Antibiotics in labour

લેબરમાં એન્ટિબાયોટિક્સ

Cannula in back of hand પ્રસુતિ દરમિયાન તમને એન્ટિબાયોટિક્સ નીચેનાં બે કારણોસર આપવામાં આવી શકે છે:

1) ચેપનું જોખમ

જો ગ્રુપ B સ્ટ્રેપ્ટોકોકસ (GBS) નામના બેક્ટેરિયમ દ્વારા બાળકને ચેપ લાગવાનું જોખમ વધારે હોય તો પ્રસુતિ દરમિયાન એન્ટિબાયોટિક્સની ભલામણ કરવામાં આવશે. આ પ્રસુતિ સમયે સૂચવી શકાય છે જો:
  • a) તમારી વર્તમાન અથવા અગાઉની ગર્ભાવસ્થાના પરિણામોમાં યોનિમાર્ગનાં અથવા પેશાબનાં ટેસ્ટમાં GBS જણાયું છે; અથવા
  • b) પ્રસુતિ 37 અઠવાડિયા પહેલા શરૂ થઈ જાય અને તેનું કારણ પ્રસુતિની શરૂઆત પહેલાં જ પટલમાં થયેલું ભંગાણ હોય.
તમારા બાળકના જન્મ સુધી તમને કઈ એન્ટિબાયોટિક્સ આપવી તે નક્કી કરવા માટે ટીમ તમારી એલર્જી અને ઉપલબ્ધ પરિણામોની તપાસ કરશે. જો એન્ટિબાયોટિક્સ માત્ર આ લક્ષણો માટે જ આપવામાં આવે, તો તમે પ્રસુતિ દરમિયાન હલનચલન કરી શકો છો.

2) સંભવિત ચેપના સંકેતો

તાવ અથવા તમારા અથવા ગર્ભાશયમાં બાળકનાં હૃદયના ધબકારા અપેક્ષાથી વધી જવાં જેવા લક્ષણોનાં લીધે પ્રસુતિમાં ચેપની શંકા થઈ શકે છે. તમારા શરીરનાં કોઈ પણ ભાગમાં ચેપ લાગી શકે છે. જો ચેપ ખરેખર ક્યાં છે તે સમજાય નહીં, તો એવી ધારણા બાંધવામાં આવે છે કે તે ગર્ભાશયમાં હોઈ શકે છે અને થોડા દિવસો પછી તેની પુષ્ટિ કરવી મુશ્કેલ બની શકે છે. જો સારવાર ન થાય, તો ચેપ ક્યારેક લોહીમાં ફેલાય છે, જેને લીધે ગંભીર પરિણામો આવી શકે છે. ચેપને લીધે ઊભાં થતાં જોખમને જોતાં, મેડિકલ ટીમ તમારું અને તમારા બાળકનું વિગતવાર મૂલ્યાંકન કરશે. તેઓ ચેપના પ્રકારને શોધવામાં મદદ કરવા માટે તમારા પર અમુક ટેસ્ટ કરશે. આમાં બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને યોનિમાર્ગનાં સ્વેબનાં ટેસ્ટનો સમાવેશ થાય છે. સંપૂર્ણ બ્લડ કાઉંટ, સી-રિએક્ટિવ પ્રોટીન (CRP), બ્લડ/યુરિન/યોનિનું કલ્ચર અને સંવેદનશીલતાની ટેસ્ટ કરવામાં આવે છે. ટીમ તમારી નસમાં કેન્યુલા (ખૂબ જ ઝીણી, લવચીક પ્લાસ્ટિકની નળી) દ્વારા એન્ટિબાયોટિક્સ શરૂ કરવાની ભલામણ કરશે. આ સ્થિતિમાં તમારાં પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે અને આમાં તમારી અને બાળકની સતત દેખરેખ સામેલ હોવાને લીધે તમે લેબર દરમિયાન વધુ હરીફરી નહીં શકો. અમે તમારી જન્મ આપવાની પસંદગીને શક્ય તેટલું સમર્થન આપીશું અને તમામ વિકલ્પો અને ભલામણોની ચર્ચા કરીશું જેથી તમે તમારી દેખરેખ વિશે સભાનપણે પસંદગીઓ કરી શકો. અમે તમને એવો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરીશું જે તમારા માટે આરામદાયક અને યોનિમાર્ગથી થતાં જન્મને સરળ બનાવવા માટે પ્રખ્યાત છે. બ્લડ ટેસ્ટનાં અમુક પરિણામો થોડા કલાકોમાં મળી જાય છે અને કેટલાક ટેસ્ટ(માઈક્રોબાયોલોજીકલ કલ્ચર અને સંવેદનશીલતા)માં 3 દિવસ જેટલો સમય લાગી શકે છે. તમારી ટીમ તમારા લેબર દરમિયાન તમારું અને તમારા બાળકનું નજીકથી નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે અને તમને તેમના તારણો અને ભલામણોથી માહિતગાર રાખશે. તમને કોઈ પણ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો તમે તેમની સાથે તે શેર કરી શકો છો.

જન્મ પછી શું થશે?

1) ચેપનું જોખમ

જો તમને લેબર દરમિયાન GBS ચેપના જોખમને કારણે જ એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે, તો તેને જન્મ સમયે બંધ કરવામાં આવશે. જન્મ પછી 12-24 કલાક સુધી, તમારી ટીમ ચેપના લક્ષણો સહિતની કોઈ પણ ચિંતાજનક બાબત માટે તમને અને બાળકને મોનિટર કરશે. મોનિટરિંગનો હેતુ જોખમનાં પ્રારંભિક લક્ષણો અને સંકેતોને જાણવાનો છે. બાળક માટે, આમાં હૃદયના ધબકારા, શ્વસન દર, રંગ, તાપમાન અને ખોરાકનું એકંદર મૂલ્યાંકન અને નિયમિત માપણી સામેલ હશે. બાળક તેની માતા સાથે પોસ્ટનેટલ વોર્ડમાં રહેશે.

2) સંભવિત ચેપના ચિહ્નો

જન્મ પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી તમારું તાપમાન સામાન્ય ન થાય, તમને સારું ન લાગે અને ચેપના પરિણામોમાં સુધારો ન થાય ત્યાં સુધી તમારી એન્ટિબાયોટિક્સ કેન્યુલા દ્વારા ચાલુ રાખવામાં આવશે. તમારી રિકવરી અને ટેસ્ટ રિઝલ્ટનાં આધારે, તમને એન્ટિબાયોટિક કોર્સ તરીકે ગોળીઓ ચાલુ રાખવાની જરૂર પડી શકે છે. એન્ટિબાયોટિક્સ લેવાની કુલ અવધિ બદલાઈ શકે છે પરંતુ જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તે લેવામાં સુરક્ષિત રહેશે. જો તમને યુરિનરી ઇંફેક્શન થયું હોય, તો ચેપ સંપૂર્ણપણે નાબૂદ થયો છે તેની ખાતરી કરવા માટે તમારો એન્ટિબાયોટિક કોર્સ પૂર્ણ થયાનાં એક અઠવાડિયા પછી તમારે ફરીથી યુરિન ટેસ્ટ (કલ્ચર અને સંવેદનશીલતા)નું કરાવવાની જરૂર પડશે.