ચક્કર અનુભવાવાં
ગર્ભાવસ્થામાં ચક્કર આવવાં અથવા માથામાં હલ્કાપણાંનો અનુભવ થવો સામાન્ય છે અને આ ઘણીવાર ખૂબ ઝડપથી ઉભા થવાથી અથવા તમારી પીઠ પર સપાટ સૂવાને કારણે આવું થાય છે. હંમેશા હળવાશથી ઉભા થાઓ અને જ્યારે સૂઈ જાઓ ત્યારે તમારી એક બાજુ પર સુવાનો પ્રયાસ કરો, ખાસ કરીને 28 અઠવાડિયાના ગર્ભાધાન પછી.
સારી રીતે શરીરમાં પાણી અને બીજાં પ્રવાહીનું સ્તર સાચવી રાખવાથી ચક્કરની લાગણી ઓછી થઈ શકે છે.
જો લક્ષણો ચાલુ રહે, તો તમારી દાઈ અથવા ડૉક્ટર સાથે વાત કરો. 