ગર્ભાવસ્થામાં સામાન્ય વજનમાં વધારો 10-12.5 kg (22-28lb) ની વચ્ચે હોય છે. તમારા સગર્ભાવસ્થા પહેલાંનાં વજનનો ઉપયોગ કરીને નીચેના BMI કેલ્ક્યુલેટર વડે તમારા BMI (શારીરિક વજનનાં આંક) ની ગણતરી કરો. જો તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆત ઉચ્ચ BMI (35 થી વધુ) અથવા નીચા BMI (18 કે તેથી ઓછા) સાથે કરો છો, તો તમારી દાયણ અથવા GP તમને વજન વધારવા અથવા ઘટાડવા વિશે વિશેષ આહાર સલાહ આપી શકે છે.
ગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ એ હાઈ બ્લડ સુગર (ઉચ્ચ રક્ત શર્કરા) છે જે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે અને સામાન્ય રીતે જન્મ પછી અદૃશ્ય થઈ જાય છે. તે ત્યારે થાય છે જ્યારે શરીર ગર્ભાવસ્થાની વધેલી માંગને પહોંચી વળવા માટે પૂરતું ઇન્સ્યુલિન (રક્તમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે જવાબદાર હોર્મોન) ઉત્પન્ન કરી શકતું નથી. આનાં લક્ષણો સામાન્ય નથી, પરંતુ ઘણી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થિતિ માટે તપાસવામાં આવે છે, ખાસ કરીને જો તેમની પાસે ચોક્કસ જોખમી પરિબળો (કારણો) હોય. તમારી મિડવાઇફ (દાયણ) ને પૂછો કે શું તમને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવા જોખમ છે અને શું તમારે પરીક્ષણ કરાવવાની જરૂર છે.
જો તમે એવા દેશોમાં મુસાફરી કરી રહ્યા હોવ કે જ્યાં ચોક્કસ બિમારીથી સુરક્ષા માટે રસીકરણની જરૂર હોય તો કૃપા કરીને તમારી પ્રેક્ટિસ દેખભાળ કરતી નર્સ સાથે વાત કરો. જીવંત બેક્ટેરિયા અથવા વાયરસનો ઉપયોગ કરતી કેટલીક રસીઓની ભલામણ ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી નથી કારણ કે તે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ક્રિય રસીઓ ગર્ભાવસ્થામાં સલામત છે.
ગર્ભાવસ્થા દરમિયાન ટ્યુબ, ટ્રેન અને બસમાં મુસાફરી કરવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ફ્રી બેબી ઑન બોર્ડ! બેજ ઑડર કરવું મુસાફરી ને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. હંમેશા પાણીની બોટલ સાથે મુસાફરી કરો અને શક્ય હોય ત્યારે બેસી જાવ.
જો ઘરથી દૂર મુસાફરી કરી રહ્યા હોવ તો હંમેશા તમારી સાથે હાથવગી પ્રસૂતિ નોંધો રાખો. જો સગર્ભાવસ્થાના મધ્ય/પછીના તબક્કામાં ઘરથી દૂર મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે તમને તાત્કાલિક સંભાળની જરૂર પડે તો સ્થાનિક પ્રસૂતિ યૂનિટની જાણકારી આપવી યોગ્ય રહેશે.
હાલમાં એવી ભલામણ કરવામાં આવે છે કે તમામ ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ફ્લૂ અને મોટી ઉધરસની રસી આપવામાં આવે. ગર્ભાવસ્થાના પ્રારંભમાં આ વિશે તમારી દાયણ અથવા તમારા GPને ત્યાં કામ કરતી નર્સને પૂછો. જો તમે મુસાફરી કરી રહ્યા હો, તો કૃપા કરીને મુસાફરીની સલામતી વિશેની માહિતી જુઓ.
શું તમે રસીકરણ માટે મુલાકાતનો સમય લીધો છે?
કૃપા કરીને ધ્યાન રાખો કે તમે મુલાકાતનો સમય સાચવો.
રસીકરણ અત્યારે અને ભવિષ્યમાં ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે, તેથી તમારા અને તમારા પરિવાર માટે વર્તમાન રસીકરણની માહિતી રાખવી ખરેખર મહત્વપૂર્ણ છે. જો તમે ગર્ભવતી હો અથવા નાના બાળકો હોય તો આ ખાસ કરીને મહત્વનું છે.જ્યાં સુધી તમારામાં COVID-19 નાં લક્ષણો ન હોય અને તમે COVID-19 નાં લક્ષણોને કારણે સ્વયં એકલા રહેવું સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી તમારે તમારી મુલાકાતમાં સામાન્ય રીતે હાજરી આપવી જોઈએ.જો તમને સમસ્યા હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને તમારી GP પ્રેક્ટિસને કૉલ કરો.
