ઘણી મહિલાઓ માટે બાળજન્મનો વિચાર ચિંતા-ઉશ્કેરણીજનક છે અને કેટલીક એવું કહી શકે છે કે આ એક અણધારી ઘટના માટેનો સામાન્ય પ્રતિભાવ છે જ્યાં પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, કેટલીક મહિલાઓ માટે બાળજન્મ વિશે ગંભીર ચિંતા તેમના ગર્ભાવસ્થા અને બાળકનાં જન્મના અનુભવ પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે, આ સ્થિતિને ક્યારેક ટોકોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સ્ત્રીઓને બાળકને જન્મ આપવા વિશે થોડો ડર હોય છે, પરંતુ તમને ગંભીર ચિંતા થવાની શક્યતા વધુ હોય છે જો:
તમને વ્યાપક સ્ત્રીરોગ વિશેની સમસ્યાઓ હતી
પ્રસૂતિનો ડર તમારા પરિવારમાં છે અને તમે કુટુંબમાંથી જન્મ વિશે ભયાનક વાર્તાઓ સાંભળી હોય
તમને ચિંતા/વ્યગ્રતાની સમસ્યા છે
તમારે દરેક સમયે નિયંત્રણમાં રહેવાની સખત જરૂર છે
તમને અગાઉ બાળજન્મનો આઘાતજનક અનુભવ થયો છે
તમે બાળપણમાં જાતીય શોષણનો અનુભવ કર્યો હતો
તમે જાતીય હુમલો અથવા બળાત્કારનો અનુભવ કર્યો છે
તમને ડિપ્રેશન છે.
તમારે શું કરવું જોઈએ?
શક્ય તેટલી વહેલી તકે તમારી ગર્ભાવસ્થામાં તમારા ડર વિશે તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો. તેઓએ તમને ગંભીર ચિંતા અનુભવતી સ્ત્રીઓને ટેકો આપવા માટે પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ પાસે મોકલવા જોઈએ. સંશોધન દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આધાર સાથે ડર ઘટાડી શકાય છે. તેઓ તમને જન્મના વિવિધ પ્રકારોના જોખમો અને ફાયદાઓ વિશે પણ માહિતી આપશે.
હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?
તમે જેટલી વહેલી મદદ મેળવી શકો તેટલી સારી:
તમારા જીવનસાથી અને કુટુંબીજનો/મિત્રો સાથે વાત કરો જો તમને આમ કરવામાં આરામદાયક લાગે તો
વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી વાંચો – બ્લોગ્સ અથવા ઇન્ટરનેટ ફોરમમાંથી માહિતી પર આધાર રાખશો નહીં
પ્રસૂતિ વિભાગ અથવા જન્મ કેન્દ્રની મુલાકાત લેવાની વ્યવસ્થા કરો જેથી કરીને તમે તેઓના વાતાવરણથી પરિચિત થઈ શકો
જો તમે પીડાનો સામનો કરવા અંગે ચિંતિત હોવ, તો તમારી દાયણ સાથે પીડા રાહત વિકલ્પોની ચર્ચા કરો અથવા તમારા જન્મસાથી અને દાયણ સાથે ભાગીદારીમાં વિગતવાર જન્મ આપવા વિશેની યોજના લખો.
તમને વાત કરવાનાં ઉપચારથી ફાયદો થઈ શકે છે. તમારી દાયણ, ઑબ્સ્ટેટ્રિશિયન અથવા GP તમને સંદર્ભ આપી શકે અથવા તમે તમારી સ્થાનિક ઇમ્પ્રૂવિંગ એક્સેસ ટુ સાયકોલોજિકલ થેરાપીઝ (IAPT) નો સંદર્ભ આપી છો.