Talking therapies

ટોકિંગ થેરાપીઓ(વાતચીતથી ઉપચાર)

Woman talks with healthcare professional who takes notes કેટલીકવાર એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી સહેલું હોય છે જે તમને જાણતા નથી. તે તમારી બધી સમ્સયાઓને અવાજ આપવા અને અર્થમાં લાવવાનો પ્રયત્ન કરવા અથવા તમારામાં આવતા કેટલાક નકારાત્મક વિચારોને નિયંત્રિત કરવાની જગ્યા હોઈ શકે છે.

When to get help

મદદ ક્યારે મેળવવી

Woman making a phone call જો આ સૂચનાઓ તમને મદદરૂપ ન થતી હોય, અને તમે બે અઠવાડિયાથી વધુ સમય માટે અલ્પતા કે ચિંતા અનુભવો છો, તો તે કંઈક વધુ ગંભીર હોઈ શકે છે. તમે સારું અનુભવવા માટે મદદ મેળવી શકો છો, તમારા વિકલ્પો વિશે તમારી મિડવાઇફ (દાયણ) અથવા ડૉક્ટર સાથે વાત કરી શકો છો અને કે તમને ક્યાં સહકાર મળી શકે છે. ગર્ભાવસ્થામાં તમારા મનોભાવને જાણવા માટે મોમેન્ટ હેલ્થ (ક્ષણિક સ્વાસ્થય) ઍપનો ઉપયોગ કરો.

Self-help

સ્વ-સહાય

Pregnant woman in sitting yoga position

વ્યાયામ કરો અને સારી રીતે ખાઓ

તરવું, ચાલવું, દોડવું, નૃત્ય કરવું, યોગ – જે પણ તમારા માટે કામ કરે છે – તે ગર્ભાવસ્થા દરમિયાન કરતા રહો. વ્યાયામ તમને કંઈક અલગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે, અને તે તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. એન્ડોર્ફિન્સનો ઉછાળો, અથવા તણાવ-મુક્ત સ્ટ્રેચ, તમને સારું અનુભવવામાં અને સારી ઊંઘમાં મદદ કરી શકે છે. સારું પોષણ તમને સ્વસ્થ રાખશે અને તમારા બાળકના વિકાસમાં અને ખીલવામાં મદદ કરશે.

દરરોજ પોતાના માટે સમય કાઢો

એવું કંઈક કરો જે તમને ગમે છે જે ફક્ત તમારા માટે છે. દાખલા તરીકે:
  • ગરમ સ્નાન લો
  • કેટલાક સંગીત સાંભળીને ખુશ રહો
  • તમારી આંખો બંધ કરો
  • ધીમેધીમે તમારા ઉપસેલા પેટને મસાજ કરો
  • રોજનિશી રાખો.
જે તમને શાંતિનો અનુભવ કરાવે તે પસંદ કરો. આમ કરવાથી તમારા બાળકનાં મગજના વિકાસમાં પણ મદદ થશે. તમારા બાળકને જાણવામાં ની લિંકમાં તમે તમારા અજાત બાળક સાથે સંબંધ બાંધવાથી સુખાકારીને કેવી રીતે મદદ મળી શકે તે વિશે વધુ વાંચી શકો છો.

ધ્યાન, શ્વાસ લેવાની તકનીકો અને સંમોહન દ્વારા જન્મ

અનેક મહિલાઓ જોવા મળે છે કે ધ્યાન અને શ્વાસ લેવાની તકનીકો તેમને માત્ર ગર્ભાવસ્થામાં આરામ કરવા માટે જ મદદ નથી કરતી, પરંતુ પ્રસૂતિ દરમિયાન પીડાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. તમારી દાયણને પૂછો કે તમારા મેટરનિટી યુનિટમાં કયા વર્ગો ઉપલબ્ધ છે.

