ જરૂરી છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. જો તમે તમારી તબીબી સ્થિતિ માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ છો, તો એ મહત્વપૂર્ણ છે કે તમે તેમની સાથે વાત કરો અને તમારી ગર્ભાવસ્થા પર તમારી સ્થિતિની કોઈ પણ અસર વિશે ચર્ચા કરો.
તેમને સારાંશ માટે પૂછો અને આ માટે તમારી જન્મ પ્રસૂતિ પહેલાંની નોંધોમાં લખવામાં આવે. નોંધધો પ્રસૂતિ એકમો અને/અથવા વિભાગો વચ્ચે આપમેળે નથી, તેથી એમ ન માનો કે તમારી દાયણ અથવા ડૉક્ટર જાણે છે કે તમારા અગાઉના દેખભાળ કરનારાઓએ શું કહ્યું અથવા સૂચન કરી છે.
જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન તમારી દવાની સલામતી તપાસવા માટે કૃપા કરીને નીચેની લિંક્સનો ઉપયોગ કરો.
જે પરિસ્થિતિઓ વિશે આપણે વહેલા (12 અઠવાડિયા પહેલા) જાણવાની જરૂર છે તેમાં સામેલ છે:
ક્રોનિક હાયપરટેન્શન અને અન્ય તબીબી પરિસ્થિતિઓ જે તમને ગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશરની સમસ્યાઓ વિકસાવવાનું જોખમ વધારી શકે છે
ક્રોનિક હાયપરટેન્શન (દીર્ઘકાલીન અતિ માનસિક તણાવ) અને અમુક તબીબી પરિસ્થિતિઓ ધરાવતી મહિલાઓની પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ વધારે છે અને તેમને 12 માં અઠવાડિયાથી ઓછી માત્રામાં એસ્પિરિન નામની દવા સૂચવવામાં આવશે. આમાં નીચેનામાંથી કોઈપણ એક ઉ ચ જોખમી પરિબળોનો સમાવેશ થાય છે:- ક્રોનિક હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર લોહીનું ઊંચું દબાણ).
- અગાઉની ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા.
- દીર્ઘકાલીન કિડની મૂત્રપિંડનો રોગ, ડાયાબિટીસ મધુમેહ, અથવા બળતરા શરીરમાં સોજા ચડાવનારો રોગ, દા.ત., પ્રણાલીગત લ્યુપસ એરીથેમેટોસસ (SLE).
- પ્રથમ ગર્ભાવસ્થા.
- માતાની ઉંમર 40 થી વધુ.
- છેલ્લી ગર્ભાવસ્થા 10 વર્ષ પહેલાંની હતી.
- બોડી માસ ઇન્ડેક્સ (BMI) (શારીરિક વજનનો આંક) 35 કે તેથી વધુ.
- પ્રી-એક્લેમ્પસિયાનો કૌટુંબિક ઇતિહાસ.
- આ ગર્ભાવસ્થામાં એક કરતાં વધુ બાળકની અપેક્ષા રાખવી.
