Information for partners during pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન સહભાગી માટે માહિતી

Two adult legs in jeans and trainers with a pair of baby shoes between them તમે માતા-પિતા બનવા જઈ રહ્યા છો તે જાણવું એ રોમાંચક પરંતુ મુશ્કેલ સમય હોઈ શકે છે. તમે તમારા ગર્ભવતી જીવનસાથીની જેટલી નજીક હશો, તેટલી જ તમે ગર્ભાવસ્થા અને જન્મના અનુભવમાં ભાગીદાર બની શકશો.

પ્રારંભિક ગર્ભાવસ્થા

ભલે ગર્ભાવસ્થાની યોજના બનાવી હોય, અથવા તે અણધારી હોય, જ્યારે તમને ખબર પડે કે તમારા ભાગીદાર ગર્ભવતી છે તો આ રીતની લાગણીઓ અનુભવવી સામાન્ય છે. તમે શું અનુભવો છો તે વિશે તમારા ભાગીદાર, મિત્રો અને પરિવાર સાથે વાત કરો. તમારી જીવનસાથી તે વાતોથી ચિડાઈ શકે છે જે તમને નાની લાગતી હોય; આ તેમના મૂડ અને તેના પોતાના ડર અને ચિંતાઓ પર હોર્મોન્સની અસરને કારણે છે. ધીરજ રાખો અને એકબીજાને સમર્થન કરતા શીખો અને તેણીને તેણીની નજીકના લોકો અથવા તેણીની દાયણ/ડૉક્ટર સાથે વાત કરવા પ્રોત્સાહિત કરો. ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં વિવિધ ટેસ્ટ અને સ્કૅન વિશે જાણો. જેમ જેમ તે આગળ વધે છે તેમ, આ ટેસ્ટ તમારા, તમારા જીવનસાથી અને ગર્ભાવસ્થા પર અસર કરી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન

તમારા જીવનસાથી સાથે પ્રસૂતિ પહેલાના વર્ગોમાં હાજરી આપો (મોટાભાગના વર્ગો માતા અને તેના જીવનસાથી બંને માટે રચાયેલ છે) કારણ કે આ તમને જન્મ માટે તૈયાર થવામાં અને નવું બાળક આવે યારે આવે ત્યારે તે/તેણી ની દેખભાળ કરવામાં મદદ કરશે. શક્ય હોય તો ઘરકામમાં તમારો હિસ્સો વધારો. જો તમે ધૂમ્રપાન કરો છો, તો જન્મ પછી તમારા જીવનસાથી અને તમારા બાળક પર નિષ્ક્રિય ધૂમ્રપાનના જોખમોને કારણે બંધ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. અજન્મા બાળકો કે જેઓ ધૂમ્રપાનના સંપર્કમાં આવે છે તેઓ ગર્ભાવસ્થા દરમિયાન પરેશાનીનું વધુ જોખમ ધરાવે છે, જેમ કે સારી રીતે ન વધવું અથવા તો મૃત જન્મવું જન્મ પછી, જો તમે બહાર ધૂમ્રપાન કરો છો, તો પણ તમારા બાળકને સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમથી અસરગ્રસ્ત થવાનું જોખમ વધી જાય છે. ધૂમ્રપાન બંધ કરવા માટે તમારા જીપીને મદદ માટે પૂછો. તમારા જીવનસાથીને બને તેટલો સપોર્ટ કરો, પરંતુ તમારા માટે આરામ કરવા માટે પણ સમય કાઢો. તમારા જીવનસાથી અને તેણીને ગમતી હોય તો તેની વધતી જતી પ્રેગ્નન્સી બમ્પ સાથે ફોટો લો, કારણ કે આ સારી યાદી છે. ગર્ભાવસ્થા દરમિયાન તમારા બાળક સાથે વાત કરીને અથવા તેની સાથે ગીત ગાઈને તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરો.
Best beginnings: Baby Communication