Thinking about feeding your baby

તમારા બાળકને ખવડાવવા વિશે વિચારવું

Close up of baby latched onto the mother's nipple ગર્ભાવસ્થા દરમિયાન તમને તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મૂલ્ય વિશેની માહિતી અને સ્તનપાન કેવી રીતે કરાવવું તે સહિત તમારા બાળકની સંભાળ રાખવા અને તેને સ્તનપાન બંધ કરાવીને ઉપરનું ખાવાનું આપવાની સારી શરૂઆતની ચર્ચા કરવાની તક મળશે. તમે તમારા બાળકને કેવી રીતે ખવડાવશો તે વિશે વિચારવાનું શરૂ કરવું ક્યારેય વહેલું નથી, પરંતુ તમારું બાળક જન્મે ત્યાં સુધી તમારે તમારું મન બનાવવાની જરૂર નથી. તમારા બાળકને ખવડાવવા વિશે તમારા વિચારો અને લાગણીઓ વિશે તમારી દાયણ સાથે વાત કરવી ખરેખર ઉપયોગી થઈ શકે છે. તમે તમારા બાળકને જે પણ રીતે ખવડાવવાનું નક્કી કરો છો તેની માટે તમને સહાયતા આપવામાં આવશે. તમે તમારા બાળકને સારી રીતે ખવડાવી શકો તે માટે, તમારી દાયણને તમારા પ્રસૂતિ યૂનિટમાં અથવા તમારા સ્થાનિક વિસ્તારમાં પ્રસૂતિ પહેલાં સ્તનપાનના વર્ગો વિશે પૂછો. આ વર્ગો તમને અને તમારા જીવનસાથી/સહાયકને વધુ આત્મવિશ્વાસ અને તૈયારી કરવામાં મદદ કરી શકે છે અને તમને બાળકને ખવડાવતી વખતની કેટલીક સામાન્ય સમસ્યાઓને વહેલી તકે ટાળવામાં મદદ કરી શકે છે. જો તમને ખવડાવવા વિશે ચોક્કસ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન તમારી દાયણને શિશુ ખોરાક નિષ્ણાંત સાથે મુલાકાત માટે પૂછો. તમામ મહિલાઓને તેમના બાળકને જન્મ આપ્યા પછી તરત જ તમે ઇચ્છો ત્યાં સુધી સીધા જ ત્વચાથી ત્વચાના સંપર્કમાં રાખવાની તક આપવામાં આવે છે. તેઓ ત્યાં સુધી. તમારી દાયણ સાથે તમારા અને તમારા બાળક બંને માટે ત્વચા-થી-ત્વચાના સંપર્કના ફાયદાઓ અને તમે તેના વિશે કેવું અનુભવો છો તેની ચર્ચા કરો. એક મિડવાઇફ (દાયણ) તમને સ્તનપાન શરૂ કરવામાં મદદ કરશે, અથવા તમારું બાળક સામાન્ય રીતે જન્મ પછીના પ્રથમ કલાકમાં જ ખોરાક લેવા માટે તૈયાર હોવાના સંકેતો બતાવે કે તરત જ પ્રતિભાવપૂર્વક દૂધની બોટલ કેવી રીતે આપવી તે બતાવશે. તમારા બાળકને તમારાથી અલગ કરવામાં આવશે નહીં સિવાય કે તેને વિશેષ કાળજીની જરૂર હોય. તમારા બાળકના જન્મ પછી સ્તનપાનની સકારાત્મક શરૂઆત થાય તેની ખાતરી કરવા માટે તમને તમારી પ્રસૂતિ ટીમ તરફથી સપોર્ટ (સહકાર) આપવામાં આવશે. જ્યારે તમે ઘરે હોવ ત્યારે પણ તમને સપોર્ટ (સહકાર) ઉપલબ્ધ હશે.
Human milk
Colostrum: Liquid gold
શિશુ ખોરાક વિશે વધુ જાણવા માટે આ વિષય અને સંબંધિત લિંક્સ શોધો.