તમે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો

તમે કેવું અનુભવો છો તે વિશે વાત કરો. તમારી છાતી પરથી ભાર ઉતારવાથી અને તમારી ચિંતાઓને સમજદાર અને વિશ્વાસપાત્ર મિત્ર, કુટુંબના સભ્ય અથવા કામ પરના સહકર્મી સાથે વાત કરવાથી બધો જ ફરક પડી શકે છે.

કુટુંબ અથવા મિત્રો પાસેથી વ્યવહારુ મદદ માટે પૂછો

જો તમે તમારી ગર્ભાવસ્થાનો શારીરિક અથવા ભાવનાત્મક રીતે સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં હોવ તો – થોડી મદદ મેળવો. પછી ભલે તે ઘરકામ, અથવા ખરીદી, અથવા બાળ સંભાળ (જો તમને અન્ય બાળકો હોય) માટે હોય, જો તમે કરી શકો તો મદદ માટે પૂછો. તમારી જાતને થકવી ન નાખો અને જ્યારે તમને જરૂર હોય ત્યારે આરામ કરો. જો તમારી પાસે નજીકના સહાયક સંબંધ નથી, તો તમારી દાયણ સાથે તમને કેવું લાગે છે તે વિશે વાત કરો.

Anxiety about childbirth

બાળજન્મ અંગે ચિંતા

Pregnant woman looking down anxiously at her bump ઘણી મહિલાઓ માટે બાળજન્મનો વિચાર ચિંતા-ઉશ્કેરણીજનક છે અને કેટલીક એવું કહી શકે છે કે આ એક અણધારી ઘટના માટેનો સામાન્ય પ્રતિભાવ છે જ્યાં પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, કેટલીક મહિલાઓ માટે બાળજન્મ વિશે ગંભીર ચિંતા તેમના ગર્ભાવસ્થા અને બાળકનાં જન્મના અનુભવ પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે, આ સ્થિતિને ક્યારેક ટોકોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સ્ત્રીઓને બાળકને જન્મ આપવા વિશે થોડો ડર હોય છે, પરંતુ તમને ગંભીર ચિંતા થવાની શક્યતા વધુ હોય છે જો:
  • તમને વ્યાપક સ્ત્રીરોગ વિશેની સમસ્યાઓ હતી
  • પ્રસૂતિનો ડર તમારા પરિવારમાં છે અને તમે કુટુંબમાંથી જન્મ વિશે ભયાનક વાર્તાઓ સાંભળી હોય
  • તમને ચિંતા/વ્યગ્રતાની સમસ્યા છે
  • તમારે દરેક સમયે નિયંત્રણમાં રહેવાની સખત જરૂર છે
  • તમને અગાઉ બાળજન્મનો આઘાતજનક અનુભવ થયો છે
  • તમે બાળપણમાં જાતીય શોષણનો અનુભવ કર્યો હતો
  • તમે જાતીય હુમલો અથવા બળાત્કારનો અનુભવ કર્યો છે
  • તમને ડિપ્રેશન છે.

તમારે શું કરવું જોઈએ?

શક્ય તેટલી વહેલી તકે તમારી ગર્ભાવસ્થામાં તમારા ડર વિશે તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો. તેઓએ તમને ગંભીર ચિંતા અનુભવતી સ્ત્રીઓને ટેકો આપવા માટે પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ પાસે મોકલવા જોઈએ. સંશોધન દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આધાર સાથે ડર ઘટાડી શકાય છે. તેઓ તમને જન્મના વિવિધ પ્રકારોના જોખમો અને ફાયદાઓ વિશે પણ માહિતી આપશે.

હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?

