જોડિયા બાળકોનો સાથે જન્મ
સગર્ભાવસ્થા દરમિયાન તમારા જોડિયા બાળકોના જન્મ માટેના તમારા વિકલ્પોની ચર્ચા કરવા માટે તમારી પાસે એપોઇન્ટમેન્ટ હશે. 40% થી વધુ જોડિયા બાળકો યોનિમાર્ગથી કુદરતી રીતે જન્મે છે અને બાકીના પૂર્વયોજિત અથવા ઇમરજન્સી સિઝેરિયન (શસ્ત્રક્રિયા) દ્વારા જન્મે છે.
The most common way for twins to lie is both with their heads down. It is common for one or both babies to be feet or bottom down (breech). Some babies lie across your womb (transverse lie) and if this is the case with the first twin to be born, you’ll need a caesarean section. If you’ve had a vaginal birth for the first twin but the second is lying across your womb, they may need help to turn so they can be born.
કેટલાક કિસ્સાઓમાં પૂર્વયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા)ની ભલામણ કરવામાં આવશે, ઉદાહરણ તરીકે, જો તમારા બાળકો એક પ્લેસેન્ટા (નાળ) વહેંચે છે, અથવા પ્રથમ બાળક બ્રીચ (નીચે પગ પ્રથમ) સ્થિતિમાં છે.
પ્રસૂતિ દરમિયાન, એવી ભલામણ કરવામાં આવે છે કે તમારા બાળકોનું સતત ઈલેક્ટ્રોનિક ગર્ભનું નિરીક્ષણ કરવામાં આવે, કારણ કે જોડિયા બાળકો માટે પ્રસૂતિ દરમિયાન જટિલતાઓનું જોખમ વધારે હોય છે. એવી પણ ભલામણ કરવામાં આવી શકે છે કે તમને એપિડ્યુરલ આપવામાં આવે, જો તમને તાત્કાલિક સિઝેરિયન (શસ્ત્રક્રિયા) દ્વારા જન્મ આપવાની જરૂર હોય. જોડિયા બાળકોના જન્મ સમયે વધુ લોકો હશે, ઘણી વખત બે મિડવાઇફ્સ (દાયણો), બે પ્રસૂતિશાસ્ત્રીઓ અને બે નવજાત શિશુઓનાં ડોકટરો.
જો તમારા ગર્ભમાં ત્રણ કે તેથી વધુ બાળકો છે, તો તમારા બાળકોને જન્મ આપવા માટે સૌથી સુરક્ષિત માર્ગ તરીકે તમારા માટે પૂર્વયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા) દ્વારા જન્મ આપવાની ભલામણ કરવામાં આવશે.
