Anxiety about childbirth

બાળજન્મ અંગે ચિંતા

Pregnant woman looking down anxiously at her bump ઘણી મહિલાઓ માટે બાળજન્મનો વિચાર ચિંતા-ઉશ્કેરણીજનક છે અને કેટલીક એવું કહી શકે છે કે આ એક અણધારી ઘટના માટેનો સામાન્ય પ્રતિભાવ છે જ્યાં પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, કેટલીક મહિલાઓ માટે બાળજન્મ વિશે ગંભીર ચિંતા તેમના ગર્ભાવસ્થા અને બાળકનાં જન્મના અનુભવ પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે, આ સ્થિતિને ક્યારેક ટોકોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સ્ત્રીઓને બાળકને જન્મ આપવા વિશે થોડો ડર હોય છે, પરંતુ તમને ગંભીર ચિંતા થવાની શક્યતા વધુ હોય છે જો:
  • તમને વ્યાપક સ્ત્રીરોગ વિશેની સમસ્યાઓ હતી
  • પ્રસૂતિનો ડર તમારા પરિવારમાં છે અને તમે કુટુંબમાંથી જન્મ વિશે ભયાનક વાર્તાઓ સાંભળી હોય
  • તમને ચિંતા/વ્યગ્રતાની સમસ્યા છે
  • તમારે દરેક સમયે નિયંત્રણમાં રહેવાની સખત જરૂર છે
  • તમને અગાઉ બાળજન્મનો આઘાતજનક અનુભવ થયો છે
  • તમે બાળપણમાં જાતીય શોષણનો અનુભવ કર્યો હતો
  • તમે જાતીય હુમલો અથવા બળાત્કારનો અનુભવ કર્યો છે
  • તમને ડિપ્રેશન છે.

તમારે શું કરવું જોઈએ?

શક્ય તેટલી વહેલી તકે તમારી ગર્ભાવસ્થામાં તમારા ડર વિશે તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો. તેઓએ તમને ગંભીર ચિંતા અનુભવતી સ્ત્રીઓને ટેકો આપવા માટે પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ પાસે મોકલવા જોઈએ. સંશોધન દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આધાર સાથે ડર ઘટાડી શકાય છે. તેઓ તમને જન્મના વિવિધ પ્રકારોના જોખમો અને ફાયદાઓ વિશે પણ માહિતી આપશે.

હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?

તમે જેટલી વહેલી મદદ મેળવી શકો તેટલી સારી:
  • તમારા જીવનસાથી અને કુટુંબીજનો/મિત્રો સાથે વાત કરો જો તમને આમ કરવામાં આરામદાયક લાગે તો
  • વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી વાંચો – બ્લોગ્સ અથવા ઇન્ટરનેટ ફોરમમાંથી માહિતી પર આધાર રાખશો નહીં
  • પ્રસૂતિ વિભાગ અથવા જન્મ કેન્દ્રની મુલાકાત લેવાની વ્યવસ્થા કરો જેથી કરીને તમે તેઓના વાતાવરણથી પરિચિત થઈ શકો
  • જો તમે પીડાનો સામનો કરવા અંગે ચિંતિત હોવ, તો તમારી દાયણ સાથે પીડા રાહત વિકલ્પોની ચર્ચા કરો અથવા તમારા જન્મસાથી અને દાયણ સાથે ભાગીદારીમાં વિગતવાર જન્મ આપવા વિશેની યોજના લખો.
તમને વાત કરવાનાં ઉપચારથી ફાયદો થઈ શકે છે. તમારી દાયણ, ઑબ્સ્ટેટ્રિશિયન અથવા GP તમને સંદર્ભ આપી શકે અથવા તમે તમારી સ્થાનિક ઇમ્પ્રૂવિંગ એક્સેસ ટુ સાયકોલોજિકલ થેરાપીઝ (IAPT) નો સંદર્ભ આપી છો.

Talking about your emotional health

તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે વાત કરો

Two women sitting together talking and smiling તમારી એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે, તમારી દાયણ તમને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછશે જેથી તેઓ શોધી જાણી શકે કે તમને કોઈ વધારાના સહકારની જરૂર છે કે નહીં. દરેક સ્ત્રીને આ પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમને કોઈ ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો પણ, જો તમે બેચેની અનુભવી રહ્યાં હોવ અથવા તમને લાગે કે તમે અલગ છો અને/અથવા તમારી પાસે કોઈ સહકાર નથી તો તમારી દાયણ સાથે વાત કરવી એ સારો વિચાર છે. તમારી દાયણ તમને પૂછશે:
  • તમે કેવું અનુભવો છો
  • શું તમને ક્યારેય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય છે કે ક્યારેય પહેલાં થઈ છે, જેમ કે બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોફેક્ટિવ ડિસઓર્ડર, અગાઉના પ્રસૂતિ પછીનું સાયકોસિસ, ગંભીર ડિપ્રેશન (હતાશા) અથવા અન્ય માનસિક બીમારી
  • શું તમે ક્યારેય નિષ્ણાત માનસિક આરોગ્ય સેવા દ્વારા સારવાર લીધી છે
  • ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકનાં જન્મ પછી નજીકના સંબંધીને ક્યારેય ગંભીર માનસિક બીમારી થઈ છે.
તમને કેવું લાગે છે તે વિશે તમારી દાયણ સાથે પ્રમાણિક રહેવું મહત્વપૂર્ણ છે. તેઓ તમારા માટે કોઈ મત બાંધશે નહીં, અને જો તમને તેની જરૂર હોય તો તેઓ તમને સહકાર અથવા સારવાર મેળવવામાં મદદ કરી શકે છે. જો તમારી દાયણને લાગે કે તમારી સાથે વાત કર્યા પછી તમને વધુ સહકારની જરૂર છે, તો તેઓ તમને તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય સેવા જેમ કે વાત કરવાના ઉપચારો, નિષ્ણાત દાયણ, નિષ્ણાત પેરીનેટલ સેવાઓ અથવા તમારા GP પાસે મોકલશે.

પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમો

કોમ્યુનિટી પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમ એવી માતાઓને મદદ કરે છે જેઓ મધ્યમથી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહી હોય. તેઓ હાલની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓને ગર્ભધારણ પૂર્વેની સલાહ પણ આપે છે જેઓ ગર્ભાવસ્થાનું આયોજન કરી રહી છે. તેઓ વ્યાવસાયિકોની શ્રેણી ધરાવે છે અને કુટુંબ કેન્દ્રિત મદદ આપે છે. આ ટીમો પ્રસૂતિ સેવાઓ, આરોગ્ય મુલાકાતીઓ, વાત કરવાનો ઉપચાર, GP, અન્ય સમુદાય સેવાઓ અને ત્રીજા ક્ષેત્રની સંસ્થાઓ સાથે નજીકથી કામ કરે છે.

Your emotional health and wellbeing in pregnancy

ગર્ભાવસ્થામાં તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી

બાળકની અપેક્ષા કરવી એ આનંદકારક અને ઉત્તેજક સમય હોઈ શકે છે. જો કે, સગર્ભા સ્ત્રીઓને ચિંતા, હતાશા અથવા ભાવનાત્મક તકલીફનો અનુભવ થવો એ પણ સામાન્ય બાબત છે. વધુ માં વધુ ચારમાંથી એક મહિલા ગર્ભાવસ્થા દરમિયાન ભાવનાત્મક મુશ્કેલીઓ અનુભવે છે. આ કોઈને પણ થઈ શકે છે, તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વધુ જાણવા માટે નીચેના પેજનું સંશોધન કરો.