ફ્લૂની રસી
ફ્લૂની રસી દર વર્ષે શિયાળામાં ઉપલબ્ધ હોય છે અને ગર્ભાવસ્થાના દરેક તબક્કે સલામત છે. તમને ફ્લૂની રસીની ભલામણ કરવામાં આવે છે કારણ કે જ્યારે સગર્ભા હોય ત્યારે ફ્લૂ પકડવાથી તમારા અને તમારા બાળક બંને માટે ગંભીર ગૂંચવણો થઈ શકે છે.
મોટી ઉધરસની રસી
મોટી ઉધરસની રસી તમામ ગર્ભવતી મહિલાઓ માટે ભલામણ કરવામાં આવે છે અને તે ગર્ભાવસ્થાના 16 થી 38 અઠવાડિયાની વચ્ચે આપી શકાય છે. આદર્શ રીતે મહિલાઓ ગર્ભાવસ્થાના 16 થી 32 અઠવાડિયાની વચ્ચે રસીકરણ કરાવવું જોઈએ કારણ કે આથી શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત થાય છે કે આ રસીને લીધે તમારા બાળકને પાસે મોટી ઉધરસ સામે રોગપ્રતિકારક તાકાતનો વિકાસ કરવા માટે પૂરતો સમય છે. નાના બાળકોમાં હૂપિંગ મોટી ઉધરસ ને લીધે ન્યુમોનિયા અને મગજને નુકસાન પહોંચાડવા જેવી તકલીફ થઈ શકે છે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન બૂસ્ટર રસી લેવાથી તમારા બાળકને સુરક્ષિત રહેવામાં મદદ મળશે.
ગર્ભાવસ્થામાં સેક્સ કરવું સલામત છે, સિવાય કે તમારા સંભાળ પ્રદાતાએ તેની વિરુદ્ધ સલાહ આપી હોય.કેટલાક યુગલોને ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ આનંદદાયક લાગે છે, જ્યારે કેટલાકને તેમની સેક્સ ડ્રાઇવ માટેની ઈચ્છામાં ફેરફાર જણાય છે અને તેઓને એવું લાગતું નથી કે તેઓ વારંવાર અથવા બિલકુલ સેક્સ કરવા માગે છે. જો તમને સેક્સ માણવાનું મન ન થતું હોય, તો અન્ય રીતો વિશે વિચારો કે જેનાથી તમે તમારા જીવનસાથી સાથે ઘનિષ્ઠતા અને સમીપતા અનુભવી શકો. તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ વિશે વાત કરો અને જો તમને તેમની જરૂર હોય તો ગોઠવણો કરો. તમારા સ્તનોમાં દુખાવો અને કોમળતા હોઈ શકે છે, અને જેમ જેમ તમારો પેટનો ભાગ વધે છે તેમ તેમ અમુક સ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે. સંભોગ કરવાથી તમારા બાળકને નુકસાન થઈ શકતું નથી, અને શું થઈ રહ્યું છે તેને તેની જાણ નહીં થાય.
