જો તમે એવા દેશોમાં મુસાફરી કરી રહ્યા હોવ કે જ્યાં ચોક્કસ બિમારીથી સુરક્ષા માટે રસીકરણની જરૂર હોય તો કૃપા કરીને તમારી પ્રેક્ટિસ દેખભાળ કરતી નર્સ સાથે વાત કરો. જીવંત બેક્ટેરિયા અથવા વાયરસનો ઉપયોગ કરતી કેટલીક રસીઓની ભલામણ ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી નથી કારણ કે તે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ક્રિય રસીઓ ગર્ભાવસ્થામાં સલામત છે.
ગર્ભાવસ્થા દરમિયાન ટ્યુબ, ટ્રેન અને બસમાં મુસાફરી કરવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ફ્રી બેબી ઑન બોર્ડ! બેજ ઑડર કરવું મુસાફરી ને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. હંમેશા પાણીની બોટલ સાથે મુસાફરી કરો અને શક્ય હોય ત્યારે બેસી જાવ.
જો ઘરથી દૂર મુસાફરી કરી રહ્યા હોવ તો હંમેશા તમારી સાથે હાથવગી પ્રસૂતિ નોંધો રાખો. જો સગર્ભાવસ્થાના મધ્ય/પછીના તબક્કામાં ઘરથી દૂર મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે તમને તાત્કાલિક સંભાળની જરૂર પડે તો સ્થાનિક પ્રસૂતિ યૂનિટની જાણકારી આપવી યોગ્ય રહેશે.
ઉડ્ડયન તમારા અથવા તમારા બાળક માટે હાનિકારક નથી, પરંતુ પ્લેનમાં મુસાફરી કરતાં પહેલાં તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે તમારી ગર્ભાવસ્થા વિશે ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.37 અઠવાડિયા પછી પ્રસૂતિ થવાની સંભાવના વધારે છે અને કેટલીક એરલાઇન્સ તમને ગર્ભાવસ્થાના અંતમાં ઉડાન ભરવા દેતી નથી. આ વિશે સીધી એરલાઇનમાં તપાસ કરો. ગર્ભાવસ્થાના 28મા સપ્તાહ પછી, એરલાઇન તમારા GP પાસેથી તમારી નિયત તારીખની પુષ્ટિ કરતો અને તમને ગૂંચવણોનું જોખમ નથી એ દર્શાવતો પત્ર માંગી શકે છે. લાંબા અંતરની મુસાફરીમાં લોહીના ગંઠાવાનું નાનું જોખમ હોય છે (જેને ડીપ વેઈન થ્રોમ્બોસિસ અથવા ડીવીટી તરીકે ઓળખવામાં આવે છે). તમારા ડૉક્ટર સાથે કોઈપણ લાંબા અંતરની મુસાફરીની ચર્ચા કરો કારણ કે તમને DVT નિવારક દવાઓની જરૂર પડી શકે છે, ખાસ કરીને જો તમારી પાસે અન્ય જોખમી પરિબળો હોય.જ્યારે હવામાં હોયવ, ત્યારે પુષ્કળ પાણી પીઓ અને નિયમિતપણે કેબિનની આસપાસ ફરતા રહો. તમે દવાની દુકાનમાંથી કમ્પ્રેશન સ્ટોકિંગ્સની જોડી ખરીદી શકો છો, જે DVT ના જોખમને ઘટાડવામાં મદદ કરશે.
ગર્ભાવસ્થામાં સાયકલ ચલાવતા પડવાના જોખમને કારણે સાવધાની રાખવી જોઈએ, જે તમને અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભાવસ્થામાં તમારા સાંધા ઓછા સ્થિર હોય છે, તમારું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર બદલાઈ જાય છે અને તમારી પ્રતિક્રિયાઓ ધીમી હોય છે. ગર્ભાવસ્થામાં સાઇકલ ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે સિવાય કે તમને નિયમિતપણે સાઇકલ ચલાવવાની આદત હોય.
કારની લાંબી મુસાફરીમાં સ્ટોપ માટે નિયમિતપણે રોકાવું અને તમારા પગને લંબાવવાં મહત્વપૂર્ણ છે. તમારા સીટબેલ્ટને તમારા સ્તનોની વચ્ચેના ત્રાંસા પટ્ટાની સાથે અને તમારા ઉપસેલા પેટની નીચે તમારા પેડુમાં ખોળાનાં પટ્ટા સાથે પહેરો, તમારા ઉપસેલા પેટની આરપાર નહીં (તમારા સીટબેલ્ટ સ્તનોની વચ્ચેથી અને પેડુની નીચેથી પહેરવો જેથી તમારા ઉપસેલા પેટને કંઈ તકલીફ નહીં થાય અને તમારૂં બાળક સુરક્ષિત રહે) ગર્ભવતી મહિલાઓમાં ઇજાના સૌથી સામાન્ય કારણો પૈકી એક માર્ગ અકસ્માતો છે. તમારી જાતે (એકલાં) લાંબી મુસાફરી કરવાનું ટાળો અને શક્ય હોય ત્યારે અન્ય કોઈની સાથે મુસાફરી કરો.