Your baby’s position

તમારાં બાળકની સ્થિતિ

Cross-section diagram of baby in the womb in the head down position ગર્ભાવસ્થાના 36 અઠવાડિયાથી, તમારા બાળકનું માથું જન્મની તૈયારીના ભાગ રુપે નીચે (સેફાલિક) સ્થિતિમાં ફરવું જોઈએ. નાની સંખ્યામાં બાળકો આ સ્થિતિમાં નહીં હોય, અને તેમની સ્થિતિ કાં તો બ્રીચ (શરીરનો નીચલો ભાગ પહેલા) અથવા ત્રાંસી/આડી (તમારા પેટ આડી સ્થિતિમાં પડેલા) હોઈ શકે છે. જો તમારી મિડવાઇફ (દાયણ) ને શંકા હોય કે તમારું બાળક હેડ ડાઉન (માથું નીચે)ની સ્થતિમાં નથી, તો તમારા વિકલ્પો વિશે ચર્ચા કરવા માટે તમને સ્કેન (સૂક્ષ્મપરીક્ષણ) અને ડૉક્ટર/નિષ્ણાત દાયણ સાથે મુલાકાતની ઑફર કરવામાં આવી શકે છે. આ વિકલ્પોમાં કાં તો તમારા બાળકને ફેરવવાનો પ્રયાસ (નીચે સંબંધિત લિંક્સ જુઓ), યોનિમાર્ગમાંથી બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ અથવા આયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા દ્વારા) જન્મનો સમાવેશ થઈ શકે છે. જો તમારુંરાં બાળકનું માથું નીચેની તરફ નથી, તો ચિંતા કરશો નહીં – તમારી પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને તમારી ટીમ તમને તમારી સંભાળને આગળ વધવા સંબંધિત કોઈપણ નિર્ણયો લેવામાં મદદ કરશે. વાંચીને યોનિમાર્ગ બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ વિશે વધુ જાણો:

Leave a Reply