Perineal massage

પેરીનેલ મસાજ

Diagram demonstarting hand positions when performing perineal massage ગર્ભાવસ્થાના પાછલા અઠવાડિયામાં પેરીનિયમ (યોનિ અને ગુદા વચ્ચેનો વિસ્તાર) ની માલિશ કરવાથી બાળકનાં જન્મ દરમિયાન તેના ફાટી જવાની અને ટાંકા લેવાની અથવા એપિસિઓટોમીની જરૂર પડવાની સંભાવના ઓછી થઈ જાય છે. તમે 34 અઠવાડિયાના ગર્ભવતી હોવ ત્યારથી તેની માલિશ શરૂ કરી શકો છો અને તમારા બાળકના જન્મ સુધી દરરોજ/દર બીજા દિવસે તેનો અભ્યાસ કરી શકો છો. Hતમારા પેરીનિયમની માલિશ કેવી રીતે કરવી:
  • તમારા હાથ ધોવો
  • તમારા પગને ઘૂંટણમાંથી વાળીને આરામથી બેસો જેથી તમે સરળતાથી તમારા પેરીનિયમ સુધી પહોંચી શકો. જો તમે ઈચ્છો તો અરીસાનો ઉપયોગ કરી શકો છો
  • આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરીને પેરીનિયમની ત્વચામાં તેલ (વનસ્પતિ આધારિત) નું માલિશ કરો
  • તમારી યોનિમાર્ગની અંદર એક અથવા બંને અંગૂઠા મૂકો અને તેને ગુદા તરફ (નીચેની તરફ) દબાવો. ત્યાર પછી અંગૂઠાને યુ-આકારની ગતિમાં ફેરવો અને દરેક બાજુએ ખસેડો. આ ક્રિયાથી થોડું કળતર અને થોડી બળતરા થઈ શકે છે
  • આ ક્રિયાનો હેતુ યોનિમાર્ગની અંદરના વિસ્તારને માલિશ કરવાનો છે, જરૂરી નથી કે માત્ર બહારની ત્વચાને જ માલિશ કરવું
  • ઓછામાં ઓછું પાંચ મિનિટ માટે માલિશ કરવાનું લક્ષ્ય રાખો.