What if my baby needs additional support?

જો મારા બાળકને વધારાની સહયાતાની જરૂર હોય તો શું?

Baby viewed through the porthole of an incubator સંક્રમણકાળ દરમિયાન દેખભાળ થાય છે ત્યારે તમે અને તમારું બાળક હોસ્પિટલ કર્મચારીઓની સહાયતાથી હોસ્પિટલમાં સાથે રહે છે. તેનો અર્થ એ છે કે તમારું બાળક કાં તો પ્રસૂતિ પછીના વોર્ડમાં અથવા નવજાત યૂનિટની નજીકના રૂમમાં તમારી સાથે રહેવા માટે પર્યાપ્ત રીતે સ્વસ્થ છે. તમે તમારા બાળક સાથે હોસ્પિટલમાં હશો. સંક્રમણકાળ દરમિયાન દેખભાળની જરૂર હોય તેવા બાળક માટેના સામાન્ય કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
  • 33 અને 35 અઠવાડિયાની વચ્ચે વહેલા જન્મેલા બાળકો
  • કમળાથી પીડિત બાળકો જેમને સારવારની જરૂર છે
  • એવા બાળકો જેમને એન્ટિબાયોટિક સારવારની જરૂર છે
  • એવા બાળકોજેમને તેમના ખોરાકમાં વધારાની સહાયતાની જરૂર હોય છે.
સંક્રમણકાળ દરમિયાન તમારા બાળકનું દેખભાળ કરો ત્યારે તમારા બાળકની નવજાત માટેના ડૉકટરો અથવા નર્સોમાંથી એક દ્વારા નિયમિતપણે સમીક્ષા કરવામાં આવશે અને સારવાર માટેની યોજના અંગે તમારી સાથે ચર્ચા કરવામાં આવશે. કેટલાક બાળકોને જન્મ પછીના વોર્ડમાં અથવા સંક્રમણકાળ દરમિયાન દેખભાળની તુલનામાં વધુ દેખભાળની જરૂર પડી શકે છે અને તેમને નવજાત એકમમાં દાખલ કરવામાં આવે છે. એક બાળકને દાખલ કરવા માટેના મુખ્ય કારણો એ છે કે તેઓનિયત સમય કરતાં પહેલા જન્મેલા છે, તેમનું વજન ઓછું છે અથવા એવી કોઈ ચોક્કસ ચિકિત્સકીય સ્થિતિ છે જેને માટે હોસ્પિટલમાં સારવારની જરૂર છે. જ્યારે તમારા બાળકને દાખલ કરવામાં આવે છે ત્યારે નવજાત ટીમમાંથી એક તમને તમારા બાળકની સ્થિતિ અને વિકાસ વિશે અપડેટ કરી શકશે. તમે નવજાત એકમમાં કોઈ પણ સમયે તમારા બાળકને મળવા જઈ શકશો. નવજાત એકમોના પ્રાદેશિક નેટવર્કમાં સમગ્ર દેશમાં નવજાત દેખભાળનું આયોજન કરવામાં આવે છે. બાળકો કેટલા વહેલા કે અસ્વસ્થ છે તેના આધારે એકમો તેમને વિવિધ સ્તરની દેખભાળ પૂરી પાડે છે. જો એવી શંકા હોય કે તમે જે હોસ્પિટલમાં છો તેના દ્વારા પૂરી પાડવામાં આવતી દેખભાળની તુલનામાં તમારા બાળકને ઉચ્ચ સ્તરની દેખભાળની જરૂર પડશે, તો તમારા બાળકના જન્મ પહેલાં તમને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે. આને “ઇન-યુટેરો ટ્રાન્સફર” કહેવામાં આવે છે (તમારું બાળક હજુ પણ તમારા ગર્ભાશયમાં છે). જો તમારા બાળકના જન્મ પછી આ સ્થળાંતર થાય છે કારણકે તે અપેક્ષિત સમય કરતાં વહેલું આવ્યું છે અથવા અસ્વસ્થ છે, તો તેને “એક્સ-યુટેરો ટ્રાન્સફર” કહેવામાં આવે છે. નવજાત ટિમ હંમેશા એ સુનિશ્ચિત કરશે કે તમે અને તમારું બાળક જરૂરિયાત કરતાં વધુ સમય માટે અલગ ન રહો. નવજાત એકમ ત્રણ પ્રકારના હોય છે, જે તમારા બાળકની જરૂરિયાતના આધારે વિવિધ સ્તરની દેખભાળ પૂરી પાડે છે. તે આ છે: સ્પેશિયલ કેર બેબી યુનિટ (SCBU): અહીં પૂરી પાડવામાં આવતી દેખભાળ સામાન્ય રીતે 32 અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી જન્મેલા બાળકો માટે છે, અથવા એવા બાળકો કે જેમને માત્ર એક નીચા સ્તરની સહાયતાની જરૂર હોય છે, જેમ કે થોડા સમય માટે ઓક્સિજન અથવા ડ્રીપ. લોકલ નિયોનેટલ યુનિટ (LNU): અહીં પૂરી પાડવામાં આવેલ દેખભાળનું સ્તર એવા બાળકો માટે છે કે જેમને SCBUમાં રહેલા બાળકો કરતાં વધુ સહાયતાની જરૂર હોય છે, કારણ કે તેઓ 28 અને 32 અઠવાડિયા વચ્ચેની ગર્ભાવસ્થા દરમિયાન જન્મેલા હોય છે અથવા અસ્વસ્થ હોય છે અને તેમને ટૂંકા ગાળાની સઘન દેખભાળ અથવા, શ્વાસ લેવામાં મદદ સહિત ઉચ્ચ અવલંબન દેખભાળની જરૂર પડી શકે છે. નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU): આ એવા બાળકો માટે છે જે 28 અઠવાડિયાની ગર્ભાવસ્થા પહેલાં જન્મેલા છે અથવા જેઓ અન્ય કારણોસર ખૂબ જ અસ્વસ્થ છે. NICU તમામ ગર્ભાવસ્થાના બાળકોની દેખભાળ રાખી શકે છે અને તેને કેટલીકવાર “તૃતીય” એકમ કહેવામાં આવે છે. આમાંના કેટલાક એકમો બાળક માટેની સર્જરીમાં અથવા અન્ય પ્રકારની અત્યંત વિશિષ્ટ દેખભાળમાં નિષ્ણાત હોય છે. જો તમારા બાળકને NICU માં રાખવાની જરૂર છે, તો તેને સામાન્ય રીતે એક શ્વાસ લેવાના મશીન (વેન્ટિલેટર) પર રાખવાની જરૂર પડશે. જો તમારા બાળકને જન્મ પછી બીજી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર હોય, તો નિયોનેટલ ટ્રાન્સપોર્ટ સર્વિસ આવશે અને તમારા બાળકની દેખભાળ રાખશે અને તેને નવી હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરશે. જો તમે ડિસ્ચાર્જ માટે પર્યાપ્ત રીતે સ્વસ્થ છો તો તમે તમારા બાળકને નવી હોસ્પિટલમાં મળી શકશો. જો તમે પર્યાપ્ત રીતે સ્વસ્થ ન હોવ તો તમારી ચાલી રહેલી દેખભાળ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે તમારું બાળક પૂરતું સ્વસ્થ થઈ જશે ત્યારે તેમને પાછા તમારા ઘરની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ તમને અને તમારા બાળકને તે ટિમ વિશે જાણવાની અનુમતિ આપે છે જે ઘરે જવાની રજા મળ્યા પછી તેમની દેખભાળ રાખશે.