થાઇરોઇડ રોગ
હાઇપોથાઇરોડિઝમ (સક્રિય થાઇરોઇડ હેઠળ)
જેવા તમે સગર્ભા થાઓ છો ત્યારે સામાન્ય રીતે સૂચન કરવામાં આવે છે કે તમારી લેવોથિરોક્સિનની માત્રા દરરોજ 25-50 mcg દ્વારા જેવી વધારવામાં આવે છે. પછી તમારે બ્લડ ટેસ્ટની વ્યવસ્થા કરવા માટે તમારા GPનો પણ સંપર્ક કરવો જોઈએ.હાઇપરથાઇરોઇડિઝમ (ઓવરએક્ટિવ અતિસક્રિય થાઇરોઇડ)
તમારા રોગની સ્થિતિ અને તમે જે દવાઓ લઈ રહ્યા છો તેની સલામતીનું મૂલ્યાંકન કરવા માટે તમારે તમારા એન્ડોક્રિનોલોજિસ્ટ )અંતઃસ્ત્રાવીગ્રંથી) ના નિષ્ણાત સાથે ગર્ભાવસ્થા માટેની તમારી યોજનાઓની ચર્ચા કરવી જોઈએ.વાઈની બિમારી
ગર્ભાવસ્થા તમારા વાઈના હુમલા અથવા તમારી દવાની અસરને માં અસર કરી પરિણામ લાવી શકે છે. જો તમે તમારી દવા(ઓ) અંગે ચર્ચા કરવાનો મોકો મેળવ્યા વિના ગર્ભવતી થાઓ, તો એવી ભલામણ કરવામાં આવે છે કે તમે શક્ય તેટલી વહેલી તકે તમારા GP અથવા નિષ્ણાતને મળો. આ સમીક્ષા પહેલાં, તમારી એન્ટિ-એપીલેપ્ટિક (વાઈ વિરોધી દવાઓ) સામાન્ય તરીકે લેતા રહો. તમે ગર્ભવતી થાઓ તે પહેલાં અમુક દવાઓને રોકવાની અને વૈકલ્પિક દવામાં બદલવાની જરૂર પડી શકે છે, અથવા જો તમે પહેલેથી જ ગર્ભવતી હો, તો તે તમારા બાળકને જે જોખમ ઊભું કરે છે તેના કારણે શક્ય તેટલી વહેલી તકે. બીજી કેટલીક દવાઓ વધારવાની જરૂર છે. તમારા ડૉક્ટર ફોલિક એસિડ પૂરક (દિવસ દીઠ 5 મિલિગ્રામ) ની વધુ માત્રા લખશે.એપીલેપ્સી: વારંવાર પૂછાતા પ્રશ્નોમાનસિક સ્વાસ્થ્ય
અને સુખાકારીની સમસ્યા
માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને ચિંતાઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓની અસરો વિશે ચિંતા કરવી તે સમજી શકાય તેવું છે, પરંતુ તમારા જીપી અથવા નિષ્ણાત સાથે વાત કર્યા વિના તમારી દવાઓ લેવાનું બંધ ન કરવું તે મહત્વપૂર્ણ છે. આને લીધે પાછા લક્ષણો તરફ દોરી શકે છે, ખાસ કરીને જો દવા અચાનક બંધ થઈ જાય, તો તમારા લક્ષણોનું પુનરાવર્તન થઈ શકે છે અથવા તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ડાયાબિટીસ
પ્રકાર 1 અને 2 ડાયાબિટીસ ધરાવતી મહિલાઓએ સુવાવડ, જન્મજાત ખોડખાંપણ, મૃત જન્મ અને નવજાત મૃત્યુના જોખમને ઘટાડવા માટે ગર્ભાવસ્થા પહેલા અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તેમના ડાયાબિટીસ પર ચુસ્ત નિયંત્રણ રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ગર્ભાવસ્થા સામાન્ય રીતે સામાન્ય કરતાં ઇન્સ્યુલિનની વધુ માંગ રાખે છે અને તેથી ડાયાબિટીસનું નજીકનું નિરીક્ષણ અને નિયંત્રણ મહત્વપૂર્ણ છે.ક્રોહન રોગ, અલ્સેરેટિવ કોલાઇટિસ (મોટા આંતરડાના પડદાનો સોજો) અને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (દાહક આંતરડાનાં રોગો) (IBD) ના અન્ય સ્વરૂપો
