તમારી એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે, તમારી દાયણ તમને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછશે જેથી તેઓ શોધી જાણી શકે કે તમને કોઈ વધારાના સહકારની જરૂર છે કે નહીં. દરેક સ્ત્રીને આ પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમને કોઈ ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો પણ, જો તમે બેચેની અનુભવી રહ્યાં હોવ અથવા તમને લાગે કે તમે અલગ છો અને/અથવા તમારી પાસે કોઈ સહકાર નથી તો તમારી દાયણ સાથે વાત કરવી એ સારો વિચાર છે.તમારી દાયણ તમને પૂછશે:
તમે કેવું અનુભવો છો
શું તમને ક્યારેય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય છે કે ક્યારેય પહેલાં થઈ છે, જેમ કે બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોફેક્ટિવ ડિસઓર્ડર, અગાઉના પ્રસૂતિ પછીનું સાયકોસિસ, ગંભીર ડિપ્રેશન (હતાશા) અથવા અન્ય માનસિક બીમારી
શું તમે ક્યારેય નિષ્ણાત માનસિક આરોગ્ય સેવા દ્વારા સારવાર લીધી છે
ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકનાં જન્મ પછી નજીકના સંબંધીને ક્યારેય ગંભીર માનસિક બીમારી થઈ છે.
તમને કેવું લાગે છે તે વિશે તમારી દાયણ સાથે પ્રમાણિક રહેવું મહત્વપૂર્ણ છે. તેઓ તમારા માટે કોઈ મત બાંધશે નહીં, અને જો તમને તેની જરૂર હોય તો તેઓ તમને સહકાર અથવા સારવાર મેળવવામાં મદદ કરી શકે છે. જો તમારી દાયણને લાગે કે તમારી સાથે વાત કર્યા પછી તમને વધુ સહકારની જરૂર છે, તો તેઓ તમને તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય સેવા જેમ કે વાત કરવાના ઉપચારો, નિષ્ણાત દાયણ, નિષ્ણાત પેરીનેટલ સેવાઓ અથવા તમારા GP પાસે મોકલશે.
પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમો
કોમ્યુનિટી પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમ એવી માતાઓને મદદ કરે છે જેઓ મધ્યમથી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહી હોય. તેઓ હાલની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓને ગર્ભધારણ પૂર્વેની સલાહ પણ આપે છે જેઓ ગર્ભાવસ્થાનું આયોજન કરી રહી છે. તેઓ વ્યાવસાયિકોની શ્રેણી ધરાવે છે અને કુટુંબ કેન્દ્રિત મદદ આપે છે. આ ટીમો પ્રસૂતિ સેવાઓ, આરોગ્ય મુલાકાતીઓ, વાત કરવાનો ઉપચાર, GP, અન્ય સમુદાય સેવાઓ અને ત્રીજા ક્ષેત્રની સંસ્થાઓ સાથે નજીકથી કામ કરે છે.