જ્યારે તમે ગર્ભવતી હો ત્યારે ગર્ભનિરોધક વિશે વિચારવું અને આયોજન કરવું તે વિચિત્ર લાગે છે. જો કે, સંશોધન દર્શાવે છે કે ઘણા દંપત્તિ તેમના બાળકના જન્મના છ અઠવાડિયાની અંદર સેક્સ કરવાનું શરૂ કરી દે છે. શું તમે જાણો છો કે જ્યારે તમારું બાળક માત્ર 21 દિવસનું હોય અને તમારું માસિક પાછું આવે તે પહેલાં ગર્ભવતી થવું શક્ય છે?તમારા પ્રસૂતિ યુનિટમાં અસરકારક, સુરક્ષિત ગર્ભનિરોધક ઉપલબ્ધ છે અને તમે જન્મ આપો કે તરત જ તેને શરૂ કરી શકાય છે. આનો અર્થ એ છે કે ગર્ભનિરોધક શરૂ કરવા માટે તમારે તમારા GP અથવા સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક (જાતીય સ્વાસ્થ્ય ચિકિત્સાલય) માં વધારાની એપોઇન્ટમેન્ટની જરૂર નથી.આ ખાસ કરીને એવા સમયે મદદરૂપ થાય છે જ્યારે તમે એક નવજાત બાળક અને તમારી જાતની દેખભાળ રાખવામાં વ્યસ્ત હશો.તમારા માટે ઉપલબ્ધ વિકલ્પો વિશે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરવા માટે થોડો સમય કાઢો, જેમાંથી કેટલાક તમારા બાળકના જન્મ પછી તરત જ ઉપલબ્ધ થઈ શકે છેઓછામાં ઓછા એકથી બે વર્ષના અંતરાલ સાથે આયોજિત ગર્ભાવસ્થા તમારા અને તમારા બાળક માટે સ્વસ્થ ગર્ભાવસ્થા સાથે સંકળાયેલી છે. ગર્ભાવસ્થામાં એક વર્ષથી વધુનું અંતર પ્રી-ટર્મ (નિયત સમય કરતાં પહેલા) જન્મ, જન્મ સમયે ઓછું વજન અને નવજાત મૃત્યુનું જોખમ ઘટાડે છે. તે ભવિષ્યની ગર્ભાવસ્થામાં જટિલતાઓના જોખમને પણ ઘટાડે છે, ખાસ કરીને જ્યારે તમે સિઝેરિયન સેક્શન દ્વારા જન્મ આપ્યો હોય, કારણકે તે તમારા ગર્ભાશય પરના નિશાનને સંપૂર્ણ રીતે ઠીક થવાની મંજૂરી આપે છે.અસરકારક ગર્ભનિરોધક તમને તે નક્કી કરવા માટે નિયમનમાં રાખે છે કે તમે ક્યારે અને શું તમે બીજું બાળક લાવવા ઇચ્છો છો અને તેની તમારા માસિક અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર કેટલીક ફાયદાકારક અસરો થઈ શકે છે.પ્રસૂતિ પહેલાની મુલાકાત દરમિયાન તમને ગર્ભનિરોધક માટેની તમારી યોજનાઓ વિશે પૂછવામાં આવશે. વિવિધ વિકલ્પો અને તમારા માટે શું યોગ્ય હોઈ શકે છે તે વિશે વિચારવા માટે થોડો સમય ફાળવો. તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરો અને તમને જરૂરી હોય તેવી કોઈપણ વધુ માહિતી માટે પૂછો. એકવાર તમે પસંદગી કરી લો છો તો તે પછી તેને તમારી વ્યક્તિગત દેખભાળ અને સહાયતા યોજનામાં દાખલ કરી શકાય છે અને જન્મ પછી તમને પ્રદાન કરી શકાય છે.
ગર્ભનિરોધકનું કયું સ્વરૂપ (પ્રકાર) મારા માટે યોગ્ય છે?
ગર્ભનિરોધક માટેના સૌથી અસરકારક વિકલ્પો સામાન્ય રીતે તે હોય છે જે કેટલાક વર્ષો સુધી ચાલે છે અને તમારે તેને દરરોજ લેવાનું યાદ રાખવાની જરૂર નથી હોતી. તેને લોંગ એક્ટિંગ રિવર્સિબલ કૉન્ટ્રાસેપ્શન (LARC) કહેવામાં આવે છે અને તેમાં પ્રોજેસ્ટોજન અથવા હોર્મોન કોઇલ, કોપર કોઇલ અથવા પ્રોજેસ્ટોજન ઇમ્પ્લાન્ટનો સમાવેશ થાય છે.ટૂંકા ગાળાની પદ્ધતિઓ (જે તમારે દરરોજ લેવાનું યાદ રાખવાની જરૂર પડે છે)માં ગર્ભનિરોધક ઇન્જેક્શન (જે ડેપો-પ્રોવેરા અથવા ‘ડેપો’ તરીકે ઓળખાય છે), પ્રોજેસ્ટોજન ઓન્લી પિલ્સ (POP અથવા ‘મિની પિલ’) અને કમ્બાઈન્ડ ઓરલ કૉન્ટ્રાસેપ્ટીવ પિલ (COCP)નો સમાવેશ થાય છે.કાયમી કુટુંબ નિયોજન પદ્ધતિઓમાંનસબંધી (વંધ્યીકરણ), જેમાં ફેલોપિયન ટ્યુબને (અંડાશયને ગર્ભાશય સાથે જોડતી નળીઓ) ક્લિપ મારવામાં આવે છે અથવા કાપવામાં આવે છે અને પુરૂષ સહભાગી માટે નસબંધી છે.એ યાદ રાખવું અગત્યનું છે કે આમાંની કોઈપણ પદ્ધતિ જાતીય રીતે સંચારિત સંક્રમણ સામે રક્ષણ આપતી નથી. જો તમને સંક્રમણનું જોખમ હોય, ઉદાહરણ તરીકે જ્યારે નવા સહભાગી સાથે જાતીય સંબંધ રાખો છો ત્યારે તમારે અવરોધ પદ્ધતિ અથવા કોન્ડોમનો પણ ઉપયોગ કરવો જોઈએ. નીચેની લિંકમાં, ઉપલબ્ધ તમામ વિકલ્પો વિશે વધુ જાણો.તમે જન્મ આપ્યા પછી તરત જ મોટાભાગનાપ્રદાન કરી શકાય છે. ફક્ત પૂછો અને યાદ રાખો કે સગર્ભાવસ્થા દરમ્યાન આપવામાં આવતી વ્યક્તિગત દેખભાળ અને સહાયતા યોજનામાં તમારા આરોગ્ય અને સુખાકારીના વિભાગ 16 માં તમને શું જોઈએ છે તેની નોંધ કરો.