ગર્ભાવસ્થાના 36 અઠવાડિયાથી, તમારા બાળકનું માથું જન્મની તૈયારીના ભાગ રુપે નીચે (સેફાલિક) સ્થિતિમાં ફરવું જોઈએ.નાની સંખ્યામાં બાળકો આ સ્થિતિમાં નહીં હોય, અને તેમની સ્થિતિ કાં તો બ્રીચ (શરીરનો નીચલો ભાગ પહેલા) અથવા ત્રાંસી/આડી (તમારા પેટ આડી સ્થિતિમાં પડેલા) હોઈ શકે છે. જો તમારી મિડવાઇફ (દાયણ) ને શંકા હોય કે તમારું બાળક હેડ ડાઉન (માથું નીચે)ની સ્થતિમાં નથી, તો તમારા વિકલ્પો વિશે ચર્ચા કરવા માટે તમને સ્કેન (સૂક્ષ્મપરીક્ષણ) અને ડૉક્ટર/નિષ્ણાત દાયણ સાથે મુલાકાતની ઑફર કરવામાં આવી શકે છે. આ વિકલ્પોમાં કાં તો તમારા બાળકને ફેરવવાનો પ્રયાસ (નીચે સંબંધિત લિંક્સ જુઓ), યોનિમાર્ગમાંથી બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ અથવા આયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા દ્વારા) જન્મનો સમાવેશ થઈ શકે છે.જો તમારુંરાં બાળકનું માથું નીચેની તરફ નથી, તો ચિંતા કરશો નહીં – તમારી પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને તમારી ટીમ તમને તમારી સંભાળને આગળ વધવા સંબંધિત કોઈપણ નિર્ણયો લેવામાં મદદ કરશે.વાંચીને યોનિમાર્ગ બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ વિશે વધુ જાણો:
ગર્ભાવસ્થાના અંત તરફ, જેમ-જેમ જન્મનો સમય નજીક આવે છે, તેમ-તેમ તમને વિવિધ પ્રકારની લાગણીઓનો અનુભવ થશે. તમને ઉત્તેજના, બેચેની અથવા ડરનો અનુભવ પણ થઈ શકે છે – આ બધું સામાન્ય છે. એવી ઘણી વસ્તુઓ છે જે તમને જન્મ આપવાની તૈયારી કરવામાં મદદ કરી શકે છે.
જ્યારે કોઈ દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત ગર્ભાવસ્થાના 36 માં અઠવાડિયે અથવા એનાં પછી તમારું પેટ જુએ છે, ત્યારે એમને એવી શંકા થઈ શકે છે કે ગર્ભાશયમાં તમારૂં બાળક પગનાં ટેકે સૂઈ રહ્યું છે. પછી સામાન્ય રીતે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરીને આની પુષ્ટિ કરવામાં આવે છે. જો આ શંકા પ્રસૂતિ પીડા દરમિયાન થાય, તો આંતરિક તપાસ દ્વારા બાળકની સ્થિતિ તપાસી શકાય છે.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પછી જો બાળક બ્રીચ પોઝિશનમાં હોય, તો ત્રણ વિકલ્પોની શક્યતા હોય છે:1. એક્સટર્નલ સેફાલિક વર્ઝન (બાહ્ય માથાનું વૃતાંત) (ECV) – તમારા પેટ પર દબાણનો ઉપયોગ કરીને પહેલાં બાળકનું માથું બહારની તરફ ફેરવવું2. યોનિમાર્ગથી આયોજિત બ્રીચ જન્મ3. પ્લાન કરેલ સિઝેરિયન જન્મ.જો બ્રીચ પોઝિશનની જાણ પ્રસૂતિ દરમિયાન જ પહેલી વાર થાય તો શક્ય છે કે ECV શક્ય ન બને, ત્યારે મહિલાએ યોનિમાર્ગથી બ્રીચ જન્મ અને સિઝેરિયન જન્મ – આ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની રહેશે.
કયા ટેસ્ટ ધ્યાનમાં લેવાશે/કરવામાં આવશે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?
જો પ્રસૂતિ પહેલા બ્રીચ સ્થિતિનો પતો લાગે, તો તમારા બાળકના વિકાસની તપાસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવી શકે છે. આનાથી જન્મ પદ્ધતિ પસંદ કરવામાં તમને માર્ગદર્શન મળી શકે છે.
મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?
જો તમને લાગતું હોય કે બાળક બ્રીચ પોઝિશનમાં છે અને તમારું પાણી તૂટી ગયું છે અથવા તમે લેબરમાં છો, તો તમારે તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમની જાણ તાત્કાલિક કરવી જોઈએ?
જો તમારું પાણી તૂટી જાય અને તમારું બાળક પગનાં ટેકે સૂઈ રહ્યું હોય, તો બાળકની નાળ નીચે હોવાની શક્યતા વધી જાય છે – આને અમ્બિલિકલ કોર્ડ પ્રોલેપ્સ કહેવામાં આવે છે. જો આવું થાય, તો તમારે તપાસ માટે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો કોર્ડનો લૂપ યોનિમાર્ગની બહાર દેખાય, તો તમારે તરત જ 999 પર કૉલ કરવો જોઈએ.
આની મારી જન્મ પસંદગી પર શી અસર થશે?
તમારી દાયણ અને ડૉક્ટર તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે. તમારી પસંદગીઓનો આધાર બ્રીચ પ્રેઝન્ટેશનનું નિદાન ગર્ભાવસ્થાના અંતમાં અથવા પ્રસૂતિ દરમિયાન થાય છે તેના પર નિર્ભર રહેશે.
ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો અર્થ શું થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
જો તમારા બાળકનો જન્મ સિઝેરિયન દ્વારા થયો હોય, તો આની અસર ભવિષ્યની ગર્ભાવસ્થા પર પડી શકે છે.
આ એક એવી પ્રક્રિયા છે જેમાં ડૉક્ટર અથવા નિષ્ણાત મિડવાઇફ (દાયણ) તેઓના હાથ વડે તમારા પેટ પર હળવા દબાણનો ઉપયોગ કરીને બાળકને યોગ્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરે છે.ECV લગભગ 50% સ્ત્રીઓમાં સફળ છે અને સામાન્ય રીતે સલામત છે. ECV પછી દર 200માંથી એક બાળકને ઇમરજન્સી સિઝેરિયન શસ્ત્રક્રિયા દ્વારા ડિલિવરી કરાવવાની જરૂર પડશે, અને તમારા બાળકની સ્થિતિ સારી રહે તેની ખાતરી કરવા માટે પ્રક્રિયા પહેલા અને પછી તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
બ્રીચ બાળકો માટે મોક્સિબસ્ટન
આ એક પરંપરાગત ચાઈનીઝ વિધિ છે જેનો ઉપયોગ બ્રીચ સ્થિતિમાં રહેલા બાળકો ને ફેરવવા માટે થઈ શકે છે. આ વિધિમાં ગર્ભાવસ્થાના 34-36 અઠવાડિયાથી અંગૂઠા વચ્ચે મોક્સા-સ્ટીક (સૂકા જડીબુટ્ટીઓની ચુસ્તપણે ભરેલી નળી) સળગાવવામાં આવે છે. તેની કોઈ જાણીતી નકારાત્મક આડઅસર નથી અને પુરાવા સૂચવે છે કે તે બ્રીચ સ્થિતિમાં રહેલા બાળકને ફેરવવામાં સફળ થઈ શકે છે. વધુ માહિતી માટે તમે તમારી મિડવાઇફ (દાયણ) અથવા સ્થાનિક એક્યુપંક્ચરિસ્ટને પૂછી શકો છો.