ગર્ભાવસ્થા દરમિયાન ક્રોહન અથવા કોલાઇટિસ (મોટા આંતરડાના પડદાનાં સોજાને) નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે અને જ્યાં સુધી તમારી IBD ટીમ તમને તેમ કરવાની સલાહ ન આપે ત્યાં સુધી તમારે તમારી કોઈપણ દવાઓ લેવાનું બંધ ન કરવું જોઈએ. મોટાભાગની દવાઓનું જોખમ ફ્લેર અપ (આકસ્મિક ભડકવાના) જોખમ કરતાં ઓછું છે.હૃદયની સ્થિતિ સાથે ગર્ભાવસ્થા
જે મહિલાઓને હૃદયની બિમારીની જાણકારી હોય તેમને ગર્ભાવસ્થાના પ્રારંભમાં શક્ય તેટલી વહેલી તકે નિષ્ણાત પ્રસૂતિ સેવાઓ માટે સંદર્ભની જરૂર હોય છે અને આદર્શ રીતે ગર્ભાવસ્થા માટે પ્રયાસ કરતા પહેલા ગર્ભાવસ્થા પહેલાં થોડું માર્ગદર્શન લેવું જરુરી છે. આ એટલા માટે છે કારણ કે કેટલીક હૃદયની સ્થિતિઓ ગર્ભાવસ્થામાં જટિલતાઓનું જોખમ વધારી શકે છે અને કેટલીક દવાઓ બંધ કરવાની અથવા સમાયોજિત કરવાની જરૂર પડી શકે છે. કૃપા નહીં કરીને તબીબી સલાહ વિના કોઈપણ દવાઓ બંધ કરશો અથવા બદલશો નહીં. જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો કૃપા કરીને નીચેની લિંકનો ઉપયોગ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તમારી દવાની સલામતી તપાસો.પ્રણાલીગત લ્યુપસ એરીથેમેટોસસ (SLE)
SLE એ લ્યુપસનો સૌથી સામાન્ય પ્રકાર છે, જે દીર્ઘકાલીન સ્વયં રોગપ્રતિકારક શક્તિ ઓછી કરનાર રોગ છે. લક્ષણો અને રોગની માત્રા નક્કી કરે છે કે ગર્ભાવસ્થા પહેલા અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે કાળજી લેવામાં આવે છે.Mental health and wellbeing concerns: Frequently asked questions
માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની સમસ્યાઓ: વારંવાર પૂછાતા પ્રશ્નો
નિદાન કેવી રીતે થાય છે?
આનું નિદાન ગર્ભાવસ્થા પહેલા થાય છે. આદર્શ રીતે માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ/સમસ્યાઓ ધરાવતી તમામ મહિલાઓને ગર્ભાવસ્થા પહેલા તેમના માનસિક સ્વાસ્થ્યને સારૂં બનાવવા માટે ગર્ભધારણ પહેલા સલાહ લેવી જોઈએ. તમારા GP પ્રસૂતિ ટીમને આ વિશે સૂચિત કરશે, જો કે તમારા માટે પ્રથમ એપોઇન્ટમેન્ટ (બુકિંગ એપોઇન્ટમેન્ટ) સમયે તમારી દાયણને જણાવવું જરૂરી છે જેથી તેઓ તમને આ માટે જરૂરી એવો યોગ્ય સહકાર પૂરો પાડી શકે.આનો અર્થ શું છે?
મારા માટે:
ગર્ભાવસ્થા દરમિયાન તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. જો પારિવારિક ઈતિહાસમાં કોઇને માનસિક સમસ્યા હોય તો ગર્ભાવસ્થા દરમિયાન તમારૂં માનસિક સ્વાસ્થ્ય બગડવાનું જોખમ વધુ છે. જો તમે માનસિક રીતે અસ્વસ્થ અનુભવો છો તો તમે તમારી દાયણને જણાવો અને તમારો પરિવાર પ્રસૂતિ ટીમને જાણ કરે તે અગત્યનું છે.મારા બાળક માટે:
જો તમે પોતાની દેખભાળ નહીં રાખો, તો તમારા બાળકનાં સ્વાસ્થ્યને પણ જોખમ છે.મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
જો તમને લાગે કે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તો તમારે શક્ય તેટલી વહેલી તકે કોઈને જાણ કરવી જોઈએ.ક્યા ટેસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે/ કરી શકાય છે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?
