જો જન્મ પછી બાળકને ઠંડી લાગી જાય છે, તો બાળકને હાયપોથર્મિયા થવાનું જોખમ હોઈ શકે છે.હાઈપોથર્મિયા એક એવી સ્થિતિ છે જેમાં શરીરનું તાપમાન ખતરનાક રીતે નીચા સ્તર સુધી નીચું જતું રહે છે. નવજાત શિશુમાં, આ ત્યારે થાય છે જ્યારે બાળકનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે.હાયપોથર્મિયા ધરાવતા બાળકને નિયમિતપણે શ્વાસ લેવામાં અને તેમની બ્લડ સુગર (રક્ત શર્કરા) જાળવી રાખવામા તકલીફ થઈ શકે છે અને આના પરિણામે તેને સારવાર માટે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યૂનિટ (NICU)માં દાખલ કરવામાં આવી શકે છે.જન્મ સમયે ગર્ભાશયની ગરમી છોડીને, ભીનું નવજાત બાળક વધુ ઠંડા વાતાવરણમાં આવે છે અને તરત જ ગરમી ગુમાવવાનું શરૂ કરે છે. મોટેભાગે આ ગરમીનું નુકશાન જન્મ પછીની પ્રથમ થોડી મિનિટોમાં થાય છે અને જો પ્રથમ 10-20 મિનિટમાં તેને ગરમ રાખવામાં ન આવે, તો બાળક તેના શરીરનું તાપમાન ખૂબ જ નીચા સ્તર સુધી જવા માટે પૂરતી ગરમી ગુમાવી શકે છે.કેટલાક બાળકોને શરદી થવાનું જોખમ વધુ હોય છે, જેમાં સામેલ છે:
સમય કરતાં પહેલા જન્મ લેનારા બાળકો કે જે 37 અઠવાડિયા કરતાં ઓછી ગર્ભાવસ્થામાં જન્મે છે
જન્મ સમયે ઓછા વજનવાળા બાળકો
એવા બાળકો કે જેમની માતાઓડાયાબિટીક છે
જે બાળકોને જન્મ સમયે પુનર્જીવિત કરવાની જરૂર છે
એવા બાળકો કે જેમની માતાને પ્રસૂતિ દરમિયાન સંક્રમણ થાય છે
જો કે, બધા બાળકો જન્મ પછીના પ્રથમ થોડા કલાકોમાં હાયપોથર્મિયા માટે સંવેદનશીલ હોય છે, તેથી તમારા બાળકને ગરમ રાખવા માટે જન્મ પછી સરળ પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે.
મારું બાળક ગરમ રહે તેની ખાતરી કરવા માટે મારી પ્રસૂતિ ટીમ શું કરશે?
સુનિશ્ચિત કરો કે જન્મ કક્ષનું તાપમાન ઓછામાં ઓછું 24°C છે
ચકાસણી કરો કે જન્મ કક્ષમાં એર કન્ડીશનીંગ અને પંખા બંધ રાખેલા છે અથવા બાળકથી દૂર છે
બારીઓ બંધ રાખો
જો યોગ્ય હોય તો હીટર ચાલુ કરો
જન્મ પછી, તમારું બાળક તરત જ શુષ્ક (ફીકું) થઈ જશે અને તમારા બાળકના માથા પર એક ટોપી લગાવવામાં આવશે.
જો વધારે જોખમકારક હોય, તો તમારા બાળકને શરદી થવાનું જોખમ વધુ છે તેની ટીમના તમામ સભ્યોને ચેતવણી આપવા માટે તમારા બાળકના માથા પર એક ટોપી પહેરવામાં આવશે.એકવાર જ્યારે તમારું બાળક સુકાઈ (કોરું થઈ) જાય છે તો, તમારા બાળકને કોરું કરવા માટે વપરાયેલો ભીનો ટુવાલ હટાવી દેવામાં આવશે અને તેને ધાબળો વડે બદલવામાં આવશે.ત્વચાથી ત્વચાના સંપર્ક દરમિયાન, તમારું બાળક ધાબળાથી ઢંકાયેલું રહેશે.જન્મના એક કલાકની અંદર,તમને તમારા બાળકને દૂધ પીવડાવવા અથવા તમારા સ્તન દૂધને કાઢીને અને તમારા બાળકને આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.તમારા બાળકને નવડાવવા માટે ત્યાં સુધી રાહ જોવી જોઈએ જ્યાં સુધી બાળક વાતાવરણમાં અનુકૂળ ન થાય અને તેનું તાપમાન જાળવી રાખે.જન્મ પછી તરત જ બાળકનું તાપમાન તપાસવામાં આવશે એની ખાતરી કરવા માટે કે બાળકનું તાપમાન સામાન્ય મર્યાદામાં છે.
તમે તમારા બાળકની મદદ કેવી રીતે કરી શકો છો?
માતાપિતા તરીકે, તમેતે સુનિશ્ચિત કરવામાં માતૃત્વ ટીમને મદદ કરી શકો છો કે તમારા બાળકને ગરમ રાખવામાં આવે છે. તમે મદદ કરવા માટે ઘણી વસ્તુઓ કરી શકો છો:
જો જન્મનો ઓરડો પૂરતો ગરમ ન હોય તો દાયણ અથવા સહાયતા કર્મીને જણાવો. જન્મના તરત પહેલા અને તેના પછીના કલાકોમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આનો મતલબ દાયણ અથવા સહાયતા કર્મીને બારીઓ બંધ કરવા અને એર કન્ડીશનીંગ/પંખા બંધ કરવા અથવા હીટર ચાલુ કરવા માટે યાદ કરાવવાનો હોઈ શકે છે.
ખાતરી કરો કે ત્વચાથી ત્વચાના સંપર્ક દરમિયાન તમારું બાળક ધાબળાથી ઢંકાયેલું છે.
ખાતરી કરો કે તમારા બાળકે પ્રથમ 12 કલાક માટે ટોપી પહેરેલી છે; જો બાળકનું માથું ઢાંકવામાં ન આવે તો ગરમીનું 25% જેટલું નુકસાન બાળકના માથામાંથી થશે.
જો તમારા બાળકને માથા પર ટોપી પહેરાવવામાં આવી હોય, તો કૃપા કરીને તેને 12 કલાક સુધી એમ જ રાખો. તમે સામાન્ય રીતે પછી ટોપીને દૂર કરી શકો છો અને તેને તમારી પોતાની બેબી ટોપીઓમાંથી એક સાથે બદલી શકો છો.
તમારા બાળકને કપડાં પહેરાવતી વખતે, કપડાં અને ધાબળા અગાઉથી ગરમ કરી લો. તમે બાળકના કપડાંને તમારી ત્વચાથી નજીક અથવા તમારા કપડાની નીચે મૂકીને આ કરી શકો છો.
જ્યારે પલંગમાં હોય, ત્યારે ખાતરી કરો કે તમારું બાળક પર્યાપ્ત રીતે ઢંકાયેલું છે. શિશુઓને સામાન્ય રીતે પુખ્ત વયના લોકોની તુલનામાં કપડાં અથવા પથારીના એક અથવા બે વધુ સ્તરોની જરૂર હોય છે.
જો તમને લાગે કે તમારા બાળકનો શ્વાસ સામાન્ય નથી તો દાયણ અથવા સહાયતા કર્મીને જણાવો.
જો તમે જોવો છો કે તમારું બાળક સતત સમયગાળા (પ્રતિ મિનિટ60 થી વધુ શ્વાસ) માટે ખૂબ જ ઝડપથી શ્વાસ લઈ રહ્યું છે અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહ્યું હોય તેવું લાગે છે, દરેક શ્વાસ સાથે નસકોરાં બોલાવે છે અથવા અવાજ કરે છે, તો કૃપા કરીને તમારા પ્રસૂતિટીમના કોઈ સભ્યને કહો.
બાળકો પોતાની જાતને ગરમ રાખવા માટે ઉર્જાનો ઉપયોગ કરે છે, ત્યાં તમને તમારા બાળકને નિયમિતપણે સ્તનપાન કરાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને આમ કરવામાં મદદ કરવામાં આવશે. કેટલાક બાળકોને વધુ વારંવાર દૂધ પીવડાવવાની જરૂર પડી શકે છે. જો કે, એક સ્વસ્થ બાળકને જીવનના પ્રથમ થોડા દિવસોમાં ઓછામાં ઓછા દર ત્રણ કલાકે દૂઝ પીવડાવવાની જરૂર પડશે.
મારે કેટલા સમય સુધી આ પગલાં લેવા જોઈએ?
જો બાળકને ગરમ રાખવામાં આવે, અને એક વાર તે લગભગ છ કલાકનું થઈ જાય, તો તે પછી તે સામાન્ય રીતે પોતાનું તાપમાન સામાન્ય સ્તર પર જાળવવામાં સક્ષમ બને જશે. તમારા બાળકના તાપમાનનું નિરીક્ષણ ઓછામાં ઓછા 12 કલાક સુધી ચાલુ રહેશે. કેટલાક બાળકો કે જે જન્મ સમયે અસ્વસ્થ અથવા સંવેદનશીલ (દુબળા) હોય છે (ઉદાહરણ તરીકે, જન્મ સામના ઓછા વજનવાળું બાળક) તેમને ગરમ રાખવા માટે લાંબા સમય સુધી સહાયતાની જરૂર પડી શકે છે.જો તમને કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને કોઈ દાયણ અથવા સહાયતાકર્મીને પૂછો.