તમે જેટલી વહેલી મદદ મેળવી શકો તેટલી સારી:
  • તમારા જીવનસાથી અને કુટુંબીજનો/મિત્રો સાથે વાત કરો જો તમને આમ કરવામાં આરામદાયક લાગે તો
  • વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી વાંચો – બ્લોગ્સ અથવા ઇન્ટરનેટ ફોરમમાંથી માહિતી પર આધાર રાખશો નહીં
  • પ્રસૂતિ વિભાગ અથવા જન્મ કેન્દ્રની મુલાકાત લેવાની વ્યવસ્થા કરો જેથી કરીને તમે તેઓના વાતાવરણથી પરિચિત થઈ શકો
  • જો તમે પીડાનો સામનો કરવા અંગે ચિંતિત હોવ, તો તમારી દાયણ સાથે પીડા રાહત વિકલ્પોની ચર્ચા કરો અથવા તમારા જન્મસાથી અને દાયણ સાથે ભાગીદારીમાં વિગતવાર જન્મ આપવા વિશેની યોજના લખો.
તમને વાત કરવાનાં ઉપચારથી ફાયદો થઈ શકે છે. તમારી દાયણ, ઑબ્સ્ટેટ્રિશિયન અથવા GP તમને સંદર્ભ આપી શકે અથવા તમે તમારી સ્થાનિક ઇમ્પ્રૂવિંગ એક્સેસ ટુ સાયકોલોજિકલ થેરાપીઝ (IAPT) નો સંદર્ભ આપી છો.

Talking about your emotional health

તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે વાત કરો

Two women sitting together talking and smiling તમારી એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે, તમારી દાયણ તમને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછશે જેથી તેઓ શોધી જાણી શકે કે તમને કોઈ વધારાના સહકારની જરૂર છે કે નહીં. દરેક સ્ત્રીને આ પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમને કોઈ ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો પણ, જો તમે બેચેની અનુભવી રહ્યાં હોવ અથવા તમને લાગે કે તમે અલગ છો અને/અથવા તમારી પાસે કોઈ સહકાર નથી તો તમારી દાયણ સાથે વાત કરવી એ સારો વિચાર છે. તમારી દાયણ તમને પૂછશે:
  • તમે કેવું અનુભવો છો
  • શું તમને ક્યારેય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય છે કે ક્યારેય પહેલાં થઈ છે, જેમ કે બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોફેક્ટિવ ડિસઓર્ડર, અગાઉના પ્રસૂતિ પછીનું સાયકોસિસ, ગંભીર ડિપ્રેશન (હતાશા) અથવા અન્ય માનસિક બીમારી
  • શું તમે ક્યારેય નિષ્ણાત માનસિક આરોગ્ય સેવા દ્વારા સારવાર લીધી છે
  • ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકનાં જન્મ પછી નજીકના સંબંધીને ક્યારેય ગંભીર માનસિક બીમારી થઈ છે.
તમને કેવું લાગે છે તે વિશે તમારી દાયણ સાથે પ્રમાણિક રહેવું મહત્વપૂર્ણ છે. તેઓ તમારા માટે કોઈ મત બાંધશે નહીં, અને જો તમને તેની જરૂર હોય તો તેઓ તમને સહકાર અથવા સારવાર મેળવવામાં મદદ કરી શકે છે. જો તમારી દાયણને લાગે કે તમારી સાથે વાત કર્યા પછી તમને વધુ સહકારની જરૂર છે, તો તેઓ તમને તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય સેવા જેમ કે વાત કરવાના ઉપચારો, નિષ્ણાત દાયણ, નિષ્ણાત પેરીનેટલ સેવાઓ અથવા તમારા GP પાસે મોકલશે.

પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમો

કોમ્યુનિટી પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમ એવી માતાઓને મદદ કરે છે જેઓ મધ્યમથી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહી હોય. તેઓ હાલની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓને ગર્ભધારણ પૂર્વેની સલાહ પણ આપે છે જેઓ ગર્ભાવસ્થાનું આયોજન કરી રહી છે. તેઓ વ્યાવસાયિકોની શ્રેણી ધરાવે છે અને કુટુંબ કેન્દ્રિત મદદ આપે છે. આ ટીમો પ્રસૂતિ સેવાઓ, આરોગ્ય મુલાકાતીઓ, વાત કરવાનો ઉપચાર, GP, અન્ય સમુદાય સેવાઓ અને ત્રીજા ક્ષેત્રની સંસ્થાઓ સાથે નજીકથી કામ કરે છે.

