સ્વયંસેવકો દર્દી અને સર્વિસ યૂઝર અનુભવને સુધારવા અને વધારવામાં મદદ કરે છે, જેમાં કાર્યરત પ્રસૂતિ કર્મચારીઓના કાર્યને પૂરક બનાવે છે.સ્વયંસેવકો જીવનના તમામ ક્ષેત્રોમાંથી આવે છે અને અમે સેવા આપીએ છીએ તે સમુદાયોની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે સામેલ થવામાં રૂચિ ધરાવો છો, તો કૃપા કરીને તમારા સ્થાનિક પ્રસૂતિ યૂનિટની વેબસાઇટની મુલાકાત લો.
રિપ્રોડક્ટિવ હેલ્થમાં મહિલાઓના જીવનના તમામ તબક્કામાં પૂર્વ-ગર્ભાવસ્થા, ગર્ભાવસ્થા, જન્મ અને પછીના જીવન, સ્ત્રીઓ અને તેમના બાળકો માટે વધુ સારી સારવાર, દેખભાળ અને જીવનની ગુણવત્તા વિકસાવવા ક્લિનિકલ ટ્રાયલ્સનો સમાવેશ થાય છે.ભાગ લઈને, સ્વસ્થ મહિલાઓ, અથવા સમસ્યા વાળી મહિલાઓ, આરોગ્ય દેખભાળને સુધારવામાં યોગદાન આપે છે અને સંશોધકોને નવી માહિતી પ્રદાન કરે છે. કેટલીક મહિલાઓને વધુ નજીકથી અને નિયમિતપણે દેખરેખ રાખવાથી આશ્વાસન મળે છે, જેમ કે કેટલાક અભ્યાસો દ્વારા જરૂરી છે.હાલનાં પુરાવા સૂચવે છે કે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લેતી ગર્ભવતી મહિલાઓ ટ્રાયલની બહારની મહિલાઓ કરતાં વધુ સારા પરિણામો અનુભવે છે (અહીં જુઓ).વાતચીતનો ભાગ બનો અને તમારી પ્રસુતિ યૂનિટમાં ક્લિનિકલ સંશોધન વિશે પૂછો.
પ્રત્યેક NHS ટ્રસ્ટ પાસે મેટરનિટી વોઈસ પાર્ટનરશીપ (MVP) ગ્રૂપ હોય છે. તેઓ સર્વિસ યુઝર, તેમના પરિવારો, કમિશનરો, પ્રદાતાઓ, ડૉકટરો અને દાયણની એક ટીમથી બનેલા છે જે સેવા યુઝરોના અવાજને સાંભળવામાં આવે છે અને પ્રસૂતિ સેવાઓને સુધારવાના કેન્દ્રમાં છે તેની ખાતરી કરવા માટે સાથે મળીને કામ કરે છે.બધા MVP નું નેતૃત્વ તમારા જેવા જ સેવા યુઝરો દ્વારા કરવામાં આવે છે – તેમને એક બાળક છે અને અમારી પ્રસૂતિ સેવાઓનો ઉપયોગ કરે છે. પ્રત્યેક MVP નો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી સેવાઓનો ઉપયોગ કરનાર પ્રત્યેકને તેમનો અવાજ સાંભળવાની તક મળે.તમારા સ્થાનિક MVP તમારા પ્રસૂતિ અનુભવો સારા કે ખરાબ વિશે સાંભળવા માટે ખૂબ ઉત્સુક હશે.
અમારી પ્રસૂતિ સેવાઓને બેહતર અને વધારવામાં અમારી મદદ કરો, તમારા પ્રસૂતિ યૂનિટમાં સંશોધન પ્રોજેક્ટ્સમાં ફાળો આપો અને તમારા અનુભવ પર અમને પ્રતિસાદ આપો. તે કેવી રીતે કરવું તે અહીં જુઓ: