શું તમે બાળકને જન્મ આપવાના સ્થળ માટેના તમારા વિકલ્પો વિશે કોઈની સાથે વાત કરવા માંગો છો?
કેટલીક મહિલાઓને તેમના બાળકના જન્મના વિકલ્પો વિશે કોઈની સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે. આ ખાસ કરીને સાચું છે જો તેઓને પહેલાં ગર્ભાવસ્થા, પ્રસૂતિની પીડા અથવા બાળકના જન્મ વખતે કોઈ મુશ્કેલી પડી હોય, અથવા જો કંઈક અણધાર્યું બન્યું હોય. તમારા વિકલ્પો વિશે અથવા આ ગર્ભાવસ્થા અને જન્મ પર કોઈ પણ પસંદગીની શું અસર થઈ શકે છે એ વિશે અચોક્કસ હોવું અસામાન્ય નથી.તમે તમારી દાયણ સાથે વાત કરી શકો છો, અને જો જરૂર પડશે તો તે તમને બાળકને જન્મ આપવાના વિકલ્પો વાળી ક્લિનિકમાં મોકલશે, જે સામાન્ય રીતે તમારા પસંદ કરેલા મેટરનિટી યુનિટ (માતૃત્વ એકમ)માં કન્સલ્ટન્ટ (સલાહકાર) દાયણ દ્વારા ચલાવવામાં આવે છે.જો તમે પૂર્વઆયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા) દ્વારા બાળકને જન્મ આપવાની વિનંતી કરવાનું વિચારી રહ્યાં હોવ, તો આ નિર્ણય તમારી અને નિષ્ણાત મિડવાઇફરી અને પ્રસૂતિ નિષ્ણાત ટીમ સાથે લેવામાં આવશે. તમારી દાયણને તમને યોગ્ય ક્લિનિકમાં મોકલવા માટે કહો, જ્યાં તમે તમારા વિકલ્પોની ચર્ચા કરી શકશો.
સલામતી હંમેશા પ્રાથમિકતા હોય છે, તેથી જો તમને તમારા સ્વાસ્થ્ય અને/અથવા ગર્ભાવસ્થામાં અમુક જરૂરિયાતો અથવા ગૂંચવણો હોય તો તેનો અર્થ એવો થઈ શકે કે લેબર વોર્ડમાં જન્મ આપવો એ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. જો તમારી દાયણ અથવા ડૉક્ટરની ભલામણ હશે તો તેઓ તમારી સાથે આ અંગે ચર્ચા કરશે.જો આ તમારું પહેલું બાળક છે, અને તમારી ગર્ભાવસ્થાને ઓછી જોખમી માનવામાં આવે છે, તો તમારા બાળકને દાયણની આગેવાની હેઠળના બર્થિંગ સેન્ટરમાં જન્મ આપવો એટલું જ સલામત છે જેટલું તમારા બાળકને લેબર વોર્ડમાં જન્મ આપવો. સંશોધન દર્શાવે છે કે જ્યારે ઘરે જન્મ આપવાનું આયોજન કરવામાં આવે ત્યારે બાળક માટેનું જોખમ થોડું વધી જાય છે.જો આ તમારું બીજું કે ત્યાર પછીનું બાળક છે, તો તમારા બાળકને ઘરે જન્મ આપવો એટલું જ સલામત છે જેટલું તમારા બાળકને દાયણની આગેવાની હેઠળના યૂનિટમાં અથવા લેબર વોર્ડમાં જન્મ આપવો. જે મહિલાઓ ઘરે અથવા દાયણની આગેવાની હેઠળના બર્થિંગ સેન્ટરમાં જન્મ આપે છે તેમને સિઝેરિયન વિભાગ, ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને એપિસોટોમી સહિતની તબીબી સહાયની જરૂર પડવાની શક્યતા ઘણી ઓછી હોય છે.
તમે તમારી પસંદગી અને જરૂરિયાતનાં આધારે બાળકને જન્મ ક્યાં આપવો છે – લેબર વૉર્ડમાં, બર્થ સેન્ટરમાં કે ઘરે તે તમે નક્કી કરી શકો છો.વિવિધ ઉપલબ્ધ વિકલ્પો વિશે જાણવા માટે વિડિઓ જુઓ. તમારી પસંદગીનાં પ્રસુતિ યૂનિટની દાયણ અથવા તમારા ડૉક્ટર તમને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે.વિડિઓ ક્રેડિટ: NHS નોર્થ વેસ્ટ લંડન પ્રસુતિ સર્વિસેસ
આ એક નિર્ણય છે જે તમે ગર્ભાવસ્થાના લગભગ 34-36 અઠવાડિયામાં તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા પછી લેશો, પરંતુ આ સમય પહેલાં તમારી પસંદગીઓ વિશે વિચારવાનું શરૂ કરવું મદદરૂપ થશે.તમે કોઈ પણ સમયે તમારા બાળકને ક્યાં જન્મ આપવો તે અંગે તમારો વિચાર બદલી શકો છો. જો તમે તમારા બાળકને ઘરે અથવા મિડવાઇફરી લીડ યુનિટ (જન્મ કેન્દ્ર)માં રાખવાનું પસંદ કરો છો, તો પ્રસૂતિ પહેલા અથવા દરમિયાન કેટલીક ઘટનાઓ અથવા જટિલતાઓનો અર્થ થાય છે કે લેબર વોર્ડમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવે છે.
ઘર
ઘરે – તમારા પોતાના ઘરનાં આરામદાયક વાતાવરણમાં બે દાયણો અને તમે જેને તમારી સાથે રહેવા માટે પસંદ કરો છો તમે બર્થિંગ પૂલ ભાડે રાખી શકો છો અને જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારી દાયણ તમને ગેસ અને એર (હવા) (એન્ટોનોક્સ) આપી શકે છે.
મિડવાઇફ-લેડ યુનિટ (MLU)/ (દાયણની આગેવાની વાળું જન્મ કેન્દ્ર)
આ પ્રસૂતિ એકમની અંદરનો એક વોર્ડ છે. ત્યાં ઘરેલું અને શાંત વાતાવરણ છે અને ન્યૂનતમ સહાયતા સાથે બાળકનાં સામાન્ય જન્મમાં સહકાર આપે છે. મિડવાઇફ્સ (દાયણો) અને પસંદ કરેલા જન્મ ભાગીદારો તમને ટેકો આપવા માટે તમારી બાજુ પર હાજર છે. તમારી પસંદગીના પ્રસૂતિ એકમના આધારે તમારી પાસે બર્થિંગ પૂલ, ગેસ અને એર (એન્ટોનોક્સ), એરોમાથેરાપી અને અફીણ આધારિત પીડા રાહતની પસંદગી હશે.
આ પ્રસૂતિ એકમનો એક વોર્ડ છે જ્યાં ડોકટરો અને દાયણોની ટીમ દ્વારા તમને સંભાળ પૂરી પાડવામાં આવશે. ન્યૂનતમ હસ્તક્ષેપ સાથે સામાન્ય જન્મ હંમેશા ધ્યેય છે, જો તે કરવું સલામત છે તો. જે મહિલાઓને તેની જરૂર છે તેમના માટે વધુ વિશિષ્ટ તબીબી સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ છે.