Pre-eclampsia during pregnancy: Frequently asked questions

ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કઈ રીતે થાય છે?

પ્રી-એક્લેમ્પસિયા એ એવી સ્થિતિ છે જે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન અને સામાન્ય રીતે 20 અઠવાડિયા પછી થાય છે. આ સ્થિતિ હાઈ બ્લડ પ્રેશર (અથવા હાલના હાઈ બ્લડ પ્રેશરને વધુ ખરાબ બનાવે છે) અને પેશાબમાં પ્રોટીન સાથે લીક થતી કિડનીનું કારણ છે. તમારાં લક્ષણો, બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટના આધારે તેનું નિદાન કરવામાં આવે છે.

આનો અર્થ શું છે?

મારા માટે

પ્રી-એક્લેમ્પસિયાનો એકમાત્ર ઈલાજ તમારા બાળકને (અને પ્લેસેન્ટા) ને જન્મ આપવો છે, પરંતુ તમે અને/અથવા તમારું બાળક કેટલાં અસ્વસ્થ છો અને વહેલા જન્મની તમારા બાળક પર થતી અસરની સાથે જન્મનો સમય સંતુલિત હોવો જરૂરી છે. તમે માથાનો દુખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉલટી, હાથ અને ચહેરા પર સોજો અથવા સામાન્ય રીતે અસ્વસ્થતા અનુભવી શકો છો. સૌથી ખરાબ પ્રી-એક્લેમ્પસિયા કિડની અથવા લીવર ફેલ્યર, લોહી ગંઠાઈ જવાની સમસ્યા અને આંચકીનું કારણ બની શકે છે.

મારા બાળક માટે

પ્રી-એક્લેમ્પસિયા પ્લેસેન્ટાની કાર્ય કરવાની રીતને અસર કરે છે અને તેના કારણે બાળકો ગર્ભાશયમાં સારી રીતે વૃદ્ધિ પામતા નથી અને તેમનો જન્મ વહેલો થાય છે. વહેલા જન્મેલા બાળકોને શ્વાસ, ખોરાક અને તાપમાન નિયંત્રણમાં મદદ કરવા માટે નિયોનેટલ યૂનિટમાં રાખવાની જરૂર પડી શકે છે. દુર્ભાગ્યે, કેટલાક બાળકો પ્રી-એક્લેમ્પસિયાને કારણે ગર્ભાશયમાં જીવી શકતા નથી.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારી તબીબી ટીમ નિયમિત તપાસની અને નજીકથી દેખરેખ માટે ક્યારેક-ક્યારેક હોસ્પિટલમાં દાખલ થવાની ભલામણ કરશે. તમારી કિડની, લીવર અને લોહીની તપાસ કરવા માટે નિયમિત બ્લડ ટેસ્ટ્સ થશે અને તમારા બ્લડ પ્રેશરને નિયમિતપણે મોનિટર કરવામાં આવશે. તમારૂં બાળક ગર્ભમાં સારી રીતે વૃદ્ધિ પામી રહ્યું છે કે નહીં, તે જોવા વધારાના સ્કેનની ભલામણ કરવામાં આવશે. જો તમને ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા પ્રી-એક્લેમ્પસિયા થાય છે, તો બાળકનો જન્મ વહેલો થઈ શકે છે અથવા 37 અઠવાડિયામાં લેબર ઇંડ્યુસ કરવાની ભલામણ કરવામાં આવે છે. જો તમને 37 અઠવાડિયા પછી પ્રી-એક્લેમ્પસિયા થાય છે, તો તરત જ લેબરની ભલામણ કરવામાં આવે છે. તમારા માટે અને તમારા પરિવાર માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે તેથી તમારે તબીબી ટીમ સાથે નિયમિત અને સ્પષ્ટ વાતચીત કરવી જરૂરી છે.

કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમારા લોહી, કિડની અને લીવરનાં ફંક્શનની ટેસ્ટ્સ સાથે તમારા યુરિનમાં પ્રોટીનની માત્રાની પણ ટેસ્ટ કરવામાં આવશે. પ્લેસેન્ટલ ગ્રોથ ફેક્ટર નામની બ્લડ ટેસ્ટ દર્શાવે છે કે પ્લેસેન્ટા કેટલી સારી રીતે કામ કરી રહ્યું છે અને આ ટેસ્ટ ડોકટરો અને મિડવાઇફને 37 અઠવાડિયા પહેલા પ્રી-એક્લેમ્પસિયાનું નિદાન કરવામાં મદદ કરે છે.

મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?

માથાનો દુખાવો, તમારા હાથ અને ચહેરા પર સોજો, અસ્પષ્ટ દ્રષ્ટિ, તમારા પેટમાં દુખાવો, ઉલટી અથવા તમારાં બાળકનું હલનચલન સામાન્ય કરતા ઓછું હોવું.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમારું બાળક સામાન્ય રીતે હલનચલન કરતું નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો તમને પ્રી-એક્લેમ્પસિયાના ઉપર સૂચિબદ્ધ લક્ષણોમાંથી કોઈપણ દેખાતાં હોય તો તમારે તરત જ તમારા મેટર્નિટી યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.

સંભવિત ભલામણો

ઉપચારનાં વિકલ્પો

જો તમારું બ્લડ પ્રેશર રીડિંગ 140/90 mmHg કરતા વધારે અથવા એટલું જ હોય તો તમારા બ્લડ પ્રેશર માટે આ ટેબ્લેટ ટ્રીટમેન્ટની ભલામણ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ્સ આ છે:
  • લેબેટાલોલ
  • નિફેડિપિન
  • મેથાઈલડોપા

જન્મ આપવાનો સમય

જન્મ આપવાનો સમય ગર્ભાવસ્થામાં તમે અને તમારું બાળક કેટલા સ્વસ્થ છો તેના પર નિર્ભર રહેશે. 37 અઠવાડિયા પછી, પ્રસુતિ પીડા શરુ કરાવાની સલાહ આપવામાં આવશે કારણ કે જો તમે આ સમય પછી જન્મ આપો તો ગર્ભાવસ્થાનાં સમયગાળામાં વધારો તમારા અને તમારા બાળક માટે જોખમી બની શકે છે.

આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?

પ્રસુતિ દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારા પર સતત દેખરેખ રાખવાની ભલામણ કરવામાં આવશે, પછી ભલે તમને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થયું હોય કે ઇંડ્યુસ કરવામાં આવ્યું હોય. આવું એટલા માટે કારણ કે પ્લેસેન્ટા સારી રીતે કામ ન કરે એવું શક્ય છે અને આપણે હૃદયના ધબકારામાં થયેલાં ફેરફારને ચૂકવો ન જોઇએ જે સૂચવે છે કે બાળક પ્રસુતિમાં સ્વસ્થ નથી. આ હોસ્પિટલનાં લેબર વોર્ડમાં ઉપલબ્ધ હોય છે.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

  • તમારે તમારા બ્લડ પ્રેશરને ખૂબ જ નિયમિતપણે તપાસવું પડશે અને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી તમારે હોસ્પિટલમાં રહેવું પડશે.
  • બ્લડ પ્રેશરની કોઈ પણ દવાને સ્તનપાન માટે યોગ્ય એવી દવા (એનાલાપ્રિલ અથવા એમ્લોડિપિન) વડે બદલવામાં આવશે.
  • તમારે મેગ્નેશિયમ લેવું જરૂરી છે અને તમારે કેટલું પ્રવાહી પીવાનું છે તેની માત્રા નક્કી કરો.
  • જન્મ પછી તમારા બ્લડ પ્રેશરની સતત દેખરેખ માટે અને સારવાર માટે તમારે GPની મુલાકાત લેવી પડશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

જો તમારું વજન વધારે હોય અથવા તમે નિષ્ક્રિય હોવ તો આહાર અને કસરત દ્વારા હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. તમને ભવિષ્યની ગર્ભાવસ્થામાં ફરીથી પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ ઘટાડવા માટે એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવશે કારણ કે એસ્પિરિન પ્લેસેન્ટાને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.

મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?

જે મહિલાઓને ગર્ભાવસ્થા સમયે પ્રી-એક્લેમ્પસિયા નથી, એમની સરખામણીમાં પ્રી-એક્લેમ્પસિયા ધરાવતી મહિલાઓને આજીવન હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ચારગણું વધારે હોય છે. સ્વાસ્થ્યપ્રદ ખોરાકની મદદથી, ખાસ કરીને મીઠાનું સેવન ઘટાડીને અને નિયમિત કસરત કરીને હાઈ બ્લડ પ્રેશર અને હ્રદયરોગનું જોખમ ઘટાડી શકાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે બ્લડ પ્રેશરની સારવાર લેવાથી હૃદયરોગનું જોખમ પણ ઘટાડી શકાય છે અને તમારા GP તમને જણાવશે કે સારવાર દરમિયાન તેઓ તમારું બ્લડ પ્રેશર કેટલું ઓછું કરવા ઈચ્છે છે.

Pre-eclampsia (PET) during pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા (PET)

Close up of pregnant woman having her blood pressure taken by a healthcare professional આ ગર્ભાવસ્થાની એક અસામાન્ય પરંતુ ગંભીર સ્થિતિ છે, જે સામાન્ય રીતે 20 અઠવાડિયા પછી થાય છે. તે વધેલા બ્લડ પ્રેશર અને પેશાબમાં પ્રોટીન મળી આવવાના સંયોજન દ્વારા સ્પષ્ટીકૃત કરવામાં આવે છે. ઘણીવાર કોઈ લક્ષણો હોતા નથી અને પ્રી-એક્લેમ્પસિયા સામાન્ય રીતે નિયમિત પ્રસૂતિ પહેલાની તપાસ દ્વારા શોધી કાઢવામાં આવે છે, અને કેટલીકવાર તે ઝડપથી વિકસી શકે છે. લક્ષણોમાં સામેલ છે:
  • ગંભીર માથાનો દુખાવો થવો
  • સોજા માં અચાનક વધારો – ખાસ કરીને ચહેરા, હાથ, પગ અથવા પગની ઘૂંટીઓમાં
  • તમારી દ્રષ્ટિની સમસ્યાઓ જેમ કે તમારી આંખોમાં અસ્પષ્ટતા (ઝાંખપ) આવવી અને આંખો સામે તેજસ્વી ટપકાં દેખાવા
  • તમારી પાંસળીની નીચે તીવ્ર દુખાવો થવો
  • ખૂબ જ અસ્વસ્થ લાગવું.
આ લક્ષણો ગંભીર છે અને અચાનક વિકસી શકે છે તેથી તમારે તાત્કાલિક મદદ લેવી જોઈએ. પ્રી-એક્લેમ્પસિયા લીવર, કિડની જેવા શરીરના સંખ્યાબંધ અવયવોને અસર કરી શકે છે અને જેમ જેમ તેની ગંભીરતા વધે છે, તેમ તેમ લોહી ગંઠાઈ જવાની સમસ્યા ઊભી થાય છે અને તેથી પ્રસૂતિ ટીમ તમારા સ્વાસ્થ્યની નજીકથી દેખરેખ રાખશે. પ્રી-એક્લેમ્પસિયા બાળકના વિકાસને પણ અસર કરી શકે છે અને બાળકની આસપાસના પ્રવાહી અને તેની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવશે.