તમારા 20 અઠવાડિયાના અલ્ટ્રાસાઉન્ડના સૂક્ષ્મ અવલોકન પછી, તમે તમારી દાયણ અથવા GPને MATB1 ફોર્મ માટે પૂછી શકો છો. આ ફોર્મ તમને તમારા એમ્પ્લોયર (નોકરીદાતા) તરફથી વૈધાનિક પ્રસૂતિ વેતન અથવા જોબ સેન્ટર પ્લસમાંથી પ્રસૂતિ ભથ્થું મેળવવા માટે હકદાર બનાવે છે.ગર્ભાવસ્થા દરમિયાન/બાળકનાં જન્મ પછી તમે નીચેની બાબતોના હકદાર છો:
તમારી પ્રસૂતિ પહેલાની મુલાકાતો માટે ચૂકવેલ સમય
પ્રસૂતિ પગાર અથવા પ્રસૂતિ ભથ્થું
પ્રસુતિ સમયે લેવાતી રજા
અન્યાયી વર્તન, ભેદભાવ અથવા બરતરફી સામે રક્ષણ.
કાર્યકારી ભાગીદારો એક કે બે અઠવાડિયાની પિતૃત્વ રજા માટે હકદાર છે અને સાથે મળીને તમે વહેંચાયેલ પિતૃત્વ રજા લઈ શકશો.જો તમે કામ કરતા નથી, અથવા તમે/તમારું પરિવાર ઓછી આવક ધરાવતું હોય તો તમે પ્રસૂતિ લાભો અને ભથ્થાં માટે હકદાર બની શકો છો.જો તમે નોકરી કરતા હોવ, તો તમારા બાળકનાં જન્મની નિયત તારીખના ઓછામાં ઓછા 15 અઠવાડિયા પહેલા તમારે તમારા એમ્પ્લોયર (નોકરીદાતા) ને જાણ કરવી જોઈએ કે તમે ગર્ભવતી છો. જ્યારે તમે તમારા એમ્પ્લોયર (નોકરીદાતા) ને કહો છો ત્યારે તેમણે તમારા જોખમમોનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે, જે ખાતરી કરે છે કે તમારા કાર્યકારી વાતાવરણ અથવા કામ કરવાના સ્વરૂપમાં કોઈપણ જરૂરી ગોઠવણો કરી શકાય. તમારી કંપનીના માનવ સંસાધન વિભાગ સાથે વાત કરવી અને ગર્ભાવસ્થા અને પ્રસૂતિ રજા અંગેની નીતિને મેળવવી મહત્ત્વપૂર્ણ રહેશે.પ્રસૂતિ/પિતૃત્વ રજા, કાર્ય, બાળક અથવા અન્ય લાભો અને નાણાં વિશે વધુ માહિતી નીચેની સંબંધિત લિંક્સ પર મળી શકે છે: