Baby’s oral health

બાળકના મોંનું સ્વાસ્થ્ય

Older baby holds baby toothbrush in their mouth

બ્રશ કરવું

  • તમારા બાળકના દાંત પેઢામાંથી આવતાની સાથે જ બ્રશ કરવાનું શરૂ કરો – સામાન્ય રીતે લગભગ 6 મહિનાની ઉંમરે.
  • બેબી ટૂથબ્રશ અને ફેમિલી અથવા બેબી ટૂથપેસ્ટના નાના સ્મીયરનો ઉપયોગ કરો, જેમાં ઓછામાં ઓછું 1000ppm ફ્લોરોઇડ હોય.
  • બ્રશ કર્યા પછી તમારા બાળકને કોગળા કરાવશો નહીં.
  • તમારા બાળકના દાંતને દિવસમાં બે વાર બ્રશ કરો – એક વાર રાત્રે અને એક વખત દિવસમાં, સામાન્ય રીતે સવારે.
NHS Oral health guidance for babies
Brushing for 0 to 3 year olds with Dr Ranj

ખાંડ

  • વધુ પડતી ખાંડ તમારા બાળકના નવા દાંતને નુકસાન પહોંચાડી શકે છે.
  • તમારા બાળકને પીવા માટે માત્ર પાણી અથવા દૂધ આપો. તાજા ફળો અને શાકભાજી તમારા બાળકને જરૂરી બધી ખાંડ પૂરી પાડે છે.
  • વધારાની ખાંડ ધરાવતો કોઈ પણ ખોરાક ન આપવાનો પ્રયત્ન કરો – જો તમે કરો છો, તો ખાતરી કરો કે તે ભોજન સાથે છે અને નાસ્તા તરીકે નહીં.
  • તાજા ફળો અને શાકભાજીઓ ચીઝ, રાઇસ કેક, બ્રેડસ્ટિક્સ અને સાદા દહીં જેવું મનપસંદ ખોરાક

દંત ચિકિત્સક

રાષ્ટ્રીય માર્ગદર્શન સલાહ આપે છે કે તમામ બાળકોએ તેમના પ્રથમ જન્મદિવસ સુધીમાં પ્રથમ વખત દંત ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ.