‘પ્રદર્શન’

ગર્ભાવસ્થા દરમિયાન, યોનિમાર્ગનાં નળીમાં જાડાડી લાળનો જથ્થો બને છે, અને જેમ જેમ શરીર પ્રસવ માટે તૈયાર થાય છે તેમ આ જથ્થો યોનિમાંથી પસાર થઈ શકે છે. આ સ્ત્રાવ પ્રસૂતિના એકથી બે અઠવાડિયા પહેલા, પ્રસૂતિ દરમિયાન અથવા ક્યારેક બિલકુલ પણ નહીં થાય. તે સ્પષ્ટ અથવા ગુલાબી/થોડા લોહીના ડાઘાવાળા જેલી જેવા પદાર્થ તરીકે દેખાય છે, અને એકવાર અથવા થોડા સમયે તમારા ધ્યાનમાં આવી શકે છે. જ્યાં સુધી તમે ચિંતિત ન હોવ ત્યાં સુધી તમારે આ વિશે તમારી દાયણને કૉલ કરવાની જરૂર નથી, જો કે જો તમે જોયું કે આ સ્ત્રાવમાં ખૂબ જ લોહીના ડાઘા છે અથવા તમે તાજું લોહી ગુમાવી રહ્યાં છો, તો તરત જ તમારા મેટરનિટી ટ્રાયેજ/એસેસમેન્ટ યૂનિટ (આકારણી એકમ) ને કૉલ કરો.