જ્યારે ગર્ભવતી હોવ ત્યારે ગેરકાયદેસર અથવા શેરી દવાઓનો ઉપયોગ તમને અને તમારા બાળકને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો તમે (અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ) આવી દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તરત જ મદદ લેવી મહત્વપૂર્ણ છે. તમે તમારી દાયણ, GP અથવા ઉપલબ્ધ કોઈપણ નિષ્ણાત સારવાર સેવાઓ સાથે વાત કરી શકો છો.24 કલાક તાત્કાલિક મદદ અને સમર્થન માટે આ સલાહ લાઇનનો સંપર્ક કરો:FRANK:Tel: 0300 123 600Text: 82111
ધૂમ્રપાન કરવું અને નિષ્ક્રિય ધુમાડો શ્વાસમાં લેવો એ તમારા અને તમારા અજાત બાળક માટે અત્યંત હાનિકારક છે.એક સિગારેટમાં 4,000 જેટલા રસાયણો હોય છે જે તમારા લોહીના પ્રવાહ દ્વારા તમારા અજાત બાળક સુધી જાય છે. દિવસમાં ફ્ક્ત એક જેટલું ઓછું ધૂમ્રપાન કરવાથી પણ સગર્ભાવસ્થા અને બાળજન્મમાં જટિલતાઓનું જોખમ વધી શકે છે. જ્યારે તમે સગર્ભા હો ત્યારે શક્ય તેટલી વહેલી તકે ધૂમ્રપાન છોડવાથી આ સામે રક્ષણ મળી શકે છે:
જન્મ સમયે ઓછું વજન
પૂર્વ-અવધિ જન્મ
કસુવાવડ
મૃત્યુ
સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ (SIDS)/પારણાંમાં મૃત્યુ
જન્મ
આધાર
ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકારની મદદથી તમારી ધૂમ્રપાન છોડવાની શક્યતા વધારે છે. ગર્ભાવસ્થા એ સારા માટે ધૂમ્રપાન છોડવાનો આદર્શ સમય છે. તમારી દાયણ અથવા GP તમને સ્થાનિક ધૂમ્રપાન બંધ કરવાની સેવાઓનો સંદર્ભ આપી શકે છે અથવા તમે 0300 123 1044 પર NHS ધૂમ્રપાન હેલ્પલાઇન દ્વારા સ્વ-સંદર્ભ મેળવી શકો છો. તમને ધૂમ્રપાન બંધ કરવા માટેનો સહકાર તમે ક્યાં રહો છો તેના પર અને તમારી વ્યક્તિગત પસંદગીઓ પર આધાર રાખે છે. ધૂમ્રપાન બંધ કરો સેવાઓ સામાન્ય રીતે આપે છે:
સાપ્તાહિક સમર્થન કાં તો રૂબરૂ, ફોન પર અથવા ઑનલાઇન
ધૂમ્રપાન બંધ કરવામાં મદદ કરવા પ્રિસ્ક્રિપ્શન પર અથવા મફત દવા
મોટાભાગની નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ગર્ભાવસ્થામાં વાપરવા માટે સલામત છે. તમારા ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકાર તમને સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન છોડવામાં મદદ કરવા માટે યોગ્ય પદ્ધતિ શોધવામાં તમને મદદ કરવા સક્ષમ હોવા જોઈએ.
ઈ-સિગારેટ
જોખમ મુક્ત ન હોવા છતાં, ઈ-સિગારેટ ધૂમ્રપાનના જોખમનો એક નાનો ભાગ ધરાવે છે. જો ઈ-સિગારેટ અથવા ‘વેપિંગ’નો ઉપયોગ તમને ધૂમ્રપાન મુક્ત રહેવામાં મદદ કરે છે, તો તે તમારા અને તમારા બાળક માટે ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખવા કરતાં ઘણું વધુ સુરક્ષિત છે. જો તમે ઈ-સિગારેટનો ઉપયોગ કરવા માંગતા હો, તો પણ તમે નિષ્ણાત ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકાર પાસેથી મફત નિષ્ણાતની મદદ મેળવી શકો છો.
કાર્બન મોનોક્સાઇડ સ્ક્રીનીંગ
કાર્બન મોનોક્સાઇડ પરીક્ષણ તમામ મહિલાઓને નોંધણી વખતે અને ફરીથી ગર્ભાવસ્થાના 36 અઠવાડિયામાં આપવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ એ એક ઝેરી ગેસ છે જે તમારા ફેફસામાં જાય છે જ્યારે તમે ધૂમ્રપાન કરો છો અથવા કોઈ અન્યની સિગારેટનો નિષ્ક્રિય ધુમાડો શ્વાસમાં લો છો. જો બોઈલર, કૂકર અથવા કાર એક્ઝોસ્ટ ખામીયુક્ત હોય તો તે પણ શોધી શકાય છે. ઘરગથ્થુ ગેસ ઉપકરણોની નિયમિત તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. મફત આરોગ્ય અને સલામતી ગેસ સલાહ 0800 300 363 (સોમવારથી શુક્રવાર) પર ઉપલબ્ધ છે. ધુમ્રપાન અને કાર્બન મોનોક્સાઇડ વિશે વધુ માહિતી માટે નીચેની લિંક્સ વાંચો.
કેટલીકવાર એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી સહેલું હોય છે જે તમને જાણતા નથી. તે તમારી બધી સમ્સયાઓને અવાજ આપવા અને અર્થમાં લાવવાનો પ્રયત્ન કરવા અથવા તમારામાં આવતા કેટલાક નકારાત્મક વિચારોને નિયંત્રિત કરવાની જગ્યા હોઈ શકે છે.