મોલર ગર્ભાવસ્થાને હાઇડેટીડી ફોર્મ મોલ અથવા જેસ્ટેશનલ ટ્રોફોબ્લાસ્ટિક ડીસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોલર ગર્ભાવસ્થામાં પ્લેસેન્ટાના કોષો અસામાન્ય રીતે વિકસે છે. મોલર ગર્ભાવસ્થા રંગસૂત્રોની સંખ્યામાં અસંતુલનના પરિણામે અનિયમિત રીતે થાય છે. આ અસંતુલનને કારણે સ્વસ્થ ગર્ભાવસ્થાનો વિકાસ શક્ય નથી. મોલર ગર્ભાવસ્થાના બે પ્રકાર છે.
1. આંશિક મોલ
આ તે છે જ્યાં બે શુક્રાણુઓએ એક ઇંડાને ફળદ્રુપ બનાવ્યું છે અને સામાન્ય બેને બદલે રંગ સૂત્રોના ત્રણ સેટ છે.
2. સંપૂર્ણ મોલ
આ તે છે જ્યાં એક શુક્રાણુ (અથવા ક્યારેક બે) એક ખાલી ઇંડાને ફળદ્રુપ કરે છે (જેમાં કોઈ આનુવંશિક દ્રવ્ય નથી).
તેનુંનિદાનકેવીરીતેકરવામાં આવે છે?
મોલર ગર્ભાવસ્થાનું નિદાન મોટા ભાગે કસુવાવડ પછી કરવામાં આવે છે, જ્યારે ગર્ભાવસ્થાના ટીસ્યુ (કોષો)ને હોસ્પિટલની પ્રયોગશાળા દ્વારા માઇક્રો સ્કોપમાં જોવામાં આવે છે. ગર્ભાવસ્થા આંશિક અને પૂર્ણ મોલર ગર્ભાવસ્થા હતી કે કેમ તે નિર્ધારિત કરવા માટે પ્રયોગશાળા દ્વારા ચોક્કસ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વાર અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર આ નિદાનની શંકા હોઈ શકે છે પરંતુ તેની પુષ્ટિ માઇક્રોસ્કોપમાં વિસ્તૃત તપાસ પછી જ કરી શકાય છે.
આગળ શું થાય છે?
જ્યારે મોલર ગર્ભાવસ્થાની શંકા હોય, ત્યારે ગર્ભાશયમાંથી ગર્ભાવસ્થાના ટીસ્યુ (કોષો)ને દૂર કરવા માટે એક ઓપરેશનની જરૂર પડશે, કારણ કે આ સ્વસ્થ ગર્ભાવસ્થા નથી. આ ઓપરેશન સામાન્ય રીતે જનરલ એનેસ્થેટિકની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને તેમાં ગર્ભને દૂર કરવા માટે એક નાની સક્શન ટ્યુબનો સમાવેશ થાય છે જેને યોનિ અને સર્વિક્સ (તમારા ગર્ભાશયની ગરદન) માંથી પસાર કરવામાં આવે છે. ગર્ભાવસ્થાના ટીસ્યુ (કોષો)ને વિસ્તૃત મૂલ્યાંકન માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે.જો મોલર ગર્ભાવસ્થાની પુષ્ટિ થાય, તો ગર્ભાવસ્થા હોર્મોન (βHCG) નેગેટિવ લેવલ સુધી ઘટ્યા છે તેની પુષ્ટિ કરવા માટે તમારે સતત બ્લડ ટેસ્ટની જરૂર પડશે. આ અગત્યનું છે કારણ કે એકનાનું જોખમ છે કે કેટલાક અસામાન્ય ગર્ભાવસ્થા કોષો મોલર ગર્ભાવસ્થાનાવધુ ગંભીર સ્વરૂપમાં વિકસી શકે છે (નીચે જુઓ).તમને તમારી સૌથી નજીકના ઉચ્ચ નિષ્ણાત કેન્દ્રમાં મોકલવામાં આવશે, જે લંડન, શેફિલ્ડ અથવા ડંડીમાં સ્થિત છે, જેઓ કેટલાંક અઠવાડિયા અને મહિનાઓ સુધી આ ફોલો-અપના કાર્યભારી હશે. આ ફોલો-અપ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક કિસ્સાઓમાં મોલર ગર્ભાવસ્થા સતત વિકસતી જાય છે અને ક્યારેક ક્યારેક જેસ્ટેશનલ ટ્રોફો બ્લાસ્ટિકનિયો પ્લાસિયા નામના કેન્સરના દુર્લભ સ્વરૂપમાં વિકસી શકે છે. આ સામાન્ય નથી અને જો તે થાય છે તો કીમો થેરાપીની સારવાર અત્યંત ઉચ્ચ ઉપચાર દર (98-100% ઉપચાર દર) સાથે સંકળાયેલ છે.તમારું ફોલો-અપ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે ગર્ભવતી ન થાઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભ નિરોધકની લગભગ તમામ પદ્ધતિઓ ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે, પરંતુ તમારા betaHCG (બીટાએચસીજી) નેગેટિવ ન થાય ત્યાં સુધી ગર્ભાશયની અંદર મુકાતું ઉપકરણ જેમ કે કોઇલની ભલામણ કરવામાં આવતી નથી. અમે સલાહ આપીએ છીએ કે તમે તમારા ડૉક્ટર સાથે સૌથી વધુ યોગ્ય ગર્ભ નિરોધકની ચર્ચા કરો. ભવિષ્યની ગર્ભાવસ્થામાં ફરીથી મોલર ગર્ભાવસ્થા થવાનું જોખમ ઓછું હોય છે અને લગભગ100 માંથી1 મહિલાને થાય છે.