તમે કામ ક્યારે બંધ કરવાનું પસંદ કરો છો તે તમારી વ્યક્તિગત પસંદગીની બાબત છે, પરંતુ તમારી આવન-જાવન, તમારું કાર્યકારી વાતાવરણ, તમારા પ્રસૂતિ એકમ સાથે તમારી નિકટતા અને તમારા બાળકના આગમનની તૈયારી માટે સમય આપવો તે ધ્યાનમાં લેવું યોગ્ય છે. તમે તમારી મિડવાઇફ (દાયણ) અથવા ડૉક્ટર સાથે આ અંગે ચર્ચા કરી શકો છો.સગર્ભાવસ્થાના અંતમાં તમે ખૂબ થાક અને અસ્વસ્થતા અનુભવી શકો છો, અને તેથીબધા કામો પૂર્ણ કરવા માટે તમારા મિત્રો અથવા પરિવારની મદદની જરૂર પડી શકે છે, ખાસ કરીને જો તમને અન્ય બાળકો હોય. સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે પરંતુ આરામ માટે પણ સમય કાઢવો, ખાસ કરીને જો તમે ખૂબ સારી રીતે ઊંઘતા ન હોવ.