Hand expressing colostrum before your baby is born

તમારા બાળકનાં જન્મ પહેલાં તમારું સૌથી પ્રથમ દૂધ હાથથી જાતે કાઢવું

Close up of woman in a bra demonstrating hand-expressing using a model of a false breast held against her chest માતાઓનાં સ્તનમાં ગર્ભાવસ્થાના મધ્યમાં કોલોસ્ટ્રમ (પ્રારંભિક સ્તનમાંનું દૂધ) ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. તમારું બાળક આવે તે પહેલાં આ દૂધ કેવી રીતે કાઢવું તે શીખવું ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, ખાસ કરીને જો તમારું બાળક અકાળે જન્મે અથવા તમારાથી અલગ થવાની સંભાવના હોય અથવા જો તમને ડાયાબિટીસ (મધુમેહ) હોય અથવા હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્ત ચાપ) માટે દવા લેતા હોયવ. જો તમે ઈચ્છો તો તમારી ગર્ભાવસ્થાના લગભગ 37 અઠવાડિયાથી આ શરૂ કરી શકો છો, અને તમે તમારા કોલોસ્ટ્રમ (પ્રારંભિક સ્તનમાંનું દૂધ) ને એકત્ર કરીને તેનો ફ્રીઝરમાં સંગ્રહ કરી શકો છો. જ્યારે તમે પહેલીવાર હાથથી જાતે દૂધ કાઢવાનું શરૂ કરો છો, ત્યારે તમે કોલોસ્ટ્રમ (પ્રારંભિક સ્તનમાંનું દૂધ) ના થોડા ટીપાં જ કાઢી શકો છો – આ સામાન્ય છે અને તેનો અર્થ એ નથી કે તમારા સ્તનમાં દૂધ નથી. તમારા બાળકના આગમનની તૈયારીના ભાગ રૂપે આ પધ્ધતિ નો અભ્યાસ કરવો તે હજુ પણ યોગ્ય છે. વધુ માહિતી માટે સંબંધિત લિંક્સ વાંચો અને તમારી મિડવાઇફ (દાયણ) અથવા શિશુના ખોરાકના નિષ્ણાત સાથે વાત કરો. બાળકના જન્મ પછી નામના વિભાગમાં એક્સપ્રેસિંગ મિલ્ક (જાતે દૂધ કાઢવું) વિભાગની અંદર જાતે દૂધ કેવી રીતે કાઢવું તે જુઓ.

જાતે દૂધ કાઢવાનું ક્યારે વિચારવું

કોઈ પણ બાળકની અપેક્ષા રાખી રહેલી માતા ગર્ભાવસ્થાના 37 અઠવાડિયાથી તેનાં સ્તનમાંથી જાતે દૂધ કાઢી શકે છે. તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જો તમે જાણતા હોવ કે તમારા બાળકને જન્મ પછીના પ્રથમ થોડા કલાકોમાં લોહીમાં ખાંડ ઓછી થવાનું જોખમ વધારે છે. આમાં શામેલ હોઈ શકે છે:
  • ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ (મધુમેહ) અથવા પહેલાલેથી અસ્તિત્વમાં રહેલા ડાયાબિટીસ (મધુમેહ) ધરાવતી સ્ત્રીઓ
  • ફાટેલા હોઠ અને અથવા તાળવુંવાં અને જન્મજાત સ્થિતિઓ સાથે જન્મ પહેલાંના સમયગાળા દરમિયાન નિદાન કરાયેલ શિશુઓ
  • એવી મહિલાઓ જે બાળકને પૂર્વ આયોજિત (‘ઇલેક્ટિવ’) શસ્ત્રક્રિયા દ્વારા જન્મ આપવાની હોય
  • એવા શિશુઓ જેની વૃદ્ધિ ગર્ભાશયની અંદર અટકી ગઈ હોય
  • સ્તન હાયપોપ્લાસિયા (અવવૃદ્ધિ) ધરાવતી માતાઓ
  • હાઈપરએન્ડ્રોજેનેસિસ (અંડાશયમાં નાની ગાંઠોનો રોગ) ધરાવતી સ્ત્રીઓ
  • જે મહિલાઓએ સ્તનની સર્જરી કરાવી હોય
  • મલ્ટિપલ સ્ક્લેરોસિસ અથવા રુમેટોઇડ નો રોગ ધરાવતી સ્ત્રીઓ
  • એલર્જી અથવા બળતરા જેવાં આંતરડાનાં રોગનો કુટુંબનો જૂનો ઇતિહાસ
  • હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ) વાળી માતાઓ
  • બીટા બ્લોકર લેતી માતાઓ (દા.ત. લેબેટાલોલ).

સ્તનપાન અને ડાયાબિટીસ

  • જે બાળકોને સ્તનપાન કરાવવામાં આવ્યું હોય તેઓને બાળપણમાં ડાયાબિટીસ (મધુમેહ) થવાની શક્યતા ઓછી હોય છે
  • એવી ભલામણ કરવામાં આવે છે કે જે માતાઓને ડાયાબિટીસ (મધુમેહ) છે તેઓ તેમના બાળકને કોઈપણ ફોર્મ્યુલા (ડબ્બાનું) દૂધ આપવાનું ટાળે
  • જો તમને ડાયાબિટીસ (મધુમેહ) હોય અને તમે ઇન્સ્યુલિન પર આશ્રિત હોવ તો તમને લાગશે કે જ્યારે તમે સ્તનપાન કરાવતા હોવ ત્યારે તમને ઓછાં ઇન્સ્યુલિનની જરૂર હોય અને વધુ ખાવાની જરૂર પડી શકે છે.
  • જો તમને સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ (મધુમેહ) થયો હોય અને તમે સ્તનપાન કરાવતા હોવ તો પછીના જીવનમાં તમને ડાયાબિટીસ (મધુમેહ) થવાની શક્યતા ઓછી હોય છે.

જાતે દૂધ કાઢવાની ભલામણ ક્યારે કરવામાં આવતી નથી

નીચેના સંજોગોમાં પ્રસૂતિપૂર્વ જાતે દૂધ કાઢવાની ભલામણ કરવામાં આવતી નથી:
  • જોખમી અથવા અકાળ પ્રસૂતિની પીડાનો ઇતિહાસ
  • યોનીમાર્ગનાં મોઢાંની અસમર્થતા
  • યોનીમાર્ગનાં મોઢાં આગળ ટાંકા લેવામાં આવ્યા હોય
How to harvest your colostrum