પ્રસૂતિ યૂનિટ માટે તમારી બૅગ પૅક કરવી
અહીં તમારી બૅગ સહિત ધ્યાનમાં લેવા જેવી બાબતોની સૂચિ છે. જો તમે બાળકને ઘરે જન્મ આપવાનું વિચાર કરી રહ્યાં હોવ તો પણ, જો પ્રસૂતિ પીડા પહેલા અથવા દરમિયાન તમારી યોજનાઓ બદલાય તો બૅગ પૅક કરીને રાખવી ઉપયોગી રહેશે:
અહીં તમારી બૅગ સહિત ધ્યાનમાં લેવા જેવી બાબતોની સૂચિ છે. જો તમે બાળકને ઘરે જન્મ આપવાનું વિચાર કરી રહ્યાં હોવ તો પણ, જો પ્રસૂતિ પીડા પહેલા અથવા દરમિયાન તમારી યોજનાઓ બદલાય તો બૅગ પૅક કરીને રાખવી ઉપયોગી રહેશે:
❏ કાર પાર્ક માટેના સિક્કા /કારની પાર્ક ચુકવણીની વિગતો
❏ પીણાં અને નાસ્તો
❏ ફોન અને ચાર્જર
❏ કેમેરા
❏ પુસ્તકો મેગેઝિન
❏ આરામદાયક કપડાં/ચંપલ/શોર્ટ્સ
❏ રાતે રહેવાનાં કપડાં/ટોયલેટરી વગેરે, જો રાતે રહેવાનું આયોજન (યોજના) હોય તો/રહી શકે એમ હોય તો
❏ 1 x નેપીઝ (લંગોટ/ચડ્ડી – બાળકનું બાળોતિયું) નું પેક
❏ કપડાં; સ્લીપસુટ અને વેસ્ટ (બંડી) (દરેકમાંથી 3-4)
❏ ઘણી સુતરાઉ અને ઊની ટોપીઓ
❏ ઘરે જવા માટે કપડાં
❏ મોજાં/મિટન્સ (x2 જોડી)
❏ કોટન વૂલ/વોટર વાઇપ્સ
❏ મલમલ ચોરસ/બિબ્સ
❏ બાળકને ઘરે લઈ જવા માટે કારની સીટ – અગાઉથી કેવી રીતે ઉપયોગ કરવો તે શીખો!
❏ બેબી નાનાં બાળકનો ધાબળો/શાલ
જો તમે તમારા બાળકને ઉપરનું દૂધ આપવાનું વિચારી રહ્યા હોવ; તો તમારી દાયણ પાસે તપાસ કરો કે તમારે પ્રસૂતિ એકમમાં શું લઈ જવાની જરૂર છે.
❏ પ્રસૂતિ નોંધો અને વ્યક્તિગત દેખભાળ યોજના
❏ કોઈ પણ દવાઓ કે જે તમે નિયમિતપણે લેતા હોવ
❏ પ્રસૂતિ વખતે પહેરવા માટે આરામદાયક કપડાં
❏ ચપ્પલ અને/અથવા ફ્લિપ-ફ્લોપ
❏ ડ્રેસિંગ વખતે પહેરવાનો ઝભ્ભો અને પાયજામા/નાઈટ ડ્રેસ (રાત્રે પહેરવાનાં કપડાં) (2) જે આગળના ભાગે ખુલે છે (બાળકને સ્તનપાન કરાવવાની સરળતા માટે)
❏ ઘરે પહેરવા માટે આરામદાયક કપડાં
❏ ક્રોપ ટોપ/બિકીની ટોપ જો વોટર/બર્થિંગ પૂલ (પાણીનાં પૂલ) નો ઉપયોગ કરવાનાં હોવ તો
❏ આરામદાયક બ્રા/ફીડિંગ (સ્તનપાન કરાવવાની) બ્રા
❏ જન્મ આપ્યા પછી પહેરવા માટે નીકર (ચડ્ડી) – મોટી મોટા સાઈઝ માપની , સુતરાઉ અને આરામદાયક અને/અથવા ડિસ્પોઝેબલ (એક વખત વાપરીને ફેંકી દેવાની) નીકર (ચડ્ડી)
❏ પુખ્ત મોટા સાઈઝ માપનો ટુવાલ (2) જો પાણીનાં પૂલ નો ઉપયોગ કરવાનાં હોવ તો
❏ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, હેરબ્રશ, હેર ટાઈ (વાળ બાંધવાની ક્લિપ) અને લિપ બામ (હોઠ સુકાય નહીં એટલે લગાવવાનો મલમ) સહિતની ટોયલેટરીઝ (સામાન)
❏ મેટરનિટી (પ્રસૂતિ પછી વાપરવાના) સેનિટરી પેડ્સના 2 પેક પેકેટ (જાડા અને અતિ-શોષક)
❏ બ્રેસ્ટ (સ્તન માટેનાં) પેડ્સ
❏ મજૂરીમાં પ્રસૂતિની પીડા વખતે ઉપયોગમાં લેવા માટેનું મસાજનું તેલ
❏ ચશ્મા/કોન્ટેક લેન્સીસ
❏ સંગીત વગાડવા માટે પોર્ટેબલ સ્પીકર્સ/ઇયરફોન
❏ પીણાં, નાસ્તો અને પીણાં પીવા માટે સ્ટ્રો
❏ પાણીનો છંટકાવ કરવાનું સાધન/પંખો
❏ વધારાના ઓશીકા(ઓ)
❏ ટેન્સ મશીન (જો તમે તેનો ઉપયોગ કરવાનું વિચારતા હો)
❏ પુસ્તકો/મેગેઝિન
❏ ફોન અને ચાર્જર