Child benefit

ચાઇલ્ડ બેનિફિટ (સંતાન લાભ)

Child benefit form ચાઇલ્ડ બેનિફિટ એ ટેક્સ-ફ્રી ચુકવણી છે જેનો ઉદ્દેશ્ય માતા-પિતાને બાળકોને ઉછેરવાના ખર્ચનો સામનો કરવામાં સહાયતા કરવાની છે. જો તમે 16 વર્ષથી ઓછી ઉંમરના એક અથવા વધુ બાળકો માટે જવાબદાર છો (અથવા 20 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જો તેઓ માન્ય શિક્ષણ અથવા તાલીમમાં રહે તો) તો તમને ચાઇલ્ડ બેનિફિટ મળે છે. તમે કેટલા બાળકો માટે કલેઇમ કરી શકો તેની કોઈ મર્યાદા નથી. વધુ જાણો અને કેવી રીતે કલેઇમ કરવો: