Vaginal birth after caesarean (VBAC)

v

સિઝેરિયન પછી યોનિમાર્ગ દ્વારા જન્મ (VBAC)

Woman showing a cesarean section scar on her belly

VBAC શું છે?

VBACનો અર્થ છે ‘સિઝેરિયન પછી યોનિમાર્ગથી જન્મ’. આ શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે મહિલાઓ અગાઉના સિઝેરિયન જન્મ પછી બીજા બાળકને યોનિમાર્ગે જન્મ આપે છે અથવા જન્મ આપવાની યોજના ધરાવે છે. યોનિમાર્ગે થતાં જન્મમાં નોર્મલ ડિલિવરી અને ફોર્સેપ્સ અથવા વેક્યુમ કપ (વેન્ટાઉસ) દ્વારા આસિસ્ટેડ ડિલિવરીનો સમાવેશ થાય છે.

જન્મ આપવાની પદ્ધતિ નક્કી કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે?

જે મહિલાઓએ અગાઉ સિઝેરિયન દ્વારા જન્મ આપ્યો હોય તેઓ ગર્ભાવસ્થા દરમિયાન વ્યક્તિગત જોખમો અને વિકલ્પોની ચર્ચા કરવા માટે સલાહકાર પ્રસૂતિ નિષ્ણાત અથવા સલાહકાર દાયણ અથવા નિયુક્ત ડેપ્યુટી સાથે ચર્ચા કરી શકે છે. ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પછી બાળકને જન્મ આપવા માટે મહિલા VBAC અથવા આયોજિત વૈકલ્પિક સિઝેરિયન ઓપરેશન પસંદ કરી શકે છે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તમારી સાથે પ્લાનને રિવ્યુ કરવામાં આવશે. તમે તમારો વિચાર બદલી શકો છો અને તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત સાથે કોઈ પણ પ્રશ્નોની ચર્ચા કરી શકો છો. ઇમર્જન્સી સમયે કૃપા કરીને તમારા લોકલ પ્રસુતિ યૂનિટને કૉલ કરો.

શું બધી મહિલાઓ માટે VBAC યોગ્ય હોય છે?

તમામ મહિલાઓ માટે VBACની ભલામણ કરવામાં આવતી નથી. LSCS પછી તમારી પ્રથમ/અનુગામી ગર્ભાવસ્થામાં તમને એક પત્ર આપવામાં આવ્યો હશે જે તમને તમારા વિશે વિકલ્પો વિશે સમજાવે છે. કન્સલ્ટેશન સમયે ઓબ્સ્ટેટ્રિક ડૉક્ટર અથવા સ્પેશિયાલિસ્ટ દાયણ તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે અને જો ઉપલબ્ધ હોય તો તમારી અગાઉની નોંધો રિવ્યુ કરશે. એક વ્યક્તિગત પ્લાન પર તમારી સંમતિ લેવાશે જેને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તપાસ કરવામાં આવશે.

VBAC વિશેનાં તથ્યો

યુકેમાં દર પાંચમાંથી એક મહિલાએ LSCS દ્વારા જન્મ આપવાનો અનુભવ કર્યો છે. આમાંથી લગભગ અડધા આયોજિત હોય છે જ્યારે બાકીનાં અડધા ઇમર્જન્સીનાં સમયે કરવામાં આવે છે. VBAC સામાન્ય રીતે પહેલાં માત્ર એક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓને જ ઓફર કરવામાં આવે છે જેમાં બાળક હેડ ડાઉન પોઝિશનમાં હોય અને જેમને નીચેનાં ભાગમાં સિઝેરિયન સેક્શન (LSCS) કરવામાં આવ્યું હોય છે. આમાં સફળતાની શક્યતા લગભગ 72-75% છે. VBACની સફળતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આમાં માતૃત્વને લીધે વધેલું વજન, તમારું સ્વાસ્થ્ય અને તમારૂં લેબર આપમેળે શરૂ થાય છે કે નહીં તેનો સમાવેશ થાય છે. જે મહિલાઓમાં અગાઉના LSCSને એક વર્ષ કરતાં ઓછો સમય થયો હોય છે તેમને ઘા ફરી ખુલવાનું જોખમ વધારે નથી, પરંતુ બાળકનો જન્મ સમય પહેલાં થવાનુ જોખમ વધારે હોય છે. સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે બે બાળકોનાં જન્મ વચ્ચે ઓછામાં ઓછું એક વર્ષનું અંતર હોવું જોઈએ. જે મહિલાઓએ બે કે તેથી વધુ બાળકોને સિઝેરિયનથી જન્મ આપ્યાં હોય તેમને કાઉન્સેલિંગ પછી VBAC માટેની તક આપવામાં આવી શકે છે. એમાં પણ સફળતાનો દર સમાન છે (62-75%). જો તમે અગાઉ સફળ VBAC કરાવ્યું હોય તો ફરીથી તમારૂં VBAC સફળ થવાની તક 85-90% જેટલી છે.

VBAC સાથે કયા જોખમો સંકળાયેલાં છે?