Improving your emotional wellbeing in pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન તમારી ભાવનાત્મક સુખાકારીમાં સુધારો

Pregnant woman smiling and holding her bump એવું લાગી શકે કે બીજા બધા જ ખુશ છે અને દરેક પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે, પણ એવું નથી કે એ લોકો એવું કરી રહ્યા છે, ઘણી મહિલાઓને ગર્ભાવસ્થામાં ઓછું લાગે છે, પરંતુ ઘણી મહિલાઓ જે નિરાશા અનુભવે છે અને તેને છુપાવી શકે છે. તમારી ભાવનાત્મક સુખાકારીને સુધારવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે:

Health and wellbeing in pregnancy plan

ગર્ભાવસ્થા યોજનામાં આરોગ્ય અને સુખાકારી

Pregnant woman in headscarf with hand on her bump તમારી ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતોને ઓળખવામાં તમારી સહાય કરવા માટે આ ઍપના વ્યક્તિગત સંભાળ અને સહાયક યોજના વિભાગમાં ગર્ભાવસ્થા યોજનામાં આરોગ્ય અને સુખાકારીનો ઉપયોગ કરો. તમારી પ્રસૂતિ પહેલાની મુલાકાત વખતે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે તમારી યોજનાની ચર્ચા કરો. વધુમાં, તમને નીચેની લિંક ઉપયોગી લાગી શકે છે.

Your emotional health during your pregnancy

તમારી ગર્ભાવસ્થા દરમિયાન ભાવનાત્મક સ્વાસ્થ્ય

Pregnant woman talking to health professional ગર્ભાવસ્થા દરમિયાન માનસિક સ્વાસ્થ્યની સમસ્યા શરૂ થવી એ અસામાન્ય નથી, જો તમને કોઈપણ સમયે નીચે આપેલા કોઈ પણ લક્ષણો હોય, તો શક્ય તેટલી વહેલી તકે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરો. જો તમે અસ્વસ્થ હો તો તેઓ મદદ માટે સારવારની વ્યવસ્થા કરી શકે છે. શું ધ્યાન રાખવું:
  • બે અઠવાડિયાથી વધુ સમય માટે, મોટાભાગે અલ્પતા અથવા બેચેની અનુભવો
  • તમને સામાન્ય રીતે ગમતી વસ્તુઓમાંથી રસ ગુમાવવો
  • ગભરાટ ભર્યા હુમલાઓ
  • મહત્વહીન અથવા દોષિત લાગણી
  • તમારી ભૂખ ગુમાવવી
  • અપ્રિય વિચારો આવતા રહેવા અને તેને નિયંત્રિત નહીં કરી શકવા
  • તમારી જાતને વધુ સારું લાગે તે માટે કોઈ ક્રિયા (જેમ કે ધોવું, તપાસવું, ગણવું) નું પુનરાવર્તન કરવું
  • શોધવું કે તમારા વિચારો ભાગી રહ્યા છે અને તમે અત્યંત શક્તિશાળી અને ખુશ થઈ જાઓ છો
  • એવી લાગણી થવી કે તમે બાળકને જન્મ આપવાથી એટલા ડરો છો કે તમે તેમાંથી જવા નથી માંગતા
  • સતત વિચારો કે તમે અયોગ્ય માતા છો અથવા તમે બાળક સાથે જોડાયેલા નથી
  • સ્વ-નુકસાન અથવા આત્મહત્યા વિશેનાં વિચારો.
તમારે તમારી દાયણ અથવા ડૉક્ટરને પણ જણાવવું જોઈએ જો તમને ખાવાની વિકૃતિ હોય (અથવા પહેલાં ક્યારેક થઈ હોય) કારણ કે તમને ગર્ભાવસ્થા અને તે પછીના સમયગાળા દરમિયાન તમારા શરીરમાં થતા ફેરફારોનો સામનો કરવા માટે વધારાના સહકારનો લાભ મળી શકે છે.