તમને હાથવગી પ્રસૂતિ નોંધોનો સેટ આપવામાં આવશે જે તમારે હંમેશા તમારી સાથે રાખવો જોઈએ અને તમારી બધી મુલાકાતમાં લાવવો જોઈએ. તમારી મુલાકાતો સામાન્ય રીતે અહીં તમારા બલ્ડ ટેસ્ટ અને ઝીણવટપૂર્વકની તપાસનાં પરિણામો સાથે દસ્તાવેજીકૃત કરવામાં આવશે.ઈંગ્લેન્ડના તમામ પ્રસૂતિ એકમો ડિજિટલ નોંધોના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે અને આ નોંધો પ્રસૂતિ એકમની IT સિસ્ટમ પર સુરક્ષિત રીતે સંગ્રહિત છે.જો તમને ખાતરી ન હોય તો તમે તમારા પ્રસૂતિ સંભાળ પ્રદાતાને તમારી પ્રસૂતિ નોંધોમાં લખેલ કંઈ પણ સમજાવવા માટે કહી શકો છો.