એમ્નિઅટિક કોથળી એ પ્રવાહીથી ભરેલી થેલી છે જેમાં ગર્ભાવસ્થા દરમિયાન તમારું બાળક અંદર વધે છે. તમારા બાળકના જન્મ પહેલા આ કોથળી તૂટી જશે. જ્યારે તે તૂટી જાય છે, ત્યારે પ્રવાહી યોનિમાંથી બહાર નીકળી જશે.મોટાભાગની મહિલાઓની પાણીની થેલી પ્રસૂતિ દરમિયાન તૂટી જાય છે, પરંતુ આવું પ્રસૂતિ શરૂ થાય તે પહેલાં પણ થઈ શકે છે. જો તમારી પાણીની થેલી તૂટે છે, તો તમે ધીમા પ્રવાહ અથવા પ્રવાહીના અચાનક ઉછાળાનો અનુભવ કરી શકો છો. આ પ્રવાહી સામાન્ય રીતે સ્પષ્ટ અથવા ગુલાબી રંગનું હોય છે, જો કે કેટલીકવાર બાળક કોથળીની અંદર તેમના પ્રથમ મળ (જેને મેકોનિયમ કહેવાય છે) પસાર કરી શકે છે, જેના કારણે પ્રવાહી લીલું અથવા પીળું બની જાય છે.જો તમને લાગે કે તમારી પાણીની થેલી તૂટી ગઈ છે, તો તમારા મેટરનિટી ટ્રાયજ/એસેસમેન્ટ યૂનિટ (આકારણી એકમ) ને તરત જ કૉલ કરવો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમને લાગે કે તમે મેકોનિયમ જોઈ શકો છો. જો તમેમારી ગર્ભાવસ્થા 37 અઠવાડિયાથી ઓછી હોય તો આ અપરિપક્વ પ્રસૂતિની નિશાની હોઈ શકે છે. જો તમને લાગે કે તમારુંરી પાણીની થેલી તૂટી ગઈ છે, તો જાડા સેનિટરી પેડ પહેરો કારણ કે જ્યારે તમે તમારા પ્રસૂતિ એકમમાં ચેક-અપ માટે હાજરી આપો ત્યારે તમારી મિડવાઇફ (દાયણ) આ જોવા માટે પૂછશે. તમે પ્રવાહીના પ્રારંભિક નુકસાનનો ફોટો પણ લઈ શકો છો કારણ કે આ આકારણીમાં મદદ કરી શકે છે. ખાતરી કરો કે તમે પ્રસૂતિ એકમમાં તમારી મુસાફરી દરમિયાન તમારી સાથે પુષ્કળ પેડ્સ અને બદલવાનાં કપડાં લઈ રાખો છો કારણ કે, એકવાર પાણીની થેલી તૂટી જાય પછી, તમે એમ્નિઅટિક પ્રવાહી લીક કરવાનું ચાલુ રાખશો.જો પ્રસૂતિ શરૂ થાય તે પહેલાં તમારી પાણીની થેલી તૂટી જાય છે, તો તમને અને તમારા બાળકને બંને માટે ચેપનું જોખમ ઘટાડવા માટે તમને પ્રસુતિ પીડા કરાવાની (IOL) ઓફર કરવામાં આવશે.પ્રસુતિ પીડા કરાવાનું તાત્કાલિક હોઈ શકે છે, 24 કલાક સુધી વિલંબિત અથવા અપેક્ષિત સંચાલન હોઈ શકે છે. વર્તમાન રાષ્ટ્રીય માર્ગદર્શિકામાં 24 કલાક પછી અપેક્ષિત સંચાલન (પ્રસૂતિની પીડા સ્વયંભૂ શરૂ થવાની રાહ જોવી) આગ્રહણીય નથી.