ઘા ખુલી જવાની શક્યતા 1:200 (0.5%) છે, જો તમને ઇંડ્યુસ કરવામાં આવ્યાં હોય તો આ શક્યતામાં નોંધપાત્ર વધારો થાય છે. પ્રોસ્ટાગ્લાન્ડિન્સ(મેડિકલ પદ્ધતિ)નાં ઉપયોગની સરખામણીએ એમ્નીયોટોમી (પટલનું કૃત્રિમ ભંગાણ) અથવા બલૂન કેથેટર સાથેનાં ઇન્ડક્શનમાં ઘા ખુલી જવાનું જોખમ ઓછું છે. લગભગ 25% પ્રસૂતિમાં મહિલાઓને LSCSની જરૂર પડે છે. આયોજિત LSCS કરતાં ઇમર્જન્સી LSCSમાં વધુ જોખમ હોય છે અને તમને હેમરેજ થવાની સંભાવના વધારે હોય છે, જેના કારણે આ પરિસ્થિતિમાં લોહી ચઢાવવાની જરૂર પડે છે. આયોજિત પ્રોસીજર કરતાં ઇમર્જન્સી પ્રોસીજર દરમિયાન મૂત્રાશય અથવા આંતરડાની ઇજા થવાની શક્યતા પણ વધુ હોય છે. પહેલી વાર બાળકને જન્મ આપતી મહિલા જેટલી જ મુશ્કેલી બાળકને પણ થઈ શકે છે. તમને આસિસ્ટેડ જન્મની જરૂર પડી શકે છે અથવા પાછળના માર્ગ (ગુદા) ને સંડોવતા પેરીનેલ ટ્રૉમાનો અનુભવ થઈ શકે છે. જન્મ સમયેનું બાળકનું અનુમાનિત વજન પેરીનેલ ઇજાને અસર કરતાં જોખમનું પરિબળ હોઈ શકે છે.

સફળ VBACનાં લાભ શું છે?

જો તમારૂં VBAC સફળ રહ્યું હોય, તો તેમાં આયોજિત LSCS કરતાં ઓછી જટિલતાઓ છે. તમારી રિકવરી ઝડપી થવાની શક્યતા છે અને તમે સામાન્ય પ્રવૃત્તિઓ વહેલા શરૂ કરી શકશો. તમારું હોસ્પિટલમાં રોકાણ પણ ઓછું રહેશે. તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવાની શક્યતા પણ ઓછી છે.

VBAC ક્યારે સલાહભર્યું નથી?

જો તમે અગાઉ ગર્ભાશય ફાટવાનો અનુભવ થયો હોય અથવા ક્લાસિકલ સિઝેરિયનનો ઘા(પેટ પર વર્ટિકલ ઘા) હોય અથવા અન્ય ગર્ભાવસ્થા અથવા મેડિકલ/આરોગ્ય સંબંધી ગૂંચવણો હોય અથવા અગાઉ ગર્ભાશયની સર્જરી થઈ હોય તો આયોજિત VBACની ભલામણ કરવામાં આવતી નથી.

VBAC નો અનુભવ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ દરમિયાન શું થાય છે?

તમને સામાન્ય રીતે હોસ્પિટલના લેબર વોર્ડમાં પ્રસૂતિ કરાવવાની સલાહ આપવામાં આવશે. જ્યારે તમને નિયમિત સંકોચન થાય અથવા તમારું પાણી તૂટી જાય ત્યારે તમને હોસ્પિટલને કૉલ કરવાનું કહેવામાં આવે છે. બાળકના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પેઈન રિલીફનાં ઘણાં વિકલ્પો ઉપ્લબ્ધ છે અને પ્રવાહી વ્યવસ્થાપન માટે તમારા હાથમાં ઇન્ટ્રાવેનસ સોય દાખલ કરવા વિશે સલાહ આપવામાં આવશે. જો તમે હોસ્પિટલમાં જન્મ નથી આપી રહ્યાં, તો નિષ્ણાત દાયણ અથવા કન્સલ્ટન્ટ દાયણ તમારી સાથે વ્યક્તિગત યોજના બનાવશે.

જ્યારે પ્રસુતિ પીડા જાતે શરૂ ન થાય ત્યારે શું થાય છે?

જો તમને 40 અઠવાડિયા સુધી પ્રસુતિ પીડાઆપમેળે શરૂ ન થાય તો તમને સામાન્ય રીતે એન્ટેનેટલ ક્લિનિકમાં તપાસવામાં અને મૂલ્યાંકન કરવામાં આવશે. તમને પ્રોસ્ટાગ્લાન્ડિન્સ (મેડિકલ પદ્ધતિ) સાથે ઇન્ડક્શન (IOL), એમ્નીયોટોમી (પટલનું કૃત્રિમ ભંગાણ) અથવા બલૂન કેથેટર સાથે ઇન્ડક્શન અથવા હજુ એક અઠવાડિયાની રાહ જોવા જેવા વિકલ્પો આપવામાં આવશે. તમારી સાથે વ્યક્તિગત ધોરણે LSCS દ્વારા ડિલિવરીની ચર્ચા કરવામાં આવશે. પ્રસુતિ અથવા LSCS ને લગતા કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા અને તમારા બાળક પરનાં કોઈ પણ જોખમને ધ્યાનમાં રાખવામાં આવશે.