તમારી જરૂરિયાતના સ્તરના આધારે તમારી લોકલ પેરીનેટલ મેન્ટલ હેલ્થ ટીમ તમારી સંભાળ લેશે, જે તમારા માટે કોઈ નિષ્ણાતને રેફર પણ કરી શકે છે.એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
ખરાબ મૂડ અને નિરાશાજનક વિચારો, અસહાયતા અથવા એકલતાની લાગણી.આ સંદર્ભે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?
ઉપચારનાં વિકલ્પો
અમે કાઉન્સેલિંગ અથવા દવા આપી શકીએ છીએ. ઘણી દવાઓ ગર્ભાવસ્થામાં લેવા માટે સલામત છે. જો તમે ગર્ભાવસ્થા પહેલાં દવા લેતાં હોવ તો તમારે કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા GP અને મેડિકલ ટીમ સાથે તમારી ચાલુ સારવાર વિશે ચર્ચા કરવી જોઈએ.જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?
જન્મ પછી તમારા અને તમારા બાળકનાં સ્વાસ્થ્યની જાળવણીની યોજના તૈયાર છે તેની ખાતરી કરવા માટે જન્મ પહેલાં જ બર્થ પ્લાન પર તમારી સંમતિ હોવી જોઈએ.ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
ગર્ભાવસ્થા દરમિયાન તમારા માનસિક સ્વાસ્થ્ય અને લક્ષણોને ઑપ્ટિમાઇઝ કરો.ભવિષ્યમાં/મારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું?
ભવિષ્યની ગર્ભાવસ્થા માટે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભનિરોધક અને ફોલો-અપનો પ્લાન બનાવવો જોઈએ. આમાં સ્વાસ્થ્ય અને દવાઓનો રિવ્યુ સામેલ હોઈ શકે છે.Crohn’s Disease, Ulcerative Colitis and Inflammatory Bowel Disease (IBD): Frequently asked questions
અલ્સેરેટિવ કોલાઇટિસ અને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (IBD): વારંવાર પૂછાતા પ્રશ્નો
આનું નિદાન કેવી રીતે થાય છે? આ નિદાન ગર્ભાવસ્થા પહેલા કરવામાં આવે છે. IBD, ક્રોહન ડિસીઝ અથવા અલ્સેરેટિવ કોલાઇટિસ ધરાવતી તમામ મહિલાઓએ ગર્ભધારણ કરતાં પહેલાં પોતાને સંપૂર્ણપણે સ્વસ્થ બનાવવા માટે પ્રિકન્સેપ્શન કાઉંસેલિંગ મેળવવું જોઈએ.આનો અર્થ શું છે?
મારા માટે:
તમને પ્રિટર્મ ડિલિવરી થવાનું અને લક્ષણોમાં વધારો થવાનું (વધુ બગડવાનું) જોખમ છે. ગર્ભાવસ્થા દરમિયાન તમારે હોસ્પિટલની વધુ મુલાકાતો લેવાની જરૂર પડી શકે છે અને તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું ઊંચું જોખમ છે.મારા બાળક માટે:
તમારૂં બાળક અધુરા મહિને જન્મે તેનું જોખમ છે.મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
તમને નિષ્ણાત સલાહકારની આગેવાની હેઠળના એન્ટેનેટલ ક્લિનિકમાં અવારનવાર બોલાવવામાં આવશે.ક્યા ટેસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે/આવી શકાય છે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?
લક્ષણો વધુ બગડે, તો તમને અન્ય ટેસ્ટ કરવાની જરૂર પડી શકે છે.મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઇએ?
પેટમાં દુખાવો, તમારા મળમાં લોહી અને/અથવા લાળ અથવા વારંવાર મળ પસાર કરવાની જરૂર.એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમારા લક્ષણો વધુ બગડ્યા હોવાનું લાગતું હોય.સારવારના વિકલ્પો વિશે શી ભલામણો કરવામાં આવે છે?
ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લેવાતી મોટાભાગની દવાઓ સુરક્ષિત હોય છે. તમે તમારી સ્થિતિ અનુસાર વિશેષ દવા (જે જૈવિક તરીકે ઓળખાય છે) લઈ શકો છો. જો તમને ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક દરમિયાન આ દવાની જરૂર પડતી હોય તો તમે તમારાં બાળકને તેનાં જન્મના છ મહિના સુધી BCG અને રોટા વાયરસની જીવંત રસી નહીં આપી શકો. તમારા બાળકના જન્મ પછી તમારી મેડિકલ ટીમ સાથે આ અંગેની ચર્ચા ચોક્કસ કરો.જન્મનાં સમયને લગતી કઈ ભલામણો કરવામાં આવે છે?
36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને તમારી ડિલિવરીની યોજના બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ.આ મારી જન્મની પસંદગીને કઈ રીતે અસર કરશે?
જો તમે અગાઉ ઓપરેશન કરાવ્યું હોય તો તમારે તમારા બાળકને સિઝેરિયન-સેક્શન દ્વારા જન્મ આપવો પડશે.જન્મ પછીની દેખભાળ પર આ કેવી અસર કરી શકે છે?
ડિલિવરી પહેલા જ બર્થ પ્લાન નક્કી હોવો જોઈએ જેથી તમે સ્તનપાન દરમિયાન જે દવાઓ લો છો તે સલામત છે તેની ખાતરી થઈ જાય. જો જન્મ પછી તમારાં લક્ષણો વધુ બગડે તો તમારે દવા વધારવાની અથવા બદલવાની જરૂર પડી શકે છે.ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
બે ગર્ભાવસ્થા વચ્ચે તમારા સ્વાસ્થ્ય અને તમારા લક્ષણોને ઑપ્ટિમાઇઝ કરો. આનો ભવિષ્યમાં/મારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું અર્થ થશે અને હું આને કઈ રીતે સુધારી શકું? ભવિષ્યની ગર્ભાવસ્થા માટે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન તૈયાર કરવાં જોઈએ.Chronic hypertension (high blood pressure): Frequently asked questions
ક્રોનિકહાયપરટેન્શન (હાઈબ્લડપ્રેશર) વારંવારપૂછાતાપ્રશ્નો
નિદાનકેવીરીતેકરવામાં આવે છે?
તમે ગર્ભવતી થયા તે પહેલાં તમને કહેવામાં આવ્યું હશે કે તમને હાઈબ્લડપ્રેશરછે અને બની શકે છે કે તમેતમારા બ્લડ પ્રેશરની સારવાર માટે પહેલેથી જ ગોળીઓ લઈ રહ્યા છો. કેટલીકવાર ક્રોનિક હાયપરટેન્શનનું નિદાન ગર્ભાવસ્થામાં થાય છે કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે તમે આટલા નિયમિત ધોરણે તમારા બ્લડપ્રેશરની તપાસ કરાવી છે અને આ કિસ્સામાં, નિદાન કરવામાં આવશે કારણ કે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયાપહેલા તમારું બ્લડ પ્રેશર બે વાર હાઈ હતું.આનો મતલબ શું છે?
મારા માટે:
- ગર્ભાવસ્થા તમારા હૃદય અને રુધિરવાહિનીઓ પર દબાવ લાવી શકે છે જેથી તમારું બ્લડપ્રેશરવધી શ કેછે અને સારવારની જરૂર પડી શકે છે
- હાઈબ્લડ પ્રેશરથી તમને પ્રી-એક્લેમ્પસિયા (ગર્ભાવસ્થાની સ્થિતિ(સમસ્યા) એવી સ્થિતિ જેના લીધે કિડની, લીવર અને અન્ય સમસ્યાઓનું થઈ શકે છે) થવાની શક્યતા વધી જાય છે
- તમારા બ્લડપ્રેશર અને પેશાબની તપાસ કરવા માટે તમને નિયમિત એપોઇન્ટમેન્ટ ઓફર કરવામાં આવશે
- તમને લેબર વોર્ડમાં હોસ્પિટલમાં જન્મ આપવાની ભલામણ કરવામાં આવશે
- તમારા બાળકના જન્મ પછી હૃદય રોગના જોખમોને ઘટાડવા માટે તમારે તમારા GP સાથે લાંબા સમય સુધી હાઈબ્લડપ્રેશરની દેખરેખની જરૂર પડશે.
