Oral health and eye care in pregnancy

ગર્ભાવસ્થામાં મોંનું આરોગ્ય અને આંખની સંભાળ

Pregnant woman cleaning her teeth

ગર્ભાવસ્થામાં મોંનું સ્વાસ્થ્ય

ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી દાંતની નિયમિત તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. NHS દ્વારા આપવામાં આવતી દાંતની સંભાળની સેવાઓ ગર્ભવતી મહિલાઓ માટે અને પ્રસૂતિ પછીના એક વર્ષ અથવા તમારા બાળકના અપેક્ષિત પ્રથમ જન્મદિવસ માટે મફત છે. ગર્ભાવસ્થા દરમિયાન તમામ ગર્ભવતી મહિલાઓને તેમના દંત ચિકિત્સકને મળવાની ભલામણ કરવામાં આવે છે. જો તમને સતત પેઢામાં દુખાવો થતો હોય અથવા લોહી નીકળતું હોય તો તમારા દંત ચિકિત્સકને મળવું ખાસ કરીને મહત્વનું છે. સગર્ભાવસ્થામાં આંતરસ્ત્રાવીય બદલાવોને કારણે પેઢામાંથી રક્તસ્ત્રાવ થઈ શકે છે. દાંતના સડો અને પેઢાના રોગને રોકવા માટે દાંતની સ્વચ્છતાનું સારું સ્તર રાખવું મહત્વપૂર્ણ છે. ઓછામાં ઓછા 1350 પીપીએમ ફ્લોરાઈડ ધરાવતી ફ્લોરાઈડ ટૂથપેસ્ટ સાથે દિવસમાં બે વાર બ્રશ કરવાની ભલામણ કરવામાં આવે છે (આ ગર્ભાવસ્થામાં વાપરવા માટે સલામત છે). તમે ખાઓ છો તે ખાંડયુક્ત ખોરાક અને પીણાની માત્રાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો અને પછી તેને નાસ્તાને બદલે ભોજન સમય માટે રાખો. ભોજન કર્યાનાં ઓછામાં ઓછા 1 કલાક સુધી તમારા દાંત સાફ કરવા માટે રાહ જોવાનું યાદ રાખો. આ દાંતના વધુ ધોવાણને અટકાવશે.

ગર્ભાવસ્થા દરમિયાન આંખની સંભાળ

ગર્ભાવસ્થા દરમિયાન તમે તમારી દ્રષ્ટિ અને/અથવા સૂકી આંખોમાં થોડો ફેરફાર અનુભવી શકો છો. દર બે વર્ષે આંખના પરીક્ષણની ભલામણ કરવામાં આવે છે. જો તમે સરકાર પાસે સામાજિક લાભો લેતા હોવ તો આંખની તપાસ મફત થાય છે. એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારા સ્થાનિક ચશ્મા બનાવનારનો સંપર્ક કરો. તમારા GP તમને પ્રસૂતિમાં અપાતી છૂટનાં પ્રમાણપત્ર માટે સહી કરેલ ફોર્મ પ્રદાન કરી શકે છે . આ તમને તમારા બાળકના જન્મ પછી એક વર્ષ સુધી મફત NHSની દવાની સૂચિ (યાદી)અને NHS દ્વારા મફત દાંતની સંભાળ માટે હકદાર બનાવશે.