આ ગર્ભાવસ્થાની એક અસામાન્ય પરંતુ ગંભીર સ્થિતિ છે, જે સામાન્ય રીતે 20 અઠવાડિયા પછી થાય છે. તે વધેલા બ્લડ પ્રેશર અને પેશાબમાં પ્રોટીન મળી આવવાના સંયોજન દ્વારા સ્પષ્ટીકૃત કરવામાં આવે છે. ઘણીવાર કોઈ લક્ષણો હોતા નથી અને પ્રી-એક્લેમ્પસિયા સામાન્ય રીતે નિયમિત પ્રસૂતિ પહેલાની તપાસ દ્વારા શોધી કાઢવામાં આવે છે, અને કેટલીકવાર તે ઝડપથી વિકસી શકે છે.લક્ષણોમાં સામેલ છે:
ગંભીર માથાનો દુખાવો થવો
સોજા માં અચાનક વધારો – ખાસ કરીને ચહેરા, હાથ, પગ અથવા પગની ઘૂંટીઓમાં
તમારી દ્રષ્ટિની સમસ્યાઓ જેમ કે તમારી આંખોમાં અસ્પષ્ટતા (ઝાંખપ) આવવી અને આંખો સામે તેજસ્વી ટપકાં દેખાવા
તમારી પાંસળીની નીચે તીવ્ર દુખાવો થવો
ખૂબ જ અસ્વસ્થ લાગવું.
આ લક્ષણો ગંભીર છે અને અચાનક વિકસી શકે છે તેથી તમારે તાત્કાલિક મદદ લેવી જોઈએ. પ્રી-એક્લેમ્પસિયા લીવર, કિડની જેવા શરીરના સંખ્યાબંધ અવયવોને અસર કરી શકે છે અને જેમ જેમ તેની ગંભીરતા વધે છે, તેમ તેમ લોહી ગંઠાઈ જવાની સમસ્યા ઊભી થાય છે અને તેથી પ્રસૂતિ ટીમ તમારા સ્વાસ્થ્યની નજીકથી દેખરેખ રાખશે. પ્રી-એક્લેમ્પસિયા બાળકના વિકાસને પણ અસર કરી શકે છે અને બાળકની આસપાસના પ્રવાહી અને તેની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવશે.