યોનિમાર્ગનાં સ્રાવમાં વધારો
સામાન્યપણે યોનિમાર્ગનો સ્રાવ પાતળો, સ્પષ્ટ અથવા દૂધિયો સફેદ અને હળવી ગંધવાળો હોય છે. જેમ જેમ તમારી ગર્ભાવસ્થા આગળ વધે છે તેમ તેમ, આ સ્રાવ સામાન્ય રીતે વધુ ધ્યાનમાં આવે છે, અને તમારી ગર્ભાવસ્થાના અંતે આ સ્રાવ સૌથી વધુ ભારે હોય છે. તમે કદાચ ચડ્ડીમાં સુગંધ વિનાનું કપડું પહેરવા માગો છો. જો તેમ છતાં, સ્રાવ ખૂબ જ દુર્ગંધયુક્ત બને છે અથવા રંગ લીલો થઈ જાય છે, તો તમારે તમારા GPની સલાહ લેવી જોઈએ, કારણ કે આ યોનિમાર્ગના ચેપની નિશાની હોઈ શકે છે.
ગર્ભાવસ્થામાં થ્રશ (કેન્ડીડા આલ્બિકન્સ) સામાન્ય છે. થ્રશના લક્ષણોમાં; યોનિમાર્ગમાં સ્રાવ જે જાડા, સફેદ (અથવા ગુલાબી આભાસ વાળો) હોય છે અને ખૂબ જ ખંજવાળ આવેવવી નો સમાવેશ થાય છે. તમારા GP અથવા દાયણની સલાહ લો કારણ કે યોનિમાર્ગ પેસરી અને ક્રીમ વડે થ્રશની સારવાર કરવી સરળ છે.