મારા બાળક માટે:
- ગર્ભાશયમાં તમારા બાળકનો સારી રીતે વિકાસ ન થવાની શક્યતા વધી જાય છે
- તમારા બાળકનો જન્મ વહેલો થવાનું જોખમ વધારે હોય છે (ગર્ભાવસ્થાના37 અઠવાડિયાપહેલા).
મેડિકલ ટીમ શું ભલામણ કરશે?
- તમારી દાયણ કામ કરનારી ટીમની સાથે-સાથે પ્રસૂતિ વિશેષજ્ઞની દેખરેખ હેઠળની દેખભાળ
- નિયમિત બ્લડપ્રેશર અને પેશાબના ટેસ્ટ 2-4 અઠવાડિયામાં અને ઘણી વાર તમારી ગર્ભાવસ્થાની સમાપ્તિના સમયની નજીક (આ તમારી દાયણ, પ્રસૂતિ વિશેષજ્ઞ અથવા GP સાથે હોઈ શકે છે)
- જો તમારું બ્લડપ્રેશર હાઈ હોય તો બ્લડપ્રેશરની ગોળીઓ
- તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ ઘટાડવા માટે એસ્પિરિનની ગોળીઓ (75અથવા150mg)
- ઘરેથી બ્લડપ્રેશરની દેખરેખ
- ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરવા માટે પ્રેરિત કરવું. સ્ટીલબર્થ (મૃતજન્મ) ના જોખમનેઘટાડવામાંમાટે તમારા બ્લડ પ્રેશર રીડિંગ્સ અને બાળકની સુખાકારીના આધાર પર તમારી સાથે આ નિર્ણય પર સંમતિ થશે. તમારા માટે યોગ્ય હોય એવા નિર્ણય લેવા માટે તમારી સહાયતા કરવામાં આવશે.
કયા ટેસ્ટને ધ્યાનમાં લેવામાં આવશે/લઈ શકાય છે? તેમની જરૂર કેટલીવાર પડી શકે છે?
- જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન તમારું પહેલી વાર નિદાન કરવામાં આવે છે, ત્યારે તમારા શરીરને હાઈબ્લડ પ્રેશરથી કોઈ અસર થઈ છે કે કેમ તે તપાસવા માટે તમારી કિડનીની કામગીરી (બ્લડ ટેસ્ટ) તપાસવામાં આવશે અને તમને ECG (હાર્ટ ટ્રેસિંગ) કરાવવા માટે કહેવામાં આવી શકે છે.
- તમારા ગર્ભમાં તમારા બાળકનો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે અને તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તે તપાસવા માટે તમને તમારા બાળકના વધારાના સ્કેન માટે ઓફર કરવામાં આવશે.
- જો અમને શંકા હોય કે તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું છે, તો અમે તમારા લીવર, કિડની અને બ્લડ ટેસ્ટની કરાવાની સૂઝાવ આપીશું અને અમે તમારા પ્લેસેન્ટા સંબંધિત વિકાસ પરિબળનું સ્તર તપાસી શકીએ છીએ (જે તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તેનું સૂચક છે).
મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?
- જો તમારું બ્લડપ્રેશર ખૂબ જ હાઈ હોય અથવા જો તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું હોય તો માથાનો દુખાવો થઈ શકે છે
- પ્રી-એક્લેમ્પસિયાના અન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: તમારા હાથ અને ચહેરા પર સોજા, અસ્પષ્ટ (ધૂંધળી)દ્રષ્ટિ, તમારા પેટમાં દુખાવો, ઉલટી થવી, બાળક એટલી સારી રીતે હલતું નથી
‘રેડફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ શું છે, જેનો અર્થ એ છે કે તેમની તાત્કાલિક જાણ કરવી જોઈએ?
- જો તમારું બાળક સામાન્ય રીતે હલન-ચલન કરતુ નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ
- જો તમને ઉપર સૂચિબદ્ધ પ્રી-એક્લેમ્પસિયાના કોઈ પણ લક્ષણો હોય તો તમારે તરત જ તમારા પ્રસૂતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.
સંભવિત ભલામણો
સારવાર માટેના વિકલ્પો
જો તમારું બ્લડપ્રેશર140/90 mmHg કરતાં વધુ અથવા તેની બરાબર હોય તો તમારા બ્લડ પ્રેશર માટે ટેબ્લેટ (ગોળીઓ) દ્વારા સારવારની ભલામણ કરવામાં આવશે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ગોળીઓ છે:- લેબેટાલોલ
- નિફેડિપાઈન
- મિથાઈલડોપા
જન્મનો સમય
- આ તે વાત પર નિર્ભર કરશે કે તમે અને તમારું બાળક ગર્ભાવસ્થામાં કેટલા સ્વસ્થ છો અને શું તમારામાં પ્રી-એક્લેમ્પસિયા વિકસિત થઈ રહ્યું છે
- જો બાળક સારી રીતે વિકસિત થઈ ગયું છે અને બ્લડ પ્રેશર સારી રીતે નિયંત્રિત હોય, તો ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.
આમારી જન્મ માટેની પસંદગીઓને કેવી અસર કરી શકે છે?
પ્રસૂતિ દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવશે પછી ભલે તમારીપ્રસૂતિ કુદરતી રીતે શરૂ થાય છે અથવા પ્રેરિત છે. આ એટલા માટે છે કારણ કેબની શકે છે કે પ્લેસેન્ટા ઓછી સારી રીતે કામ કરી રહ્યું હોય અને અમે હૃદયના ધબકારામાં થતાં ફેરફારને ચૂકી જવા માંગતા નથી જે સૂચવે છે કે બાળક પ્રસૂતિ દરમિયાન સારી રીતે સામનો કરી રહ્યું નથી. આ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં થાય છે.આ જન્મ પછીની દેખભાળને કેવી રીતે અસર કરી શકે છે?
- તમારે તમારા બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવવી પડશે અને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી હોસ્પિટલમાં રહેવું પડશે
- તમારી બ્લડ પ્રેશરની સારવાર એવા ઉપચારોમાં બદલવામાં આવશે જે સ્તનપાન માટે યોગ્ય હોય
- તમારા બ્લડપ્રેશરની સતત દેખરેખ અને સારવાર માટે તમારે તમારા GPને મળવું પડશે.
ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો શું અર્થ થશે? હું આના ફરીથી થવાના જોખમને કેવી રીતે ઘટાડી શકું?
- જો તમે વધુ વજન ધરાવતા અથવા નિષ્ક્રિય હોવ તો આહાર અને કસરત દ્વારા હાઈબ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે
- તમારા બ્લડપ્રેશરનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને તે સારી રીતે નિયંત્રિત (140/90 mmHg કરતાં ઓછું) છે તેની ખાતરી કરવાથી ભવિષ્યની ગર્ભાવસ્થામાં તમારા અને/અથવા તમારા બાળક માટેના નુકસાનનું જોખમ ઘટશે.
ભવિષ્યના/મારા લાંબાગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું છું?
- ક્રોનિક હાયપરટેન્શન તમારા હૃદયરોગના લાંબાગાળાના જોખમને વધારે છે જેમાં હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે.
- સ્વાસ્થ્યવર્ધક આહાર ખાઈને, ખાસકરીને તમારા મીઠાનું સેવન ઘટાડીને અને નિયમિત કસરત કરવાથી તમારા હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે,
- તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારી બ્લડપ્રેશરની સારવાર લેવાથી પણ તમારા હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે અને તમારા GP તમને જણાવશે કે સારવાર દરમિયાન તેઓ તમારું બ્લડ પ્રેશર કેટલું ઓછું રાખવા ઈચ્છે છે.
